ટ્યુલિપના રંગ વચ્ચે એક રંગ લોહીનો....
છેલ્લા બે વર્ષમાં ત્રણવાર કાશ્મીરમાં પ્રવાસ કરવાનો સંયોગ થયો. બે વર્ષ પૂર્વે આઠ સખીઓ અચાનક જ પ્રોગ્રામ બનાવ્યો હતો. એ પણ ધ્વજવંદન સમયે જ. એક તરફ લાલ ચોકમાં ધ્વજવંદન ચાલી રહ્યું હતું અને બીજી બાજુ કાશ્મીર હવે તો જઈને જ રહેવું તેવી ઈચ્છા પ્રબળ થઇ રહી હતી. એક અઠવાડિયાથી વધુ સમય પણ ન લાગ્યો અને અમે કાશ્મીરની ટ્રીપ ગોઠવી નાખી. માત્ર સાત દિવસની ટ્રીપ અને તેમાં જવાનું હતું શ્રીનગર, ગુલમર્ગ,પહેલગામ અને શક્ય બને તો આસપાસ જે તક મળે ત્યાં.
ટુર ઓપરેટર પણ એવો નબળો મળ્યો કે કોઈ વાતે કાબેલ નહીં. જિંદગીમાં કાશ્મીર ગયો હશે કે નહીં એ ભગવાન જાણે . ન એને અમને કોઈ આગોતરી સૂચના આપી હતી ન કોઈ જાણકારી. જેમ કોઈ મીડિયોકર ટ્રાવેલ એજન્ટો કરે તેમ એર ટિકિટ બુકીંગ અને હોટેલ બુકીંગ કરી નાખ્યા એટલે એની જવાબદારી પૂરી.
ભારે ઉત્સાહમાં અમારી ટોળકી પહોંચી ત્યારે તે સપ્ટેમ્બર મહિનો હતો. ટુરિસ્ટ સીઝન પૂરી થઈ રહી હતી. કાશ્મીર પાછું hibernation માં જવાની તૈયારીમાં હતું. તો પણ મોટા ભાગના ટુરિસ્ટ પાનખરના રંગ અને ખરીદીમાં વ્યસ્ત હતા.
વર્ષો પછી હું કાશ્મીર ફરી ગઈ હતી ,તેથી સૌથી પહેલો અનુભવ કર્યો કે કાશ્મીરી લોકો પહેલાની જેમ અળગા ને ચીડિયા સ્વભાવના નથી રહ્યા. કાશ્મીર જવાનો મારો પહેલો પ્રસંગ નહોતો. ત્યારે હંમેશ લાગ્યું હતું કે આ લોકો જે રીતે ઇન્ડિયન ટુરિસ્ટ કે લોકો સામે જુએ તો એમ સમજતા લાગે છે કે શું આ ઇન્ડિયન લોકો વારે વારે અમારી વાદીઓ તફરી કરવા આવી પહોંચે છે ? આ ભાવ તેમની આખમાં વ્યવહારમાં છલકાતો હતો. આ વાત 95/96 ની છે. એમના માટે ઇન્ડિયન શબ્દ કાશ્મીરી બહારના લોકો માટે છે . જેમ કે અમેરિકન. જ્યુઈશ , ઈરાની, યરોપિઅન ટુરિસ્ટ તેમ ઇસીએન ટુરિસ્ટ. એ પ્રજા પોતે ઇન્ડિયાનો એક ભાગ છે એવું સમજતી લાગતી નહોતી.
પણ એ વાર હતી 1996ની. એ પછી તો યમુનામાં કેટલા પાણી વહી ગયા.
આ તો સમય હતો 2023 .
શ્રીનગરમાં પગ મુક્ત સાથે સમજાયું કે શ્રીનગર બદલાઈ રહ્યું છે. જેને માટે દલ લેક જાણીતું છે તેના એક છેડા પર અસહ્ય ગંદકી , હવે વધતા વાહન વ્યવહારને કારણે સાંકડા બિસમાર રસ્તાઓ શ્રીનગર બદલાઈ ગયું હોવાની થઇ પણ બીજી એક પ્રતીતિ માત્ર ને માત્ર થાય નવી હોટેલોના આવિષ્કારથી. જ્યાં જોઉં ત્યાં પૂર જોશમાં નિર્માણકાર્ય ચાલુ છે. નવી હોટેલો ,લોજ. નવા બંગલાઓ. નવી ટાઉનશીપ. લાલ ચોક પર ઉભરાતો ટ્રાફિક.
જે હોય તે અમને તો તે વખતે આવકારદાયક લાગ્યું હતું. એટલું જ નહિ ત્યાંના ટેક્સી ચાલકો ,દુકાનદારો ,હોટેલમાલિકો ખુશ છે તેની પ્રતીતિ પણ થતી રહી હતી. મોટાભાગના લોકો પોતે આર્થિક ખુશહાલીથી કેટલા ખુશ છે તે કહી રહ્યા હતા.
એ પછી બીજી મુલાકાત માર્ચ 24 ,ખાસ તો ટ્યૂલિપ ગાર્ડન જોવા. જે માત્ર ને માત્ર એક મહિનો જ ખુલે છે.
ત્યારે પણ કોઈ એવી વાંધાજનક ચીજ, બાબત કે વર્તન ન નોંધ્યા. પણ છેલ્લી ટ્રીપ સપ્ટેમ્બર 24. એ ટ્રીપ બિલકુલ અનોખી હતી. ત્યાં ખાલી ટુરિસ્ટ સ્પોટને થપ્પા મારીને આવી જવાનું નહોતું. ત્યારે મોસ્ટ ઇન્ટિરિયર કહી શકાય તેવા કાશ્મીરમાં પ્રવાસ કર્યો.
એટલા નાનાં ગામ જ્યાં માંડ દર બાર ઘરની વસ્તી હોય. એવા ગામ જ્યાં ઘરવખરી માટે જરૂરી સમાન લેવા 6 કલાક ચાલીને જવું પડે. અને ત્યાંના લોકો. સાલસ અને સંતોષી. જો કે આ બેઉ શબ્દ બંધબેસતા એટલે નથી કારણ કે દસ કબીલા વચ્ચે શું રાજરંગના આટાપાટા હોય? બીજું જેને દુનિયા જ નથી જોઈ તેને તૃષ્ણા કે desire જેવો શબ્દ તેમના કોષમાં ન હોય.
તો પછી ? કાલે થયેલું આ પ્રકરણ ?
એ વાત બિલકુલ યોગ્ય કે વિદેશી કાવતરાખોર ની સંડોવણી તો ખરી જ તો પણ લોકલ સ્લીપર સેલ સિવાય આવી ઘટનાને અંજામ આપવો શક્ય નથી.
આ લોજીક બિલકુલ બંધબેસે છે સ્થાનિક લોકોની જ વાત અને વિચારસરણી સાથે.
મોટાભાગના ટેક્સી ડ્રાઈવરો ખુશ હતા કારણકે તેઓ પહેલીવાર પોતાના બાળકોને અંગ્રેજી સ્કૂલમાં ભણવા માટે પ્રવેશ અપાવી ચુક્યા હતા. નહીંતર લશ્કર પર એક પથ્થર મારીને રૂપિયા 500 ઘરે લાવનાર બાળકના બાપને એ ગમતું તો નહોતું જ. આ એક ટેક્સીચાલકે કરેલી વાત છે. માર્ચ 24માં અમે પહેલગામ ફરવા જેની ટેક્સી હાયર કરેલી તે મુસ્લિમ માણસ લશ્કરમાં કામ કરતો હતો. તો લશ્કરની કાયમી નોકરી છોડી આ કામ ? અમારા પ્રશ્નનો જવાબ એને આપ્યો તે ખરેખર ચિંતા કરાવે તેવો હતો. સ્થાનિક નેતાઓ દ્વારા ચલાવતાં સંગઠને તેને નોકરી છોડી દઈ ગામમાં પાછા ફરવા મજબૂર પર કર્યો. ગામમાં ઘર, પત્ની બાળકોનો સફાયો કરી નંખાશે એ જાણ્યા પછી લશ્કરની નોકરી છોડી બેન્ક લોન પર ટેક્સી લીધી ,પણ સપનું હતું કે મદ્રેસામાં ન ભણાવી એક મિશનરી સ્કૂલમાં ભણાવી છોકરાઓને કાશ્મીર બહાર મોકલી દેવા. ભારતીય સેનાએ પણ સ્કૂલ ચલાવે છે પણ એમાં આવવામાં લોકોને ભય લાગે છે. ભય કોનાથી ? ભય કહેવાતા ધાર્મિક ગેન્ગસ્ટરથી , કહેવાતા બે રાજવી કુટુંબોથી. એ જ બે ગૂંડા ખાનદાનનો. જે લોકો પોતાને કાશ્મીરના રાજા સમજે છે.
એક બુધ્ધીજીવીઓનો વર્ગ પણ છે જે અલ્પશિક્ષિત પ્રજાને ભ્રમિત કરે રાખે છે.
છેલ્લી વિઝિટમાં સીમા પર આવેલા ગુરેઝ નામના ગામની એક હોટેલના વેઈટર સાથે વાત કરતા સમજાયું કે પહેલા તો બે ટેંક ખાવાનો યોગ થતો નહોતો. ગુરેઝ છે અતિશય રળિયામણું , ઉપજાઉ જમીન પણ એ આઠ મહિના હિમાચ્છાદિત રહે છે. તમામ વાહનવ્યવહાર પણ સ્થગિત થઇ જાય. તેથી ગરીબ પ્રજા તો ખરી જ. ત્યાં હવે હોટેલ આવી ચુકી છે. ચાર મહિના દરમિયાન કામ કરીને બાકીના મહિના ઘરમાં ગૃહઉદ્યોગ કરી ખાઈ શકાય છે તેનો આનંદ છે પણ આ વેઈટર ભાઈ દુઃખીનો દાળિયા થઇ ગયો હતો. પૂછ્યું કેમ ?
એનો જવાબ સાંભળવા જેવો હતો.,લાબું ઉદાસ મોઢું લટકાવીને કહે : ઇન્ડિયન સરકારે અમારી આઝાદી છીનવી લીધી ,એ બરાબર ન કર્યું.
આ સાંભળીને મારુ અચરજ સમાયું નહીં. મેં પૂછ્યું ,બે કિલોમીટર પૂર્વે પેલો બંધ (કિશનગંગા હાઇડ્રોલિક પ્રોજેક્ટ) બન્યો તે ખબર છે ? એને માથું ધુણાવ્યું. એમાંથી શું ફાયદા થાય ,ખબર છે ? ફરી હા પાડી. એ કાશ્મીર સરકારે કે ગુરેઝના રહીશો દ્વારા નહીં ભારત સરકાર દ્વારા બંધાયો ખબર છે. ફરી હકારમાં માથું ધુણાવ્યું , હા ખબર છે..
તો પછી ? મેં પૂછ્યું.
;એ તો આપે , પણ એટલે અમારું રાજ લઇ લેવાનું ?'
હું સ્તબ્ધ થઇ ગઈ આ પ્રજાના જ્ઞાન કે પછી અજ્ઞાન થી. તેમના જનરલ નોલેજથી.
એટલે લેવાનું ચાર હાથથી અને કહેવાનું અમે લૂંટાઈ ગયા. આ માનસિકતા રોપી છે કોને ?આપણા મહાન રાજકીય પક્ષોએ .જેમને ભાગલા કરી રાજ કરોની નીતિ ફાવી ગઈ છે.
બે કુટુંબો એક અબ્દુલ્લા ને બીજું મુફ્તી અને ત્રીજું કોણ તે તો સહુ જાણે જ છે. સમ ખાવા પૂરતી એક સીટ પણ ન આવે છતાં ઝેરની રોપણી ચાલુ રહે. મૂળે આ ઝેરના સ્તોત્ર છે. અને એમના પૂરક છે વિદેશી ફંડ પર નભતા આપણા ઘરના ભેદી એવા રાજકારણી પક્ષો. જયારે ટાપુઓ વેચાય જાય જમીન પર તણખલું નથી ઉગતું કરીને જતી કરી દેવામાં આવે તો આ બધી વાતો તો નગણ્ય છે.
ઘણાંનો મત એ છે કે પ્રવાસ માટે કાશ્મીર જવું જ ન જોઈએ . એ તો સહુની પોતપોતાની માન્યતા છે. ભલે ટુરિસ્ટ પ્લેસ તરીકે ન જવું હોય તો ઠીક છે તો એન્ટાર્કટિકામાં વિકસિત કરવામાં આવી છે તેવી જમ્બો લેબોરેટરીઝ નાખી દેવામાં આવે. બાકી એને રેઢું મૂકીને પાકિસ્તાન ચીનને ભેટ ધરવામાં કોઈ અક્કલમંદી નથી.
Comments
Post a Comment