Posts

સ્લીપિંગ ડ્રેગોનને હલો તો કહેવું પડે ....

Image
1969 ટાપુના સમૂહમાં ક્યા ટાપુ પર જવું ને શું કરવું ? વિયેતનામ જવાનું થાય તો ખબર પડે કે આ દેશમાં સ્થિતિ નોર્થ કોરિયા સાઉથ કોરિયા જેવી છે. બિલકુલ વિરોધાભાસી ક્લચર , વિચારધારા, ખાણીપીણી  . જો એક કોઈ સામ્યતા હોય તો એ કે નોર્થ ને સાઉથ વિયેતનામ બંને પ્રજા પોતાની સરકાર માટે અતિશય નીચો મત ધરાવે છે  . સરકાર તમારે માટે શું કરે છે એવું વિચારવાને બદલે તમે સરકાર માટે શું કરો છે એવું લિંકનકથન આ પ્રજાએ સાંભળ્યું નથી. પણ, સાચી વાત છે , શું કામ સાંભળે ? એક સમયે ચીનમાં હતી તેવી સખ્ત સમાજવાદી વ્યવસ્થા સાઉથ વિયેતનામમાં છે. પણ નોર્થ  વિયેતનામ કદાચ એની પર પશ્ચિમી જગતની અને ખાસ કરીને સામ્યવાદમુક્ત ચીનનો પ્રભાવ વધુ છે.  કદાચ એટલે જ વિયેતનામના હો ચી મીન  કરતાં હેનોઈમાં ટુરિસ્ટ વધુ દેખાય છે.  હનોઈ આમ તો છે કોઈ કેપિટલ સીટી હોય એવું જ શુષ્ક ને ઠીક ઠીક પણ એના પેગોડા , ને બજાર પ્રમાણમાં ઘણાં સારા  . હેનોઈનું જો કોઈ મુખ્ય આકર્ષણ હોય તો એ છે હૅલોન્ગ બે કે પછી સ્થાનિક પ્રજાની જેમ ઉચ્ચાર કરવો હોય તો હા લોન્ગ બે , હા એકદમ લંબાવીને ગાતાં હોઈએ એમ બોલવાનો  . જો...

અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?

Image
અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?  યાદ છે વર્ષો પૂર્વે આવેલી એન્જેલિના  જોલીની ફિલ્મ ટુમ્બ રેઇડર ? એન્જેલિના જોલી જે પોતાના ગુમાયેલા પિતાની શોધમાં જાપાન પાસે આવેલા એક રહસ્યમય ટાપુ પર પહોંચી જાય છે. આ ટાપુએ ભલભલાને મોહિત કરી નાખ્યા હતા ત્યારે નામ ઉજાગર થયું અંગકોર વાટનું . અલબત્ત , હિસ્ટ્રી ને આર્કિયોલોજીના ચાહકો માટે આ નામ ક્યારેય અજાણ્યું નહોતું પણ એને એક નવી ઊંચાઈ મળી આ ફિલ્મથી  . દર વર્ષે પચાસ લાખથી વધુ ટુરિસ્ટ અહીં આવે છે.  ફિલ્મમાં જોઈને અચંબિત થઈ બેસી રહેવા જેવું આ ટેમ્પલ કોમ્પ્લેક્સ નથી. પૈસા ને સમય બંનેની સુવિધા હોય તો એક અઠવાડિયું પણ ઓછું પડે એવું રહસ્યમય છે આ સ્થાપત્ય  . કંબોડિયા જેને માટે પ્રસિદ્ધ છે તે અંગકોર વાટ મંદિરમાં મંદિર તો 100થી વધુ છે  મુખ્ય ત્રણ મંદિર છે વિષ્ણુ , બ્રહ્મા સરસ્વતી ને શિવના  . સૌથી મોટું પ્રભાવશાળી મંદિર  તો વિષ્ણુનું છે.  એ સિવાય તો ઘણા મંદિર છે , મંદિરની પરિસરમાં થયેલા કોતરણીકામમાં હનુમાન , કુબેર, રામાયણ, મહાભારતના પ્રસંગોથી લઈને સમુદ્રમંથન અને રાજવી સૂર્યવર્મ...

મહાભારત યુદ્ધ શ્રી કૃષ્ણ ટાળી શક્યા હોતે? તો એમને એમ કર્યું કેમ નહીં ?

Image
બાળપણથી આ શ્લોક સાંભળતા રહ્યા હોવા છતાં એની પાછળની ભાવના ક્યારેય સમજાઈ  છે ? શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન હતા છતાં એમને મહાભારત થતું રોક્યું કેમ નહીં ? આ પ્રશ્ન વિષેની જિજ્ઞાસા શમી ન હોય તો ફરી એકવાર મહાભારત વાંચવું પડે. જે નિર્મિત છે તે થઈને જ રહે છે. ભૂતકાળની છાયા ભાવિ પર પડે અને તેનાથી પ્રજા કશુંક પામે , કંઈક બોધ પામે એવા કોઈ ઉદ્દેશથી એક મહાભારત માત્ર યુદ્ધકથા નથી , સમજો તો બોધકથા છે. અત્યાર સુધી મહાભારતને કાલ્પનિક પણ લેખાવનાર બૌધિકો છે. હવે એ મત પર પરદો પડ્યો છે નવા સંશોધનથી, મહાભારત સાથે જોડાયેલી ભગવદ ગીતા હવે વિદેશોમાં એક કોર્સ તરીકે ભણાવાય છે , કર્મયોગ ફિલોસોફી તરીકે અને એ ભગવદ ગીતાના ભૂમિ છે કુરુક્ષેત્ર , જ્યાં મહાભારત યુદ્ધ થયું , જ્યાં શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાજ્ઞાન  આપ્યું . કુરુક્ષેત્ર નવી દિલ્હીથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે અને ચંદીગઢથી આશરે 80 કિમી દૂર. પુરાણો પ્રમાણે, કુરુક્ષેત્ર એ મહાકાવ્ય મહાભારતમાં દર્શાવ્યા પ્રમાણે, કૌરવો અને પાંડવોના પૂર્વજ રાજા કુરુ નામના પ્રદેશ છે. આ સ્થળનું મહત્વ  જ એ છે  કે  કુ...

ચાલો કાળો કોશી બોલાવે !!

Image
એવું તો ભાગ્યે જ બને કે દિલ્હી ગયા હો ને ત્યાં તમામ આકર્ષણ જોવાનો મોકો મળે  . કારણ છે એક તો કામનું ભારણ ને બીજો દિલ્હીનો ટ્રાફિક  . એ સમયે કોઈ માત્ર દિલ્હીફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવે તો કેવું લાગે? અમે ગોઠવ્યો કારણ સાફ હતું  . જયારે જયારે દિલ્હી  જવાનું થયું છે ત્યારે એ વિઝીટ માત્ર એક કે બે દિવસની રહી છે. દિલ્હીમાં શું જોવાનું છે એવો પ્રશ્ન થાય તો લાલ કિલ્લા , હુમાયુનો મકબરો , કુતુબ  મિનાર કે નિઝામુદ્દીન પર ફુલસ્ટોપ ન મૂકી દેતાં  . દિલ્હી હવે ચારે કોર એવું તો વિકસી ચૂક્યું છે કે દરેક દિશાના કોઈકને કોઈક ખૂણે આકર્ષણ તમારી રાહ જોતું હોય એમ પણ બને. આજે વાત કરવી છે દિલ્હીની પાસે વિકસી ચૂકેલા ગુડગાઉંની , હવે ગુરુગ્રામ, આમ તો હરિયાણામાં ગણાય પણ દિલ્હીની કોખમાં બેઠેલું આ સબર્બ એક જમાનામાં અમીરોની પસંદગી નહોતું , છેલ્લાં દસ પંદર વર્ષથી જાયન્ટ બિલ્ડરોએ એને માયાપુરી બનાવી દીધું છે. જો કે પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ પણ હરિયાણામાં જ હતું ને !! ગુરુગામના જૂનાને જાણીતાં મેનમેડ આકર્ષણોની વાત નથી કરવી , જેવા કે કિંગડમ ઓફ ડ્રીમઝ પણ આજે વાત કરવાની છે અતિશય કોરાણે મુકાઈ...

આમેર: સોનાર કિલ્લો

Image
જયપુર જવાનું હોય ને ત્યાં આમેર ફોર્ટની મુલાકાત ન લેવાય તો શું થાય ? હીરો ઘોઘે જઈ આવ્યો એવો ઘાટ અમારે નહોતો કરવો એટલે આમેરની મુલાકાત  માટે જે થાય તે કરવા તૈયારી હતી.  જયપુર લગ્નમાં મ્હાલવા તો જવાનું નહોતું  . કોન્ફરન્સ ને ઉતારો હતા  જયપુરથી 45 કિલોમીટર દૂર આવેલી હોટેલમાં  . આમેર કિલ્લાની મુલાકાતમાં હતા ગણતરીના કલાક, ગણીને કહેવું હોય તો ત્રણ કલાક  .એ મોકો ઝડપી લીધો થોડા કચવાટ સાથે, કચવાટ શેનો એ વાત છેલ્લે  . જો કોઈને જોધા અકબર ફિલ્મમાંના થોડા સીન્સ યાદ હોય કે પછી બાજીરાવ મસ્તાનીમાં મસ્તાની બાજીરાવને પાનબીડું આપવા આવે છે , નૃત્યના સીન. એ બધા આમેરમાં ફિલ્માવેલા છે તેની પ્રતીતિ પ્રવેશ સાથે થઇ જાય. પિન્ક સિટીના જાજરમાન અસ્તિત્વ સાથે મેળ ખાતો બાહુબલી કિલ્લો ને એની બજાર પણ. જયપુર શહેરથી 11 કિલોમીટર દૂર આ કિલ્લામાં જવા પૂર્વે વટાવ્યું ઝવેરી બજાર. આમેરની મુલાકાત ચૂકી ન જવાય એટલે તો સવારની 5.25ની ફ્લાઇટ પકડી હતી  . ઘરેથી નીકળવાનું હતું 3.30 એટલે રાત્રે મટકું પણ નહોતું માર્યું  . આમેર જવા નીકળ્યા ત્યારે વચ્ચે આ ઝવેરી બજાર આવ્યું ત્...

પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ અટેક કેમ ઓછા આવે છે ?

Image
પુ રુષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ અટેક કેમ ઓછા આવે છે ? એવો  પ્રશ્ન થયો છે ખરો ? જો થયો હોય તો જવાબ પણ મળ્યો જ હશે , સ્ત્રીઓને હૃદયરોગથી બચાવે છે બે ચીજ , એક આંસુ અને બીજી તે કિટ્ટી પાર્ટી , વાંચીને રમૂજ થઇ ? તો હવે ધ્યાનથી વાંચજો .   કિટ્ટી પાર્ટી , આમ તો આ નામ ઘણાંને અરુચિકર લાગે. યુવાન ગૃહિણીઓ પોતાના ફાજલના સમયમાં હમઉમ્ર સહેલીઓને હળેમળે , ખાઈ પીને ગપ્પાંગોષ્ટિ કરે ને છૂટાં પડે. ઉદ્દેશ તો બહુ સારો પણ આ મિલનમાં પછી ભળે દેખાદેખી , ચડસાચડસી , કુથલી , ઈર્ષ્યા અને એ બધાનું કોકટેલ બને મિત્રતામાં રાજકારણની ભૂમિકાનું  .   આ વાત વત્તેઓછે અંશે કોઈપણ ફ્રેન્ડસર્કલમાં આ બધી વિશિષ્ટતા તો જોવા મળવાની જ પણ કોઈવાર વયસ્ક લોકોની મંડળીમાં જવાનો યોગ થાય તો ખ્યાલ આવે કે મિત્રતાને જોડી રાખવા દુ:ખ , સંતાપ કે વસવસો જેવા દર્દ કેવી સિમેન્ટ બની શકે છે. હવે આવી કિટ્ટી પાર્ટીઓ માત્ર યુવાન મહિલાઓની જ જાગીર ન રહી હોય તેમ વયસ્ક મહિલાઓ , નિવૃત્ત થયેલા લોકો માટે પણ એકમેકને જોડતું માધ્યમ બની ગઈ છે. થોડાં સમય પહેલા જ યોગાનુયોગ એવા એક ગ્રુપ સાથે થોડી પરિચિતતા કેળવ...

ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડીયાં

Image
ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડી, ગુલાબ જલેબી  ઔર  કુલ્લડ કી મસાલા ચાય   જીને કો ઔર ક્યા ચાહિયે ?  જયપુર જવાનું  હોય એટલે શોપિંગ લિસ્ટ લાબું થઇ જાય , ભાઈઓનું તો ખબર નથી પણ બહેનો માટે ખરું જ ,  બાંધણી , લહેરિયાના દુપ્પટ્ટાથી લઇ ખુસ્સા , જૂતી , પાચી ને કુંદનની જ્વેલરી , એ પછી રિયલ હોય કે ચાંદી પર કે પછી આર્ટિફિશિયલ  .  બધાની ઉપરવટ હોય તો એક તે છે ગજક , ને પ્યાજ કચૌડી. પિંક સિટી જયપુરની મુલાકાત લઈને પાછા ફરવાનો સમય આવે ત્યારે એરપોર્ટ પર લગભગ દરેક પ્રવાસીના હાથમાં બ્રાઉન પેપરની  બેગ દેખાયા વિના ન રહે. ઉપર લાલ અક્ષરમાં લખ્યું હોય રાવત . હા એ જ રાવતની કચૌડી ને ગજક એટલે કે આપણી ચીકી  . એમાં પણ શિયાળો હોય ને ટેમ્પરેચર સવારે અગિયાર ને મધરાત્રે ચાર ડિગ્રી થતું હોય તો આ ગજક , કચૌડી ને મસાલા ચાયની લિજ્જત વિચારી લેવાની હોય. પ્યાજ  કી કાચોરી એ એક પ્રકારનો  રાજસ્થાની નાસ્તો છે, આપણાં ફરસાણ જેવું જ એક , પણ મસાલેદાર , તળેલું , મેંદાનું પડ એને ડાયેટ કરનાર માટે  વધુ  પાપ સમાન  . ઝીણી સમારેલા કાંદા...