મહાભારત યુદ્ધ શ્રી કૃષ્ણ ટાળી શક્યા હોતે? તો એમને એમ કર્યું કેમ નહીં ?


આ પ્રશ્ન વિષેની જિજ્ઞાસા શમી ન હોય તો ફરી એકવાર મહાભારત વાંચવું પડે.


જે નિર્મિત છે તે થઈને જ રહે છે. ભૂતકાળની છાયા ભાવિ પર પડે અને તેનાથી પ્રજા કશુંક પામે , કંઈક બોધ પામે એવા કોઈ ઉદ્દેશથી એક મહાભારત માત્ર યુદ્ધકથા નથી , સમજો તો બોધકથા છે.
અત્યાર સુધી મહાભારતને કાલ્પનિક પણ લેખાવનાર બૌધિકો છે. હવે એ મત પર પરદો પડ્યો છે નવા સંશોધનથી,


મહાભારત સાથે જોડાયેલી ભગવદ ગીતા હવે વિદેશોમાં એક કોર્સ તરીકે ભણાવાય છે , કર્મયોગ ફિલોસોફી તરીકે અને એ ભગવદ ગીતાના ભૂમિ છે કુરુક્ષેત્ર , જ્યાં મહાભારત યુદ્ધ થયું , જ્યાં શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાજ્ઞાન  આપ્યું . કુરુક્ષેત્ર નવી દિલ્હીથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે અને ચંદીગઢથી આશરે 80 કિમી દૂર.

પુરાણો પ્રમાણે, કુરુક્ષેત્ર એ મહાકાવ્ય મહાભારતમાં દર્શાવ્યા પ્રમાણે, કૌરવો અને પાંડવોના પૂર્વજ રાજા કુરુ નામના પ્રદેશ છે. આ સ્થળનું મહત્વ  જ એ છે  કે  કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ રહે છે  આ જમીન પર લડ્યા હતા અને ભગવદ્ ગીતાનો  ઉપદેશ આપવામાં આવ્યો હતો  .

અમે હતા દિલ્હી , અમારી યાદીમાં કુરુક્ષેત્રનો સમાવેશ નહોતો  . પણ , અમારા માર્કોપોલો મિત્ર સુનિલ મહેતા પાસે કુરુક્ષેત્રની જે વાતો સાંભળી એટલે ત્યાં જવું જ એમ નક્કી થઇ ગયું  .

દિલ્હીથી રસ્તો લાંબો છે. જો કે રસ્તા સારા છે એટલે કોઈ સમસ્યા નથી. અમે તો હતા ગુરુગ્રામમાં, એટલે રસ્તો કાપવાનો હતો લગભગ 190 કી,મી.
કુરુક્ષેત્ર હવે યાત્રીઓમાં જાણીતું થયું છે બાકી એ વર્ષો સુધી ગુમનામીના અંધારામાં રહ્યું હતું। 1947માં નિરાશ્રીતોનો એક કેમ્પ કુરુક્ષેત્રમાં હતો એને કહેવાયું થાનેસર.કારણકે એ તહેસીલનું થાણું હતું કે પછી અપભ્રંશ થઈને પડ્યું હતું, મૂળ નામ હતું સ્થાનેશ્વર , જેનો અર્થ થાય છે ભગવાનનું સ્થાન , ત્યાં હજી સથાનેશ્વર મહાદેવનું મંદિર છે. એ જ મૂળ સ્વરૂપમાં , અને એની સામે જ છે એક વિશાળ વૃક્ષ , કહેવાય છે ત્યાં કૃષ્ણે અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું  .
અમે ગયા ત્યારે ત્યાં પૂર જોશમાં નિર્માણકાર્ય ચાલુ હતું , નવા ચકચક થતાં મંદિર આવી રહ્યા છે  . એ જૂનો ચાર્મ એના  ઐતિહાસિક મૂલ્યને ધ્વંસ કરી નાખે એવું વાતાવરણ રચાઈ રહ્યું છે.

 કુરુક્ષેત્રથી માંડ એક કિલોમીટર દૂર છે ગામ અમીન, જે અભિમન્યુનું ગામ લેખાય છે. ત્યાં  થોડાં અવશેષ જળવાય છે એવું કહેવાય છે પણ એ વાત જરા વધુ પડતી લાગે છે. હકીકતે કુરુક્ષેત્ર  કોઈ ગામ નથી. ક્ષેત્રનો અર્થ થાય છે વિસ્તાર , કુરુઓનો પ્રદેશ એટલે એક ગામ જેટલું સીમિત ન હોય શકે.
આ વિસ્તાર કદાચ મુખ્ય યુદ્ધભૂમિ હોય એમ માનવું પડે.
 પ્રાચીન હિન્દૂ ગ્રંથમાં કુરુક્ષેત્ર શહેર નથી પણ એની હદ આજના હરિયાણા , દિલ્હી અને સરહિંદ, પંજાબ , રાજસ્થાનની મરુભૂમિ સુધી હતી.
કુરુક્ષેત્રમાં સૌથી મોટું જોણું છે બ્રહ્મ સરોવર  .
દંતકથા  અનુસાર, ભગવાન બ્રહ્માએ વિશાળ યજ્ઞ પછી આ સરોવરનું સર્જન કર્યું  . એક સમયે સંશોધન કહેતું રહ્યું કે  માનવજાતની ઉત્પત્તિ આફ્રિકામાં થઇ, પછી તાજેતરમાં થયેલ સંશોધન મેસોપોટેમીયા , ઇરાક ને આજુબાજુના પ્રદેશને માનવ સંસ્કૃતિનું  પારણું માને  છે પણ અહીં બ્રહ્મ સરોવર સંસ્કૃતિનું પારણું હોવાનું માનવામાં આવે છે.

બ્રહ્મ સરોવરનો  ઉલ્લેખ અગિયારમી સદીમાં અલ બરૂનીના સંસ્મરણોમાં પણ થયો છે, જેને 'Kitab-ul-Hind' કહેવાય છે. આ સરોવરનો ઉલ્લેખ  મહાભારતમાં પણ છે, જેનો ઉપયોગ   દુર્યોધને યુદ્ધના અંતના દિવસે પાણીમાં છુપાવવા માટે કર્યો હતો.

ભગવાન શિવનું મંદિર, સરોવર અંદર ઊભું છે જેમાં પ્રવેશ કરવા એક પુલ ઓળંગવો પડે છે. ગ્રંથો મુજબ, આ આશીર્વાદમાં સ્નાનથી અશ્વમેધ યજ્ઞ કરવા જેવું પુણ્ય લાગે છે. દર વર્ષે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં અને ડિસેમ્બરના પ્રારંભમાં યોજાયેલી ગીતા જયંતીની ઉજવણી દરમિયાન અહીં મેળો ભરાય છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે આ મેળો જામ્યો હતો, ભારતભરના ભાગમાંથી આવેલા પ્રદર્શનકરીને ખાસ પ્રતિભાવ મળ્યો હોય એવું ન લાગ્યું  . જાણવા મળ્યું જે અહીં શિયાળામાં દૂર દેશાવરથી ફ્લેમિંગો ( યાયાવર પક્ષી)  પહોંચે છે . બિરલા ગીતા મંદિર અને બાબા નાથની હવેલી અને મંદિર પડોશી આકર્ષણ છે.

સૌથી રસપ્રદ જો કોઈ ફીચર હોય તો તે છે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ  . માત્ર કૃષ્ણભક્તને નહીં , સહુ કોઈને ગમે એવું  . મુખ્ય આકર્ષણ છે કૌરવ પાંડવ વચ્ચે ચાલેલા 18 દિવસના મહાભારતને તાદશ કરતી પ્રતિકૃતિ  .
બાણશૈયા પર ભીષ્મ 



હિમાળે હાડ ગાળવા જય રહેલા પાંડવો સાથે દ્રૌપદી અને યુધિષ્ઠિરનો વફાદાર શ્વાન  .


એક ક્ષણ માટે નરક જોયા પછી સદેહે સ્વર્ગમાં પહોંચેલા ધર્મરાજ યુધિષ્ટિર 
 પહેલે દિવસે શું થયું, બીજે દિવસે કોણ ચીત થયું  . ક્યારે યુદ્ધ વિરામ થયો, ક્યારે અભિમન્યુ હણાયો, ક્યારે અશ્વસ્થામા પ્રકરણ થયું , ભીષ્મની બાણશય્યા  .... એટલા આબેહૂબ  તાદશ થયા છે કે જોનાર અભિભૂત થઇ જાય. શ્રીકૃષ્ણ, વિષ્ણુની અપ્રતિમ પ્રતિમા  ... બેનમૂન પિછવાઈ, કાષ્ટકામ કરેલી ફ્રેમ્સ , અલબત્ત, મ્યુઝિયમમાં ફોટોગ્રાફ પાડવાની મનાઈ છે. એટલે જ્યાં બની શકે એટલા જ પિક્ચર્સ લઇ શકાય  . એ મ્યુઝિયમ જોવાથી કુરુક્ષેત્રની વિઝીટ વસૂલ લાગશે  .



એમ મનાય છે પૃથ્વી પર પાપ વધે ત્યારે વિષ્ણુ અવતાર લે છે , જેમ એમને શ્રી કૃષ્ણનો અવતાર લીધો  .કળિયુગ અસહનીય બની જશે ત્યારે વિષ્ણુ ભગવાન ફરી અવતરશે કલ્કી સ્વરૂપે  . ત્યારે ફરી એક નવું મહાભારત લખાશે ? વર્લ્ડ વોર 3 ? ન્યુક્લિયર વેપન્સના કાળમાં આ ઇતિહાસ યાદ કોણ રાખશે?











ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen