Posts

ખિચડી બારે માસ !!

Image
ખિચડી  ક્યારે અને કઈ રીતે  ભારતના તમામ લોકોની સિગ્નેચર ડિશ બની ગઈ ?  થોડા સમય પહેલા ઉઝબેકિસ્તાન જવાનું થયું. મનમાં હતું કે ભૂખે મરી જવાશે આ દેશમાં. એ વાત તદ્દન ખોટી પણ નહીં.ઉઝબેક લોકોને અમે વેજિટેરિયન છીએ એ જાણી એટલી તો નવાઈ લગતી હતી કે, માણસ ઘાસપાંદડા પર જીવી જ કઈ રીતે શકે ?  પણ, એ બધી વાત તો ઠીક પણ સહુથી મોટી નવાઈ તો અમને લાગી , એમની  કીચરી જોઈને .  હા,   આપણી ખીચડી તેમની કીચરી , ફર્ક એટલો કે આપણે ત્યાં મગ , તુવેરની દાળ કે પછી છોતરાંવાળા મગની દાળનો વિકલ્પ છે એમની પાસે દાળ જેવો કોઈ વિકલ્પ નથી, બલ્કે હાથમાં આવે એ બધા કઠોળ ને શાકભાજી પડે, રાજમા , મગ સાથે મસૂર પણ અને ચિકન કે મટન પણ , જો ચિકન મટનનો વિકલ્પ ન હોય તો એને દૂધમાં પકવાય અને જે લીલા શાકભાજી ઉગે તે પણ પડે જેમ કે ગાજર, ફણસી , વટાણા, પાલક,રોકેટ (ભાજી). પણ, હા આપણી જેમ એમની પાસે બારે માસ ખીચડી ખાઈ શકવાનો વૈભવ નથી. શિયાળો એટલો જાલિમ કે પાંદડું ન ઉગે , એમનું નવરોઝ એટલે કે પારસી નવરોઝને દિવસે જ નવું વર્ષ બેસે અને વસંત બેસવાની શરૂઆત થાય ને  ઘરે ઘર આ કીચરી ખીચડી મરચા...

ચાલ એવા મુંબઈમાં જઈએ

Image
કાશી , લાહોર ને ઓપેરાહાઉસવાળું મુંબઈ  તાજેતરમાં જ જેમનું અવસાન થયું તે નામાંકિત ફિલ્મમેકર કૃષ્ણ શાહની વર્ષો પૂર્વે એક ફિલ્મ આવી હતી , સિનેમા સિનેમા  . એમાં હિન્દી ફિલ્મોની ચડતી પડતી અને એ વિષયક માહિતી સાથે એક સીન હતો ઓપેરા હાઉસ થિયેટરનો . આજની જેમ ત્યારે મલ્ટીપ્લેક્સ કલચર  તો હતું નહીં. વન સ્ક્રીન થિયેટરના યુગમાં એક જમાનાના જાજરમાન આ ઓપેરાહાઉસ થિયેટરની જે કંગાળ  હાલત હતી કે અત્યારે એ જોઈને  તો મનાય નહીં કે એક જમાનાના જાજરમાન યુગનો આવો સમય પણ હોય શકે. પણ, ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી એ તો કુદરતી ક્રમ છે. એ જ ન્યાયે અત્યારે એ જ ઓપેરા હાઉસ ફરી એના સુવર્ણકાળના દૌરમાં આવી ચૂક્યું છે. થોડા વર્ષો જોવી પડેલી પનોતી એના રિનોવેશનમાં ધોવાઈ ચૂકી છે.  બ્રિટિશકાળ દરમ્યાન મુંબઈને મળેલા  જાજરમાન સ્થાપત્યો પૈકી એક છે રોયલ ઓપેરા હાઉસ. ભારતભરમાં એક કહી શકાય એવું  .જેનો શિલાન્યાસ થયો હતો 1909માં, બોમ્બે પ્રેસિડેન્સીના સમયમાં , અને માત્ર બે વર્ષમાં એનું ઉદ્ઘાટન ? ન મનાય પણ વાત થોડી જુદી છે.  હવે સ્વાભાવિક છે કે નિર્માણ કાર્ય પૂરું...

ટાઇમ ટુ સ્લો ડાઉન

Image
દક્ષિણ મુંબઇની ઓફિસમાં કાર્યરત પ૦ વર્ષનાં વિભાવરી યાજ્ઞિક વિટંબણા ખૂબ યુનિક છે. દૂર પરામાં રહેતાં વિભાવરી ધારે તો ઓફિસ પહોંચવા પોતાના ઘરની સામેના જ સ્ટોપ પર આવતી એરકંડિશન્ડ બસમાં આરામથી મ્યુઝિક સાંભળતાં સાંભળતાં, સવારનાં અખબારોની કંપની સાથે ઓફિસ પહોંચી શકે છે. વિભાવરી ઘરથી ઓફિસ પહોંચવાનો આ બે કલાકનો સમય ખરેખર ઓફિસવર્કમાં જ કે પછી પોતાના રચનાત્મક કામમાં જ ઉપયોગમાં લઇ શકે છે. પણ, બે કલાક! આ સમયગાળો જ અકળાવી નાખે છે. વિભાવરીને વળગણ છે ફાસ્ટ ટ્રેનનું. છેલ્લો કોળિયો ભર્યો ન ભર્યો અને ઉચકજીવે ખભે પર્સ લટકાવી દોટ મૂકવી, રિક્ષાવાળાને કાલાવાલા કરી સ્ટેશન પહોંચવું, ભર્યે પેટે કરેલી દોડાદોડીથી ભલેને હાંફ ચડે છતાં હાંફળાફાંફળા ચઢી પાંચ નંબરના પ્લેટફોર્મ પરથી ફાસ્ટ ટ્રેન દોડતાં દોડતાં ન પકડી તો યે જીના ભી ક્યા જીના હૈ દોસ્તો? આ ‘ફાસ્ટ ડિસઓર્ડર’નો શિકાર માત્ર વિભાવરી યાજ્ઞિક કે તેના જેવા પ્રોફેશનલ્સ જ હોય એ જરૂરી નથી. જ્યાં જુઓ ત્યાં આ જ પરિસ્થિતિ છે. થોડા સમય પૂર્વે જ અતિપ્રતિષ્ઠિત એવા એક લેખક પર કોઇના લખાણની ઉઠાંતરી કરવાનો ગંભીર આક્ષેપ થયો હતો. જેને માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એવા આ ...

સુગંધનો દરિયો

Image
દિવાળી આવે ત્યાં સુધી એક બે તકિયાકલામ જેવા વાક્યો પંદરસોવાર કાને અથડાયા વિના ન રહે. હવે તો બધું બધે મળે , દાગીના ખરીદવા ઝવેરીબજાર જવાની જરૂર જ નથી.  એક સમયે કવીન્સ રોડ પાર આવેલી સાડીઓની જાજરમાન દુકાનોનો વટ હતો. લગ્ન લીધા હોય ને ત્યાં ન જાઓ તો તમે તમારું શોપિંગ લો લેવલ , એ જ રીતે વેવાઈવેળાને શોભે એવી અસલ કાશ્મીરી ભારતની શાલ આપવા પણ ઝવેરી બજારની સામી ગલીમાં જવું પડે. ભુલેશ્વરમાં તો ભગવાન ભૂલો પડે પણ આપણે નહીં  . પૂજાપાની નાનીમોટી તમામ આઈટમ એક્જ્થ્થે મળી જાય. હવે આ કોઈ ચીજ માટે સ્પેશિયલી દક્ષિણ મુંબઈમાં આવવું પડે એ જમાના ગયા. હવે સાચે જ બધે બધું મળે. મુમ્બઈભરમાં ડિઝાઈનરની હાટડીઓ ચર્ચગેટથી માંડીને બોરીવલી દહિસર ને સાયં માટુંગાથી લઈને ઘાટકોપર ,મુલુન્ડ   .  એ છતાં વર્ષના કોઈપણ દિવસે આ વિસ્તારમાં જવા ટેક્સી તો કરી જોજો . પાર્કિંગનો દુકાળ તો આખા મુંબઈમાં પણ અહીં તો વિશેષ  . ત્યારે વિચાર આવે કે આ વિસ્તારમાં હાજી શું બાકી રહી ગયું હશે તે લોકો અહીં સુધી હડી કાઢીને આવે છે?  માત્ર ઝવેરી બજાર જ નહીં , કેટકેટલાય બજારો ઇન્ટરલિંક્ડ છે , એક પછી એક લિંક...

ટ્રીપ વંડરલેન્ડની

Image
ટર્કી : એશિયા યુરોપને જોડતી કડી  થોડાં સમય પહેલાં મિત્રે મોકલેલી ચેઈન મેઈલમાં દુનિયાની મોસ્ટ ફેસિનેટીંગ લેખાતાં ખૂબસૂરત લોકેશનના ફોટોગ્રાફ્સ હતા. જેમાં નોર્થ પોલ પર થતી અદભૂત કુદરતી પ્રકાશવર્ષાથી લઇ નોર્વેના મધ્યરાત્રીએ પ્રકાશમાન સૂર્ય શામેલ હતા. એક ધ્યાન ખેંચે એવું પિક્ચર હતું રૂની અટારીઓ હોય તેવી હારમાળાનું.એ ફોટોગ્રાફ ન જોયો હોય તો એની કરામત સમજાવી મુશ્કેલ છે. પર્વત પર ઉતરતાં ઢાળ પર છીછરી રકાબી જેવી અટારીઓ, તે પણ જાણે કે બરફથી કવર થઇ હોય તેમ અને એમાં ભરાયેલું છલોછલ નીલરંગી પાણી જાણે આકાશના ટુકડાં ચોસલાં પાડી ગોઠવ્યાં હોય તેમ જ. આ અદભૂત ચિત્ર નીચે ઉલ્લેખાયેલી વિગત હતી માત્ર એક લીટીની. એક ફોટોગ્રાફ જોઇને ત્યાં એક વાર જવું એવો વિચાર આવેલો પણ એવો બળવત્તર નહીં કે તરત પ્લાનિંગ શરુ કરવું, બલકે એવો વિચાર ખરો કે વિશલીસ્ટમાં આ પ્લેસ પણ ટોપ બાદાન પર મૂકવા યોગ્ય ખરી. ત્યારે લગીરે ખ્યાલ નહીં કે આ પ્લાન આટલો જલ્દી એકશનમાં આવી જશે , એટલે જ જયારે ટર્કીની ટુર પ્લાન કરતી હતી ત્યારે ઇસ્તંબુલ સાથે કોટન કાસલ યાદ આવ્યું પણ એનું મૂળ નામ શું એ તો વિસરાઈ ચૂકેલું. સ્મરણમાં હતી માત્ર સ્ક્રીન પર ...

આજની મન્નત ગઈકાલની વિલા વિયેના

Image
જે લોકો ફિલ્મ ગોસીપના રસિયા છે એ લોકો તો જાણતાં જ હશે કે શાહરુખ ખાનને કોઈ એડ કેમ્પેન સાઈન કરાવવા એજન્સીઓ શું ટ્રીક કરે છે. જેમ કે એક નામાંકિત  ટીવી ને મોબાઈલ નેટવર્કની એડ મન્નત  બંગલામાં શૂટ થઇ છે. એડનું શુટિંગ જ શાહરુખના “મન્નત”માં હોય તો કિંગ ખાન ખુશ. કારણકે, શાહરુખના નિવેદન પ્રમાણે ઘરમાં જ શુટિંગ થતું હોય તો લોકેશન પર જવા આવવાનો સમય બચે. પત્ની ગૌરી અને બાળકો સાથે ટાઇમ મળે. અને હા,લોકેશનનું ભાડું તો વસૂલાય જ ને વળી જે વાત કિંગ ખાન ક્યારેય નથી બોલતો, પણ આ તમામનું આયોજન તેણે બંગલાનું ઇન્ટીરીયર કરાવતાં પ્લાન કરેલું. ઉપરના બે ફ્લોર અને ટેરેસ એડ શુટિંગ માટે છે. એમ તો SRKના જમ્બો સ્વિમિંગ પુલ પર પણ એડ શૂટ થઇ છે. શાહરુખે આ જગ્યા ખરીદી તો હતી ૨૦૦૧માં , પરંતુ તેને તૈયાર થતાં ૩ કે ૪ વર્ષ લાગેલા. ૬ લેવલમાં વહેંચાયેલી આ વિલામાં અત્યારે આ મન્નતમાં સ્વિમિંગ પુલથી લઇ શાહરુખની ઓફિસ, પર્સનલ જિમ , લાઈબ્રેરી ,બાળકો માટે ફળવાયેલો એક આખો માળ, અને બોક્સિંગ રિંગ પણ છે. એ વાત જુદી છે કે વિશ્વભરમાં રહેલાં શાહરુખના ફેન્સ આ વિલાના પુલ થી લઇ ડાઈનીંગ હોલના પિક્ચર્સ જોઈ ચુક્...

શક્તિની ભક્તિ કે ભક્તિની શક્તિ ?

Image
તાજેતરમાં એક મિત્રે કલકત્તાથી વૉટ્સએપ પર કલીપ મોકલી  . પ્રિ ફેસ પરથી લાગતું હતું કે બાહુબલીનો થર્ડ પાર્ટ આવતો હશે પણ એક જ ક્ષણમાં ખ્યાલ આવ્યો કે ઓહ આ તો મહિષ્કાવતીનો સેટ ખાસ દૂર્ગા પૂજા માટે ઉભો થયો છે. રૂપિયા દસ કરોડ માત્ર પંડાલમાં ખર્ચાયા છે. http://www.amarujala.com/video/spirituality/very-expensive-durga-puja-pandal-made-in-kolkata-inspiring-by-bahubali  દુર્ગાપૂજાના ભવ્ય આયોજન નવરાત્રી શક્તિ પૂજનનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં પહેલા ગણેશોત્સવનો મહિમા હતો અને છે તે હવે ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં પણ વ્યાપ્ત થયો છે , ખાસ કરીને ગુજરાતમાં  . એ જ રીતે કોલકોત્તાની દેવી પૂજા છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઈમાં આવી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમી પરામાં , જ્યાં જે રીતના આયોજનો થાય છે તે જોતા લાગે કે આપણે બંગાળમાં ભૂલાં  પડ્યા છે. પવઇ દુર્ગા પૂજાનું કેન્દ્રબિંદુ છે. શરૂઆતમાં  પવઈ  બંગાળી વેલ્ફેર એસોસિએશન (PBWA ) દ્વારા પ્રયાસો શરૂ થયા પછી વર્ષોથી તેની હાજરી ઊભી થઈ છે. દર વર્ષે કઇંકને કઈંક નવા થીમ હેઠળ ભારતના સ્થાપત્ય વારસાની પ્રતિકૃતિ બનાવવામાં આવે ...