ચાલ એવા મુંબઈમાં જઈએ

કાશી , લાહોર ને ઓપેરાહાઉસવાળું મુંબઈ 


તાજેતરમાં જ જેમનું અવસાન થયું તે નામાંકિત ફિલ્મમેકર કૃષ્ણ શાહની વર્ષો પૂર્વે એક ફિલ્મ આવી હતી , સિનેમા સિનેમા  . એમાં હિન્દી ફિલ્મોની ચડતી પડતી અને એ વિષયક માહિતી સાથે એક સીન હતો ઓપેરા હાઉસ થિયેટરનો . આજની જેમ ત્યારે મલ્ટીપ્લેક્સ કલચર  તો હતું નહીં. વન સ્ક્રીન થિયેટરના યુગમાં એક જમાનાના જાજરમાન આ ઓપેરાહાઉસ થિયેટરની જે કંગાળ  હાલત હતી કે અત્યારે એ જોઈને  તો મનાય નહીં કે એક જમાનાના જાજરમાન યુગનો આવો સમય પણ હોય શકે. પણ, ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી એ તો કુદરતી ક્રમ છે. એ જ ન્યાયે અત્યારે એ જ ઓપેરા હાઉસ ફરી એના સુવર્ણકાળના દૌરમાં આવી ચૂક્યું છે. થોડા વર્ષો જોવી પડેલી પનોતી એના રિનોવેશનમાં ધોવાઈ ચૂકી છે. 
બ્રિટિશકાળ દરમ્યાન મુંબઈને મળેલા  જાજરમાન સ્થાપત્યો પૈકી એક છે રોયલ ઓપેરા હાઉસ. ભારતભરમાં એક કહી શકાય એવું  .જેનો શિલાન્યાસ થયો હતો 1909માં, બોમ્બે પ્રેસિડેન્સીના સમયમાં , અને માત્ર બે વર્ષમાં એનું ઉદ્ઘાટન ? ન મનાય પણ વાત થોડી જુદી છે.  હવે સ્વાભાવિક છે કે નિર્માણ કાર્ય પૂરું થવું અશક્ય  હતું ને  1911માં કિંગ જ્યોર્જ પાંચમા , જેને ગુજરાતીમાં પંચમ જ્યોર્જ લેખાય છે તે ભારતની મુલાકાતે આવ્યા એટલે તેમને હાથે ઉદ્ઘાટન કરાવી દેવામાં આવ્યું હતું .
ઓપેરા હાઉસનું નિર્માણકામ પૂરું થવાની તારીખ ભલે 1912ની હોય ખરેખર સંપૂર્ણપણે આકાર લેતાં બીજા થોડા વર્ષો લાગ્યા ને 1915માં ખુલ્લું મુકાયું હતું. હાલ ઓપેરા હાઉસની માલિકી માલિકી ગોંડલના રાજવી મહારાજા જ્યોતેન્દ્રસિંહજી જાડેજાની છે જે એમને  એમને મહારાજ ભોજરાજ સિંહજી પાસેથી મળી  .ગોંડલ મહારાજા ભોજરાજજીએ 1952માં 999 વર્ષની લીઝ પર લીધું હતું. 
એ જમાનો હતો હિન્દી ફિલ્મોની ચઢતીનો, ઓપેરાનો યુગ અંગ્રેજો ગયા પછી આથમી ચૂક્યો હતો એટલે ફિલ્મો લાગવાની શરૂઆત થઇ ને એ સાથે એની પડતીની પણ. 
બાકી 1900 શતક એ હતો ગાળો ઓપેરાનો જમાનો. મુંબઈમાં પણ એક  ઓપેરા હાઉસ હોવું જોઈએ એવો વિચાર જો કોઈને આવ્યો હોય તો એ હતા મોરિસ બેન્ડમેન નામના એક કલાકારને, જે મૂળ અંગ્રેજ પણ કોલકોત્તાથી હતા, અને એના વિચાર સાથે સહમતી બતાવી પારસી સજ્જન ફરામજી કરકા , જે હતા કોલસા દલાલ  . લોકો કહે કોલસાની દલાલીમાં હાથ કાળા , પણ ફરામજી એ તો કોલસાની દલાલી કરતા કરતા આવું મોટું સાહસ ખેડ્યું  . એ માટે દુનિયાભરમાંથી શ્રેષ્ઠ આરસથી લઇ કારીગરોને બોલાવાયા  . 
ખરેખર તો ઓપેરા હાઉસ નામ પ્રમાણે જ ગુણ ધરાવતું હતું  . ફક્ત ઓપેરા જ ભજવતી એ પણ અંગ્રેજી એટલે એને જોવા આવનાર વર્ગ હતો બ્રાઉન સાહેબો, પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા અતિશય શ્રીમંત કુટુંબો જેમાં મોટેભાગે પારસી જ હોય. ફર્સ્ટ વર્લ્ડવૉર પછી સિનારિયો ઉપરતળે થઇ ગયો.
એમાં પણ અંગ્રેજ ઓફિસર્સની અવરજવર ઓછી થતી ગઈ ને સાથે ઓપેરા હાઉસનો દબદબો પણ. ઓપેરા હાઉસ હવે એક ધોળો હાથી પુરવાર થઇ રહ્યું હતું  . એને મેઈન્ટેઈન કરવા થતા  ગંજાવર ખર્ચ જેટલી તો આવક પણ નહોતી એટલે 1930થી ટોકી (બોલતી ફિલ્મો) દર્શાવવી શરુ થઇ. ઓપેરા હાઉસની લોકપ્રિયતા વધી એટલે 1935માં ફિલ્મ દેખાડી શકાય એવું રિનિવેશન કરવામાં આવ્યું  . એ સમયે શહેરમાં પહેલવહેલા ફેશન શૉ પણ શરુ થયા. આમ છતાં ગંજાવર ખર્ચને પહોંચી વળવા આ બધું પૂરતું નહોતું  . દિવસે દિવસે રોયલ ઓપેરા હાઉસ બિચારું ઓપેરા હાઉસ થતું ગયું  . 
સૌથી ખરાબ સમય હતો 1980 , કોફીનમાં છેલ્લો ખીલો , ઓપેરા હાઉસને તાળાં લાગી ગયા. જાન્યુઆરી 1991માં છેલ્લો ફિલ્મ શો અને 93માં કાઠિયાવાડ ફેશન શો થયા પછી પડદો પડી ગયો.
1993થી 2008 , ગુમનામીના અંદરમાં ગૂમ રહ્યા પછી અચાનક ઓપેરા હાઉસના ભાગ્ય જાગ્યા હોય તેમ મહારાષ્ટ્ર સરકારે ઓપેરાહાઉસને હેરિટેજ કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ નવનિર્માણ પ્રોજેક્ટ હાથમાં લીધો  . જયારે રેસ્ટોરેશન ચાલુ થયો ત્યારે આવા ભવ્ય બિલ્ડિંગમાં એક માત્ર ચાલુ જો હોય તો એ હતી એક ચાની ટપરી  .
હવે ફિનિક્સ પંખીની માફક ફરી એકવાર ઓપેરા હાઉસ તૈયાર છે , એના જાજરમાન કાયાકલ્પ સાથે સહુને આવકારવા , એનું ભાડું, એની ટિકિટો , એમાં થતા શો, આર્ટિસ્ટનું લેવલ એ એટલું હાઈ ફાઈ છે કે લાગે છે કે હવે એને વાંધો નહીં આવે.

માત્ર ટુરિસ્ટ માટે નહીં પણ મોટાભાગના મુંબઈગરાએ પણ ઓપેરા હાઉસ જોયું ન હોય શક્ય છે. ઇટાલિયન , યુરોપિયન અને આંશિકરીતે ભારતીય સ્થાપત્યશૈલી પાર આધારિત છે. 
મુખ્યત્વે દેખાય છે તે છે 16મી સદીમાં લોકપ્રિય રહેલી  બરોક આર્કિટેચર ડિઝાઇન ,બાકી હોય તેમ ઇટાલિયન માર્બલના સ્ટેટ્યૂ , આર્ટઇફેક્ટ્સ  . યુરોપના અતિશય લોકપ્રિય એવા ઝેક ડિઝાઈનર સાંસ સોચીના  યુનિક ક્રિસ્ટલ  શૅન્ડેલિયર્સ , આ બધું ડેવિડ સાસૂન ફેમિલીએ ઓપેરા હાઉસ બન્યું ત્યારે ભેટ આપ્યું હતું  .એ ઝુમ્મર એક સમયે ડેવિડ સાસૂનના બંગલૉમાં શોભતું હતું તે ઓપેરા હાઉસની મેઈન લોબીમાં લગાડવામાં આવ્યું હતું.આ ડેવિડ સાસૂન યહૂદી હતા, અને આજે એમના નામના કેટલાય સ્મારકો જેમ કે સાસૂન ડોક, ડેવિડ સાસૂન લાઈબ્રેરી વિગેરે મુંબઈમાં છે પણ એમનો પરિવાર અમેરિકામાં વસે છે. એક યહૂદીએ પોતાની કર્મભૂમિને જે ભેટ આપી છે તે વિષે , ડેવિડ સાસૂન તો લેખમાળા થઇ શકે. 

ઓપેરાહાઉસમાં પ્રવેશતા જ ધ્યાન ખેંચે એવું એક વર્તુળાકાર  અષ્ટકોણમાં છે નામાંકિત સર્જકોના ફ્રેસ્કો  . કવિ, લેખક, નાટ્યકાર , કલાકાર , નવલકથાકાર જેવા નામી લોકોને ઉપર જોઈને સલામી આપવી જ પડે.   મૂળ સ્ટ્રક્ચરમાં તો એ જમાનામાં સૌથી મહત્વની લેખાતી એવી 26 બાલ્કની હતી. આજે બાલ્કની છે પણ માત્ર શોભાની, એમાં પ્રવેશ વર્જિત છે. ડ્રેસ સર્કલના બોક્સ હજી છે પણ હવે જમાનો ટુ સી એન્ડ ટુ બી સીનનો છે .મોંઘીદાટ ટિકિટો લઈને ખૂણામાં ભરાઈને બેસવાનું ? એ તો દિવસો ગયા. ઓપેરા હાઉસમાં બાલ્કનીમાં જવા માટે લિફ્ટ આજે પણ  નથી , પણ જો એ દાદર પરથી ઉપર જવું એક લ્હાણું છે. આર્ટ ડેકો સ્ટાઈલની કલર્ડ સ્ટોને ટાઇલ્સ ને લાકડાના પગથિયાં , પોતાનો કોલોનિયલ લૂક્સ જાળવી રહ્યા છે. 
લાહોર  કે કાશી માટે એમ કહેવાય કે એ નગર ન જોયા તો શું જોયું ? એવું ઓપેરા હાઉસ માટે પણ  ખરું  . મુંબઈ આવ્યા હો ને ઓપેરા હાઉસ ન જોયું તો તમારી વિઝીટ અધૂરી  .
અને હા, અહીં એક મનગમતો મ્યુઝિકલ શૉ જોવો હોય તો ?




જાન્યુઆરી 2019માં જાહેરખબર જોતા રહેજો અને ફેસબૂક પણ. :)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen