Posts

વો ઉન દિનોં કી બાત હૈ

Image
એ સાલ હતી 1980, મહિનો જૂન. મુંબઈમાં કાયદેસર રહેવાસી બનવાની પ્રોસિજર થઇ ચૂકી હતી. એટલે કે સગાઇ થઇ હતી મારી  . સુરતની કોલેજમાં ફર્સ્ટ યર ભણતી છોકરી માટે અચાનક મુંબઈમાં , તે પણ એક ચોક્કસ સમાજમાં સેટ થવું એટલું અઘરું છે એ મને કોઈ પૂછે. જો કે સમય બદલાઈ ચૂક્યો છે , હવે તો ગુજરાતના છોકરા છોકરીઓ ફાંકડું અંગ્રેજી બોલી શકે છે પણ એ સમયે એટલે કે આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે સ્થિતિ બહુ જૂદી હતી.  એ વખતે મને કહેવામાં આવ્યું કે રમાકાન્ત જઈ  આવ્યા કે નહીં ? ન સમજાયું એટલે  ફોડ પડ્યો લોન્ગ ડ્રાઈવ , મ્યુઝિક ને બટાટાવડાને ન્યાય આપીને પાછા ફરવાનું , બીજું શું ? એટલે કે રમાકાન્ત કોડ હતો રોમેન્ટિક લોન્ગ ડ્રાઈવેનો.  આજે એ વાત યાદ આવી ટીવી પર ચાલતી એક ફ્લેશબેક પિરિયડ સીરિયલને જોઈને  .  ત્યારે ફિયાટ કારમાં એસીની બદલે ડેશબોર્ડ પર એક ભૂરી પ્લાસ્ટિકની પાંખવાળો પાંખો ફરતો રહેતો ને શું એનો અવાજ ,કાર સ્ટીરીઓમાંથી વહેતા લતાજીને પણ ન ગાંઠે  . એની વે , એ સરખામણી ફરી કોઈ વાર પણ આજે ઝિલમિલ વરસાદમાં યાદ આવી ગયા એક સમયના મોસ્ટ ફેમસ બટાટાવા...

લીઝ તો પૂરી થશે 700 વર્ષ પછી પણ કલ હમ હો ન હો

Image
સી લિંક પરથી જમ્પ મારીને આત્મહત્યાના બનાવો બનવા લાગ્યા ત્યારથી મુંબઈ પોલીસ સજાગ થઇ ગઈ ને હવે આખો સીલિંક સર્વેલન્સ હેઠળ છે એટલે આત્મહત્યાના બનાવો ઘટી ગયા છે જેને માટે જવાબદાર સમય સંજોગ ને સમાજને લેખાય છે. આવી બધી વાતો સાંભળીને ક્યારેક ત્રાસ પણ થાય , કે ભાઈ જે થઇ રહ્યું છે તે અત્યારના સમયે જ થઇ રહ્યું છે ? પહેલા થયું જ નહોતું ?  ભ્રુણહત્યા હોય કે લગ્નેતર સંબંધો કે પછી આત્મહત્યા સત્યુગમાં ,  મહાભારતના સમયે પણ થતા હતા ને આજે પણ થાય છે , એમાંથી ન તો 16મી સદી બાકાત છે ન 21મી સદી રહેશે  . એમ કહેવાય કે જે વસ્તુ ને રોજ જોતાં મળતાં હો એની કિંમત ઘટી જાય।  એવું જ કૈંક છે રાજબાઇ ટાવર સાથે  . લંડનમાં હોંશે હોંશે બિગ બેન ટાવર જોનારને ખબર સુધ્ધાં નથી હોતી કે આપણો રાજબાઇ ટાવર બિગ બેનની પ્રતિકૃતિ છે. ન માનવું હોય તો જાતે જઈને જોઈ લેજો  .મુંબઈના વિકાસના તબક્કા તારીખ પ્રમાણે જોઈએ તો રાજાબાઈ ટાવર તો ઘણો મોડો નિર્માણ થયો છે. એ પહેલા તો શહેરને પાણી પૂરું પાડનાર તળાવ (જે આજે પણ મુંબઈગરાની પાણીની જરૂરિયાત પોષે છે ) લઇ , રસ્તાઓ, પોર્ટ ટ્રસ્ટ , શેરબજાર ...

શ્રાદ્ધ ન કરો તો વાંધો નહીં કાગડાભાઈને જમાડજો

Image
 જૂની તમામ પ્રથાને વખોડવી એ આજે આધુનિક દેખાવાની પહેલી વણલખી શરત છે. આજકાલ શ્રાદ્ધનો મહિનો છે. એ વિષે પિતૃઓને કાગડા સાથે સરખાવીને માઈન્ડલેસ કહી શકાય એવી હરકત તો વર્ષોથી કાર્ટૂનરૂપે ચાલતી હતી હવે વૉટ્સએપના માધ્યમથી ચાલે છે.  આપણને તો ખબર પણ નથી ને જાણવાની દરકાર પણ નથી કે જે જૂના નીતિનિયમો ધાર્મિક વિધિ તરીકે જનજીવનમાં વણાઈ ચુક્યા છે એ પાછળ કોઈક ને કોઈક કારણ તો હોવા જ રહ્યા  .  શ્રાદ્ધ ઓગસ્ટ સપ્ટેમ્બર  મહિના દરમિયાન જ કેમ આવે છે ? કાગવાસ શા માટે હોય છે ? એવા કદીય પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યા છે ? આ વિષે થોડું વિચારવાથી જવાબ  મળી જશે.  સૌથી પહેલું કારણ તે વૃક્ષ વાવવાનું અને તેના સંવર્ધનનું. એમ કહેવાય છે ચોમાસામાં કોઈ પણ રોપા કે બીજ વાવો તો એ સામાન્યરીતે એ સરસરીતે ખીલે છે. ખાસ કરીને પીપળો , વડ, લીમડો  .  હિન્દૂ ધર્મમાં જ નહીં બૌદ્ધ ધર્મમાં વડ અને પીપળો અતિશય પવિત્ર મનાય છે. એક વાત તો દરેકે સાંભળી હશે કે પીપળો કપાવનાર નિર્વંશ મારે કે પછી અકિંચન , દરિદ્રતા ભોગવે  . આ વાત કેટલેક અંશે સાચી પડતા જોઈ છે પણ અહીં એ વાત અહીં કોઈ વ...

આને કહેવાય કરિયાવર

Image
મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજ ફરી એકવાર સહેવો પડ્યો  . ગઈકાલે એક તરફ હાલાકી માઝા મૂકી રહી હતી ત્યારે બીજી તરફ મુંબઈકર એક થઈને એ સામે ઝઝૂમી રહ્યા હતા. સ્પિરિટ ઓફ બોમ્બે કે મુંબઈ ફર્સ્ટ એવું બધું કહેવાય અને સાર્થક પણ થાય છતાં જયારે જયારે આ પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ઠેરના ઠેર. સુરતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ જ્યોર્જ ઓક્સડેન, જેઓ માનતા હતા કે માહિમ  પછીનો વિસ્તાર માનવ વસ્તી માટે છે જ નહીં   સરકાર ને પાલિકા પર માછલાં ધોવામાં કસર ન છૂટે , જો કે એમની નિષ્ક્રિયતા સર્વોપરી ખરી પણ 24 કલાકમાં 315 mm વરસાદ કોઈ અમેરિકન શહેરમાં પણ પડે તો ત્યાં પણ આ જ હાલત થાય. આપણે ત્યાં આ થયું  એના એક દિવસ અગાઉ અમેરિકાના હ્યુસ્ટનમાં બોટ ફરતી હતી. ત્યાં વસતાં ઇન્ડિયન મિત્રોએ અમે સેફ છીએ સેફ છીએના એટલા મેસેજ મોકલવા  પડ્યા કે દિવસમાં ત્રણ ચાર વાર બેટરી ચાર્જ કરવી પડી. કોઈનો વાંક તો શું કાઢવો ? પાલિકા જો પોતાનું કામ યોગ્ય રીતે કરે કે નાગરિકો પોતાની યુઝ એન્ડ થ્રોની ગંદી માનસિકતામાંથી બહાર આવે તો હાલાકી તો આવે પણ પરિસ્થિતિ આટલી ખરાબ ન થાય. કાલે એક એક સોશિયલ મીડિયા ને ટીવી ચે...

બાપ્પા મોરિયા કેમ ?

Image
ગણપતિ બાપા ... મોરિયા .... બપ્પા મોરયા રે, બપ્પા મોરયા રે... એવી ધૂન આપણે ગણેશ ઉત્સવ દરમિયાન વર્ષોથી સાંભળીયે છતાં બાપા મોર્રયા કેમ એવો વિચાર તો ક્યારે આવેલો જ નહીં. આ મોરયા કોણ ને એનું નામ ગણેશજી જોડે કેમ લેવાય છે તેની જાણ થોડાં સમય પૂર્વે જ થયેલી. આ મોરયા ગોસાવી એટલે એક એવા ગણેશભક્ત કે જેનું નામ ગણેશજી સાથે આ દિવસોમાં જોડાય છે . અલબત્ત , પૂણે પાસે ચિંચવડમાં મોરયા ગોસાવીએ ગણેશોત્સવ દરમિયાન જ એ મંદિરની મુલાકાતનો યોગ આવ્યો. લગભગ ૧૪મી સદીમાં થયેલાં ( અંદાજિત ) આ ભક્ત નું મંદિર થોડાં નવા રંગરોગાન સિવાય પોતાનો સદી જુનો અસબાબ જાળવી શક્યું છે તે વાત ધ્યાનમાં આવ્યા વિના ન રહે . પાવના નદીને કાંઠે આવેલાં મંદિરનો પાછળનો ઘાટ દશમાની ક્રિયા માટે વધુ જાણીતો હોય તેવું લાગ્યું .ચિંચ એટલે આમલીનું ઘેઘૂર ઝાડ , જેની ઉંચાઈ અને પહોળાઈ કોઈ વડથી ઓછી નહી કદાચ એટલે જ ગામનું નામ પડ્યું હશે ચિંચવડ . ત્યાં છે આ ભક્તની સમાધિ અને ગણેશ મંદિર . જ્યાં સજીવન સમાધિ લીધી તે હવે જાગ્રત મંદિર તરીકે ગણેશભક્તોમાં પૂજાય છે . દંતકથાઓ ઘણી છે . એમ કહેવાય છે કે મોરયા પ્રખર ગણેશભક્ત, પણ એક ગણેશ ચતુર્થીના દિને મંદ...

આ ધર્મ છે કે વિજ્ઞાન ?

Image
થોડાં સમય પહેલાની વાત છે.  પરિવારના સભ્ય એવા હોનહાર યુવાના  હાથ પર ટેટુ જોયું  .વાત એકદમ નિર્દોષ લાગે પણ પત્રકારનો જીવ,  કાર્યરત હો , ન હો., ખણખોદ વિના તો જંપ કેમ વળે ? પૂછ્યું કે કેમ કરાવ્યું ? ક્યાં કરાવ્યું ? જે પાર્લરમાં કરાવ્યું ત્યાં સેફ અને હાઇજીન સ્ટાન્ડર્ડ તો જળવાતું હતું ને ? નવયુવાનોને આ પ્રશ્નો મગજમારી લાગે પણ એ જાણી લેવું જરૂરી છે કે આ ટેટુ જેટલા નિર્દોષ દેખાય છે એટલા જ જીવલેણ પુરવાર થઇ શકે છે જો પોતાની સાથે હેપેટાઇટિસ સીના વાઇરસ સાથે લાવ્યા હોય તો. આજે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને મહદ અંશે વિકાસશીલ દેશમાં સમસ્યા છે ડ્રગ્ઝ અને આ હેપેટાઇટિસ સી ના વાઇરસની  . ડ્રગ્ઝની સમસ્યા તો બૉલીવુડ બતાવે કારણ કે એ દેખીતી સમસ્યા છે , એમાં રોકેલા નાણાંનું વળતર મળી રહેવાનું છે પણ આ  એચસીવીના ટૂંકા નામે લેખાતા યમરાજ વિષે કોઈ ખાસ જાણકારી નથી , જે માત્ર ને માત્ર સંસર્ગ , બ્લડ ટ્રાન્ફ્યુઝનથી ફેલાય છે. ડ્રગ્ઝ એડિક્ટ કે પછી ટેટુપ્રેમીઓ સૌથી મોટા શિકાર છે. એ વાતનો ખ્યાલ આવ્યો એકવાર નજરે જોવાથી   . થોડા સમય પહેલા જોયું તો એક ભીડભાડ વળી ફૂટપાથ પર...

ઈશ લીબે ડીશ

Image
આ યુગની જો શ્રેષ્ઠ ઉપલબ્ધિ હોય તો એ છે કે જે ગીત સાંભળવા કાન તરસી જતાં , એ માટે રેડિયો સ્ટેશન પર કાગળ લખવા પડતાં ને પાછળથી બ્લેન્ક કેસેટ લઇ એને રેકોર્ડ કરાવવી પડતી તેને બદલે હવે ફોનમાં મનગમતું મ્યુઝિક મળે છે. એટલાથી ધરવ ન થાય તો વિઝુઅલ માટે આજે એક નહીં અનેક મ્યુઝિક  ચેનલ સેવામાં હાજર છે. એ પણ એક સે બઢકર એક જેવી. એવી જ એક ફેવરીટ ચેનલ પર ગીત સાંભળ્યું . ફિલ્મ અતિશય પ્રખ્યાત પણ એનું આ ગીત તો જાણે જોયું જ નહોતું , ફિલ્મ નહીં તો ય ચારેકવાર જોઈ હતી અને આ ગીત જે રીતે ફિલ્માવાયું છે તે કઈ રીતે ભૂલી જવાય ? તો ય યાદ ન આવ્યું. એ ફિલ્મ એટલે રાજ કપૂર વૈજયંતીમાલા ને રાજેન્દ્રકુમારના લવ ટ્રાયેન્ગલવાળી સદાબહાર સંગમ , અને ગીત આઈ લવ યુ ... જયારે રાજ ને વૈજયંતી લગ્ન કરી હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ  જાય છે , કદાચ એ કલીપ જોવાથી યાદ આવી જાય. ગીત અચાનક કાને પડ્યું ત્યારે લાગ્યું કે આઈ લવ યુ ઉપરાંત એમાં અન્ય લાઈન છે તેનો અર્થ પણ આઈ લવ યુ જ થતો હશે.  વારંવાર એ ગીત સાંભળ્યા પછી ખ્યાલ આવે કે એના શબ્દો જર્મન ઉપરાંત અન્ય ભાષાના છે, કદાચ રશિયન ... નોટ શ્યોર.... જોવાન...