આ ધર્મ છે કે વિજ્ઞાન ?




થોડાં સમય પહેલાની વાત છે.  પરિવારના સભ્ય એવા હોનહાર યુવાના  હાથ પર ટેટુ જોયું  .વાત એકદમ નિર્દોષ લાગે પણ પત્રકારનો જીવ,  કાર્યરત હો , ન હો., ખણખોદ વિના તો જંપ કેમ વળે ? પૂછ્યું કે કેમ કરાવ્યું ? ક્યાં કરાવ્યું ? જે પાર્લરમાં કરાવ્યું ત્યાં સેફ અને હાઇજીન સ્ટાન્ડર્ડ તો જળવાતું હતું ને ?
નવયુવાનોને આ પ્રશ્નો મગજમારી લાગે પણ એ જાણી લેવું જરૂરી છે કે આ ટેટુ જેટલા નિર્દોષ દેખાય છે એટલા જ જીવલેણ પુરવાર થઇ શકે છે જો પોતાની સાથે હેપેટાઇટિસ સીના વાઇરસ સાથે લાવ્યા હોય તો.

આજે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને મહદ અંશે વિકાસશીલ દેશમાં સમસ્યા છે ડ્રગ્ઝ અને આ હેપેટાઇટિસ સી ના વાઇરસની  . ડ્રગ્ઝની સમસ્યા તો બૉલીવુડ બતાવે કારણ કે એ દેખીતી સમસ્યા છે , એમાં રોકેલા નાણાંનું વળતર મળી રહેવાનું છે પણ આ  એચસીવીના ટૂંકા નામે લેખાતા યમરાજ વિષે કોઈ ખાસ જાણકારી નથી , જે માત્ર ને માત્ર સંસર્ગ , બ્લડ ટ્રાન્ફ્યુઝનથી ફેલાય છે. ડ્રગ્ઝ એડિક્ટ કે પછી ટેટુપ્રેમીઓ સૌથી મોટા શિકાર છે.

એ વાતનો ખ્યાલ આવ્યો એકવાર નજરે જોવાથી   . થોડા સમય પહેલા જોયું તો એક ભીડભાડ વળી ફૂટપાથ પર ફેરિયાની જેમ બે ગુણપાટ પાથરીને એક કપલ બેઠું હતું. પરિધાન સૌરાષ્ટ્ર બાજુ માલધારી રબારીઓ પહેરે તેવાં. તેમની પાસે હતું એક નાનકડું ઇલેક્ટ્રિક મશીન, જેમનાથી તેઓ છૂંદણાં છુંદી આપતાં હતા. આ માટે મોટાં શહેરોમાં વ્યવસ્થિત સુઘડ , આરોગ્યપ્રદરીતે ચાલતાં ટેટુ પાર્લર્સ છે જ પણ ત્યાં વસૂલાતો ચાર્જ આ ઉગીને ઉભાં થતાં નવયુવાનોની ખિસ્સાખર્ચીના બજેટમાં બંધ ન બેસે એટલે આવાં ફૂટપાથ ટેટુવાળાઓની દિવાળી .

મોંઘું એટલું બધું સારું ને સસ્તું એટલું ખોટું એવું કહેવાનો કે એવી ચર્ચાને અહીં કોઈ અવકાશ નથી.
આ માત્ર ખતરનાક જ નહીં જીવલેણ વાત છે. જે સમજયા પછી લાગે કે ન જાણતાં કેટલીયવાર આવાં જોખમો આપણે સામે ચાલીને વહોરી લેતાં હોઇએ છીએ.. આવાં સસ્તાં , ફૂટપાથીયા ટેટુ તમને HIV એઈડ્ઝ , HCV ભેટ આપી શકે.


આજની તારીખે કોઈ HIV એઈડ્ઝ જેવાં વ્યાધિથી અવગત ન હોય એ વાતમાં માલ નથી. જે સામાન્યપણે સેક્સ્યુઅલ ટ્રાન્સમીશન થી કે પછી બ્લડ ટ્રાન્સફ્યુઝનથી ફેલાય છે. HIV માટે એક ખતરનાક એન્ટ્રી પોઈન્ટ છે ઇન્જેકશનની સિરીંજ . એ તમારાં બેદરકાર , લોભી જનરલ પ્રેક્ટીશ્નર ડોક્ટર કે પછી આવી ટેટુની સિરીંજ હોય શકે. આ વાતો અતિ સામાન્ય છે ને ખાસ્સી વિદિત. હવે એક નવો શત્રુ માનવજાતને પજવવા આવી રહ્યો છે તે છે HCV. હેપાટાઈટીસ C વાઇરસ , જે પણ આ જ રીતે સિરીંજથી કે બ્લડ ટ્રાન્સફ્યુઝનથી , બ્યુટી પાર્લરોમાં કરાવતાં મેનીક્યોર પેડીક્યોર થી, સેક્સ્યુઅલ સંબંધથી તમારા શરીરમાં પ્રવેશી જાય છે. HIV પોઝિટીવ વિષે મીડિયાએ જે જાગૃતિ ફેલાવી એવી જાગૃતિ કોઈ અકળ કારણસર આવી નહીં. કદાચ એક કારણ એ હોય શકે કે આ HCV ને આપણે સુશિક્ષિત લોકો પણ ઓળખતાં જ નથી કે પછી કમળો અને કમળી (Hepatitis B) જ સમજીએ છીએ.

 એની ઓળખ જ પ્રથાપિત થઇ ૧૯૮૮ અને પછી. સ્વાભાવિક છે તે પહેલા થયેલી સર્જરી અને બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં તો ક્યાંથી પરખાયો હોય? અને એટલે જ આપણે ત્યાં 1999- 2000 પહેલાં થયેલી કોઈપણ સર્જરી કે બ્લડ ટ્રાન્સફ્યુઝનવાળાઓમાં આ વાઇરસ પોઝિટીવ હોય શકે છે.

એક અંગ્રેજી અખબારનો રિપોર્ટ આ વાતની પુષ્ટિ કરે છે. વાત આટલું જાણવાથી અટકતી નથી. બલકે શરુ થાય છે. આ એવી વ્યાધિ છે જે કાલે વિકરાળ સ્વરૂપે ડરાવી શકે છે. HCV , hepatitis C વાઇરસ આમ તો એક વાર શરીરમાં પ્રવેશી જાય પછી છાનાંમાનાં બેસી રહે. કોઈ પરમ કૃપા હોય તો વારસદારોને જ્યાં સુધી તેમને મળેલો વારસો ( આ વારસાગત છે ) પરેશાન કરે ત્યાં સુધી ખબર પણ નહિ પડે, શક્ય છે તે જોવા આપણે હયાત પણ ના હોઈએ , ને ક્યારેક ત્રણ ચાર વર્ષમાં ખેલ તમામ કરી નાખે. હતાશાત્મક વાત એ હતી કે પાંચ વર્ષ પૂર્વે આ વાઇરસ માટે  દવા છે રસી (વેક્સીન) ટ્રાયલ એન્ડ એરર ધોરણે ચાલતા હતા હવે એ વાત રહી નથી.

લીવર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર્સ એને માટે એક ખાસ બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપે તો લઈને કરાવી લેવી જોઈએ, જો ટેસ્ટ પોઝિટિવ હોય તો તાત્કાલિક ઈલાજ જરૂરી છે. જે પ્રમાણમાં મોંઘો પણ ખરો.
હવે તેને માટે જે મેડિસિન ઉપલબ્ધ છે તેનાથી આ વાઇરસની નાગચૂડમાંથી મુક્ત થવું અશક્ય નથી. છ થી બાર મહિનાનો ઈલાજ વ્યાધિમુક્ત કરી શકે છે.

દર બે વર્ષે એ માટે ટેસ્ટ જરૂરી છે. અલબત્ત એ ફરી દેખા દે એવા ચાન્સીસ ઓછા છે પરંતુ કહી ન શકાય, બીજું લીવરના કોઈ પણ રોગમાં ખાણીપીણી ને રહેણીકરણી સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

આ વિષે તમે ગૂગલ પર, અન્ય અધિકૃત સાઈટ પર જેમ જેમ અભ્યાસ કરશો તેમ તેમ જણાશે કે અરે આ ગાઇડલાઇન તો ખબર છે. જૈન હો તો પ્રશ્ન નથી પણ આજુબાજુ જૈન મિત્રો હોય તો પણ જાણ તો હોવાની જ., વિદેશના સંશોધનો કહે છે કે જૈન ધર્મના નિયમો પાળો ને તંદુરસ્ત રહો.

હવે એક મહત્વની વાત : આ વાત કોઈ ધર્મના પ્રચારક તરીકે અહીં મૂકી નથી. જેને લાંબા , નિરર્થક વાદ વિવાદમાં સમય બગાડવો હોય તેમને અનુરોધ કે તેઓ પોતાના, કે લિવર સ્પેશિયલીસ્ટની સલાહ લે અને જો કુતૂહલ સંતોષવાની ઈચ્છા હોય તો જૈનીઝમનાં નિયમો સાથે સરખાવે.

મને યાદ આવી મારા બાળપણની એક વાત  , જે મને ક્યારેય અમલમાં મૂકવા જેવી લાગી નહોતી . બલકે આજનું વિજ્ઞાન કેવું એડવાન્સ છે એ વાત પાર મુશ્તાક હતી. જન્મે જૈન પણ ઉકાળેલું પાણી જ પીવું જે મારા ઘરમાં નિયમ હતો , એ વાત મને ભારે અરુચિકર લાગતી , કારણકે ઉકાળવાથી પાણી નો સ્વાદ બદલાય જાય છે, અને હા હવે તો વોટર પ્યોરીફાયરનો યુગ . જોવાની ખૂબી એ છે કે એક સૌથી વધુ ચાલતું પ્યોરીફાયર જે પાણીનો ટેસ્ટ પાણીને વાઈનની જેમ માણી શકાય એવો બનાવે છે તે વોટર પ્યુરીફાયરના પાણી પીનાર લોકોમાં વિટામિનની કમી રિપોર્ટ કાર્ડ દેખાડે છે. કારણ એટલું જ  કે એ મશીન શરીરને જરૂરી મિનરલ્સ પણ ફિલ્ટર કરી નાખે છે. વિટામિન  બી  12ના ઇન્જેક્શન લેનાર મિત્રોને જાણ જ હશે.


શાકાહાર એટલે  બટાટા, નો શક્કરીયા, નો રતાળુ .... કાંદા ? જો વાળ ઉતરવા રોકવાના સેરમ વાપર્યા હોય તો એમાં ડાયેટમાં શું ખાવું શું ન ખાવું લિસ્ટ જોશો તો પણ સમજાઈ જશે. બાકી વાત રહી મુખ્ય ,
હવે આવો ફરી HCVની વાત પર.

૧૯૮૮માં જેની ઓળખ થઇ અને આજ સુધીમાં દુનિયાની પાંચ ટકા વસ્તીને ભરડામાં લઇ લેનાર ( આ ૫ % એટલે કે હજી આટલાં જ લોકો બ્લડ રિપોર્ટને કારણે પોતાનાં શરીરમાં લપાઈને રહેલાં શત્રુથી અવગત થઇ ચુક્યા છે, મોટાભાગના લોકોને આ વિષે કોઈ જાણકારી નથી.) આ વ્યાધિ માટે  જાગૃતિ ફેલાવતાં પેજ અને લેખોની ભરમાર છે. જેમાંથી મૂળભૂત સૂર કાઢવો હોય તો તે જૈનીઝમ પર આધારિત નિયમનો જેવો છે. જેની યથાર્થતા હવે રહી રહી ને સમજાય છે.
અને હા,આ કોઈ જેવાં તેવાં સંશોધનો નથી, વિદેશની નામાંકિત હોસ્પિટલો અને ફેકલ્ટી ડીન જેવાં વિદ્વાન લોકોએ કરેલી રીસર્ચ અને ટીપ્પણીઓ છે. જે સહુ કોઈ પોતે નેટ પર , ડોક્ટર્સ અને લીવર સ્પેશીયાલીસ્ટ સાથે રીચેક કરી શકે છે.
૧ . પાણી ઉકાળેલું જ પીવું. એ પછી ફિલ્ટરનું કેમ ન હોય , કારણ કે ફિલ્ટર પણ જો નિયમિત રીતે સાફ ન થયું હોય તો એ બેક્ટેરીયાનું ઉત્પત્તિકેન્દ્ર  હોય છે.
૨ . જમવામાં લીલાં શાકભાજી બહેતર અલબત્ત, ચોમાસાની ઋતુમાં ભાજી અને ચોક્કસ કંદમૂળ તો હરગીઝ નહીં, પચવામાં ભારે એવાં કંદમૂળને બાય બાય , ટા ટા ... ખરેખર તો માંસ ખાસ કરીને રેડ મીટ  , ડ્રિંક્સ , એગ્ઝ નો ઉલ્લેખ પણ છે. એ અહીં ઉલ્લેખવું જરૂરી નથી લાગ્યું કારણ કે મોટાભાગે આપણે ગુજરાતીઓ શાકાહારી જ હોઈએ છીએ. અને દારુબંધીવાળા લોકો સામે દારુની શું વાત કરવી? પણ HCV પેશન્ટ માટે આલ્કોહોલનું સેવન  એટલે હળાહળ  પીવું.

૩. ભૂખ કરતાં ઓછું ખાવું. બે રોટલીની ભૂખ હોય તો એક ખાવી. જૈનોમાં આ વ્રતને ઉણોદરી વ્રત કહે છે. ( ખરેખર તો વિશ્વની ખાદ્ય સમસ્યા દૂર થઇ શકે) .

૪. સહુથી મહત્વની વાત રાતના ડીનરની . રાતનાં જમણ અને શયન વચ્ચે ઓછામાં ઓછો ચારથી છ કલાકનો ગાળો . એટલે કે સુર્યાસ્ત પહેલાં જમણ અને જો એ શક્ય ન હોય તો લાઇટ ડીનર , જે સવારના નાસ્તા કરતાં પણ હળવું હોય..

૫. જમતી વખતે જમવા સિવાય કોઈ કામ ન રાખવું. એટલે કે મોબાઈલ પર ગપ્પાં હાંકતા કે ટેબલ પર દુનિયાભરના રાજકારણની વાતો કરતાં કે પછી જે આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેમ ટીવી જોતા જોતાં હરગીઝ ન જમવું. કારણ? કારણ કે આ બધાં ખોરાક ચાવી ચાવીને ખાવો એ મૂળભૂત સિધ્ધાંત ભૂલાય જાય છે.
લગભગ ૨૦૦ થી વધુ વાંચેલા લેખોની સમરી માત્ર આટલી છે. ફરી એકવાર દોહ્રાવવાનું કે અહીં કોઈ ધર્મનો પ્રચાર કરવા માટે આ પીસ નથી. એવું વિચારી શિંગડા ભેરવવા ઇચ્છનાર પહેલાં આ આખી વ્યાધિ અને તે વિષે થયેલાં સંશોધનોનો અભ્યાસ કરી લે.

HCV વિષે જેમ જેમ જાગૃતિ ફેલાતી જશે તેમ તેમ આ વાતો સમજાતી જશે. બાકી આ વાત ન તો કોઈ ધર્મની સરાહના માટે છે ન કોઈને ઉતારી પાડવા માટે  . આ વિષે પોતાના ડોક્ટર સાથે વાત કરવાથી અભિપ્રાય એ જ મળશે જે અહીં લખ્યો છે.
આધુનિક હોવું સારું , સમય સાથે ચાલવું સારું પણ એનો અર્થ જુનું એટલું આઉટડેટેડ એવાં ભ્રમમાં રહેવું તો ખોટું કે નહીં?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen