ઈશ લીબે ડીશ

આ યુગની જો શ્રેષ્ઠ ઉપલબ્ધિ હોય તો એ છે કે જે ગીત સાંભળવા કાન તરસી જતાં , એ માટે રેડિયો સ્ટેશન પર કાગળ લખવા પડતાં ને પાછળથી બ્લેન્ક કેસેટ લઇ એને રેકોર્ડ કરાવવી પડતી તેને બદલે હવે ફોનમાં મનગમતું મ્યુઝિક મળે છે. એટલાથી ધરવ ન થાય તો વિઝુઅલ માટે આજે એક નહીં અનેક મ્યુઝિક  ચેનલ સેવામાં હાજર છે. એ પણ એક સે બઢકર એક જેવી.

એવી જ એક ફેવરીટ ચેનલ પર ગીત સાંભળ્યું . ફિલ્મ અતિશય પ્રખ્યાત પણ એનું આ ગીત તો જાણે જોયું જ નહોતું , ફિલ્મ નહીં તો ય ચારેકવાર જોઈ હતી અને આ ગીત જે રીતે ફિલ્માવાયું છે તે કઈ રીતે ભૂલી જવાય ? તો ય યાદ ન આવ્યું.



એ ફિલ્મ એટલે રાજ કપૂર વૈજયંતીમાલા ને રાજેન્દ્રકુમારના લવ ટ્રાયેન્ગલવાળી સદાબહાર સંગમ , અને ગીત આઈ લવ યુ ... જયારે રાજ ને વૈજયંતી લગ્ન કરી હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ  જાય છે , કદાચ એ કલીપ જોવાથી યાદ આવી જાય.

ગીત અચાનક કાને પડ્યું ત્યારે લાગ્યું કે આઈ લવ યુ ઉપરાંત એમાં અન્ય લાઈન છે તેનો અર્થ પણ આઈ લવ યુ જ થતો હશે. 
વારંવાર એ ગીત સાંભળ્યા પછી ખ્યાલ આવે કે એના શબ્દો જર્મન ઉપરાંત અન્ય ભાષાના છે, કદાચ રશિયન ... નોટ શ્યોર....

જોવાની ખૂબી તો એ છે કે આટલા સુંદર ગીત અંગે કોઈ ખાસ માહિતી પણ નથી મળતી પણ હવે આજના યુગ માટે એમ કહેવાય છે કે ગૂગલ પર શોધો તો ભગવાન પણ મળી જાય. એવું જ કૈંક થયું અને ત્યારે ખ્યાલ આવ્યો કે એ ખરેખરું કોકટેલ સોંગ છે. ઈંગ્લીશ , જર્મન , રશિયન , ફ્રેંચ શબ્દવાળું પણ એ તો ન જ ખબર પડી કે આ ગીત સંગમ ફિલ્મમાં આ બહેતરીન રીતે વાપરવાનો આઈડિયા કોને આવ્યો હશે ? શંકર જયકિશન ને કે પછી રાજ કપૂર ને પોતાને ?

લાંબી શોધ પછી પણ આ લખ્યું કોને એ તો પ્રશ્ન છે જ, રાજ કપૂરના મોસ્ટ ફેવરીટ એવા શૈલેન્દ્રએ તો આ નથી જ લખ્યું એ વાત તો પાકી.

બાકી રહી વાત સિંગરની. એને ગાનાર છે વિવિયન લોબો , એક એન્ગલો આર્ટીસ્ટ . ને એની પાછળની એક રોચક કહાની.

સંગમ આવી 1964માં , જે સમય હતો મ્યુઝિકની બોલબાલાનો. નાની મોટી રેસ્ટોરન્ટ્સમાં પણ મ્યુઝિક મસ્ટ લેખાતું , ઈરાની કાફે હોય તો પણ  રેડિયો વાગે એથી થોડી વધુ સારી હોય તો જ્યુક બોક્સ ને નામી રેસ્ટોરંટમાં લાઈવ બેન્ડ રહેતાં . ચર્ચગેટની ગેલોર્ડ એ  જમાનાની દબદબાભરી ક્ષણોની સાક્ષી રહી છે.

ગેલોર્ડ એટલી ફેમસ હતી કે તે વખતેના બેમિસાલ નોવેલ રાઈટર ગુલશન નંદાની એક નોવેલ ગેલોર્ડના સીન સાથે શરુ થાય છે , કદાચ નોવેલનું નામ પણ ગેલોર્ડ હતું ...

એ અડ્ડો હતી ક્રિએટીવ લોકોનો. ખાસ કરીને શંકર ગેલોર્ડ એટલી ફેમસ હતી કે તે વખતેના બેમિસાલ નોવેલ રાઈટર ગુલશન નંદાની એક નોવેલ ગેલોર્ડના સીન સાથે શરુ થાય છે , કદાચ નોવેલનું નામ પણ ગેલોર્ડ હતું .જયકિશનનું ટેબલ પણ ફિક્સડ  રહેતું. નિરુપા રોયના હસબન્ડ કમલ રોય પણ અહીંથી જ પોતાનો કારભાર ચલાવતા.
રોજિંદો અડ્ડો હતો એટલે સ્વાભાવિક છે કે શંકર જયકિશનની ધ્યાનમાં ગેલોર્ડના લાઈવ બેન્ડમાં ગાનાર વિવિયન લોબો આવ્યા હોવા જોઈએ ને જેથી મળ્યું એક યાદગાર ગીત. આ વિષે ન તો કોઈ વધુ માહિતી મળે છે ન કોઈ સોર્સ.

લાઈવ બેન્ડ સિંગરે આપ્યું એક હટ કે ગીત ,
એમ કહેવાય છે કે પુડિંગનો ટેસ્ટ ચાખવામાં છે જોવામાં નહીં ... એ તો આ લિન્ક જોઇને જ લાગશે. 


Ich liebe i love you
Ishq hasin i love you
Ya lub luba i love you
Ishq hai ne i love you - 2
Ya lub luba i love you
Ishq hasin i love you
Come shake my hand
And love you is ever
Lets drink happiness
In this world togather
This is the only to
Remember my brother
This is the only to
remember my brother
Ich liebe i love you - 2
Song: Ich Liebe I Love You
Movie: Sangam
Singer(s): Vivian Lobo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen