બાપ્પા મોરિયા કેમ ?





ગણપતિ બાપા ...
મોરિયા ....
બપ્પા મોરયા રે, બપ્પા મોરયા રે...
એવી ધૂન આપણે ગણેશ ઉત્સવ દરમિયાન વર્ષોથી સાંભળીયે છતાં બાપા મોર્રયા કેમ એવો વિચાર તો ક્યારે આવેલો જ નહીં. આ મોરયા કોણ ને એનું નામ ગણેશજી જોડે કેમ લેવાય છે તેની જાણ થોડાં સમય પૂર્વે જ થયેલી.

આ મોરયા ગોસાવી એટલે એક એવા ગણેશભક્ત કે જેનું નામ ગણેશજી સાથે આ દિવસોમાં જોડાય છે . અલબત્ત , પૂણે પાસે ચિંચવડમાં મોરયા ગોસાવીએ
ગણેશોત્સવ દરમિયાન જ એ મંદિરની મુલાકાતનો યોગ આવ્યો. લગભગ ૧૪મી સદીમાં થયેલાં ( અંદાજિત ) આ ભક્ત નું મંદિર થોડાં નવા રંગરોગાન સિવાય પોતાનો સદી જુનો અસબાબ જાળવી શક્યું છે તે વાત ધ્યાનમાં આવ્યા વિના ન રહે . પાવના નદીને કાંઠે આવેલાં મંદિરનો પાછળનો ઘાટ દશમાની ક્રિયા માટે વધુ જાણીતો હોય તેવું લાગ્યું .ચિંચ એટલે આમલીનું ઘેઘૂર ઝાડ , જેની ઉંચાઈ અને પહોળાઈ કોઈ વડથી ઓછી નહી કદાચ એટલે જ ગામનું નામ પડ્યું હશે ચિંચવડ . ત્યાં છે આ ભક્તની સમાધિ અને ગણેશ મંદિર .


જ્યાં સજીવન સમાધિ લીધી તે હવે જાગ્રત મંદિર તરીકે ગણેશભક્તોમાં પૂજાય છે .
દંતકથાઓ ઘણી છે . એમ કહેવાય છે કે મોરયા પ્રખર ગણેશભક્ત, પણ એક ગણેશ ચતુર્થીના દિને મંદિરમાં શ્રીમંતોની બોલબાલામાં મોરયાને પ્રવેશ ન મળ્યો , દુભાયેલાં મોરયા ત્યાંથી નીકળી ગયા તો સ્વયં ગણેશજી મોરયા પાસે ગયા અને પવના નદીને કાંઠે મોરયા દ્વારા સ્થાપિત થયા. એક વાત એવી પણ છે કે મોરયા ગોસાવીના તપનું તેજ ભારે હતું . તેમણે શિવાજી મહારાજની આંખોનો ઈલાજ કરેલો . જો કે આ બધી વાતો પાછળથી જોડાઈ હશે એવું સહેજે માની શકાય કારણ કે કોઈ મોરયાને ૧૪મી સદી ના લેખાવે છે તો શિવાજી મહારાજના ઈલાજની વાત (૧૬૨૭-૧૬૮૦) બંધ બેસતી નથી. છતાં કોઈ કોઈ ભક્તનું મંદિર પણ હોય એનો પુરાવો છે આ મોરયા મંદિર.

શ્રીમંતોના ગણેશજીની વાત ચાલતી હોય તો દગડુ શેઠના ગણપતિને યાદ કરવા પડે.
ખાસ કરીને જયારે એમના દર્શન માટે મહારાષ્ટ્રભરમાંથી ભક્તો ઉમટી પડતા હોય.
ખરેખર તો દગડુ હલવાઈએ નિર્માણ કરેલું ગણેશ મંદિર સ્થિત જ છે પણ ગણેશોત્સવમાં એનું મહત્વ અનેકગણું વધી જાય છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen