આપણે કોણ ?

આજકાલ પૌરાણિક , ઐતિહાસિક સિરિયલોનો યુગ શરુ રહયો છે. સાસ બહુના ઝગડા દાયકા સુધી સહન કાર્ય પછી ઇતિહાસ જોવામાં રુચિ થઇ ત્યાં તો ઇતિહાસમાં તોડમરોડ શરુ થઇ ગઈ. પોએટિક લિબર્ટીને નામે   . હવે એ વાત હજારો વર્ષ પહેલાના ઇતિહાસનું રૂપ લઈને સામે આવી છે. જોવાની  ખૂબી એ રહેશે આ વિષે આપણી પાસે ક્રોસ ચેક કરવા , આપણી કુતુહલતા સંતોષવા માટે પણ સાચા સંદર્ભ ગ્રંથ નથી.



એક જમાનો હતો જયારે એમ કહેવાતું કે હિન્દી ફિલ્મોમાં હિરોઈન મોકલવાનો ઈજારો સાઉથનો છે ને હીરો , હીરો તો પંજાબ કે ઉત્તર ભારતથી જ હોય. પૃથ્વી રાજ કપૂર ,રાજ કપૂર, દેવ આનંદ , દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર  થી શરૂ કરીને રાજેશ ખન્ના , વિનોદ ખન્ના , શશી રિશી જે બોર્ન  એન્ડ બ્રોટ અપ ભલે મુંબઈમાં થયા હોય પણ મૂળ ઉત્તરભારતના, ત્યાંથી લઈને  શાહરુખ , સલમાન ,અક્ષય  .... યાદી બહુ લાંબી છે. હા, કોઈક અપવાદ હોય શકે જેમ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોલકોત્તા, આમિર ખાન મુંબઈ ચા પોરગા  પણ મૂળ તાપસો તો પછી નવી ચર્ચાને સ્થાન મળે.

આ વાત અકારણે જ ધ્યાનમાં આવી. થોડા દિવસ પહેલા change,org  foundation પર થયેલી એક અપીલને કારણે.
સામાન્યરીતે આ માધ્યમનો ઉપયોગ   બળકટ મુદ્દા પર જાહેર પિટિશન સાઈન થાય છે, જેમ કે ગૌસેવા , કતલખાના , પ્રાણીઓ પરત્વે ક્રૂરતા અટકાવવાથી લઈને સિંગલ સ્ત્રીને એકોમોડેશન કેમ ન મળી શકે એવા ઈશ્યુ પર.

આ વખતે જે મુદ્દા માટે મેઈલ મળી એ ચકિત કરી ગઈ . એ હતી હાલ ચાલી રહેલી સિરિયલ આરંભનું પ્રસારણ બંધ કરવાની . ત્યાં સુધી તો એ સિરિયલ ખાસ ધ્યાનથી જોઈ પણ નહોતી  . એમાં ઉલ્લેખાયેલા મુદ્દા પરથી ખ્યાલ આવ્યો  સ્ટોરીલાઇનનો, જેમાં વાત  આર્ય અને દ્રવિડ લોકો વચ્ચે સદીઓ પૂર્વે થયેલા સંઘર્ષની છે.  સ્ટોરીલાઇન પ્રમાણે અહીં રાજ દ્રવિડો કરે છે ને આર્ય ભટકતા ભટકતા કોઈ સારા, શાંતિથી વસી શકાય એવા પ્રદેશની શોધમાં આવી ચડે છે. અને પછી આરંભ બે સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષનો. વાત તો છે બાહુબલી જેવી, થ્રિલર કમ હિસ્ટ્રી (કાલ્પનિક) ,પણ એમાં સ્ટારકાસ્ટ જોઈને ખ્યાલ આવ્યો કે હીરો લોગ કેમ ઊંચા , પડછંદ ,ગોરા હોય છે. રજનીકાંત , મોહનલાલ ગમે એવી ફેન કલબ ધરાવે પણ વિશ્વના કોઈ પણ દેશમાં જાવ જે કામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કર્યું છે એ જોઈને માનવું પડે કે આ લોકો ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તો છે જ. 

હીરો લોગની સરખામણી એટલે કરવી પડી કારણકે સામાન્યરીતે આપણાં બોલીવુડમાં ટોલ , ફેર એન્ડ હેન્ડસમનો ચાલ છે. જયારે હિરોઈન શ્યામલી હોય તો ચાલે પણ નાજુક , શાર્પ ફીચર્સવાળી હોવી જરૂરી છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પણ વર્ષો સુધી વૈજયંતિમાલા , હેમામાલિની , રેખા, શ્રીદેવી  ... 

એવી જ કોઈક સ્ટોરીલાઇન પર આ સિરિયલ આધારિત છે. પિટિશનરે પિટિશન ફાઈલ એટલે કરી હતી કે જે વાત બની જ નથી તે કાલ્પનિક , કપોળ કલ્પિત સ્ટોરી ને કારણે  ક્યાંક બે સંસ્કૃતિ જે વચ્ચે હવે કોઈ ભેદ જ નથી રહ્યો તે ફરી કોઈ સંઘર્ષમાં ન અટવાઈ જાય.
અલબત્ત, આ આખા વિષય પર પાર વિનાની ચર્ચા વાંચવા મળશે, જે વાંચ્યા પછી પણ કોઈ એક મત પર આવવું ભારે  મુશ્કેલ છે.
જો બાહુબલિના લેખક કે.વી  વિજયેન્દ્ર પ્રસાદે  એમ જ તો નહિ લખ્યું હોય , સાચી કે ખોટી કોઈક થિયરી તો વાસ્તવિકતાની નજીક હશે જે સદીઓ પૂર્વે વિસરાઈ ચૂકી છે.જે વિષે જાણકારી ન હોય પણ પુરાણા તમિલ ગ્રંથોમાં ક્યાંક જળવાઈ રહી હોય એવું પણ બને ને!!


એક થિયરી એમ કહે છે 150 વર્ષ પૂર્વે ચાલાક અંગ્રેજોએ આપણને આપણા જ દેશમાં પરદેશી બનાવવા આ થિયરીનું તૂત મનમાં નાખ્યું કે આર્ય બહારથી આવ્યા હતા. એમને શિક્ષણમાં આ બીજ નાખ્યું ,હકીકતે મૅક્સમુલર એ થિયરીનો અસ્વીકાર  કર્યો હતો. પણ , કદાચ આપણામાં જ કોઈક ખોટ કે દક્ષિણ ભારતીય લોકો ઉત્તર ભારતના લોકોને હજી આઉટસાઇડર મને છે. ખુલ્લેઆમ નહીં પણ મનમાં ક્યાંક ખૂણે આ બીજ ધરબાયેલું છે. વર્ષો પૂર્વે એક તમિલ મિત્રે એક આડવાત તરીકે ઉલ્લેખ કરેલો કે ,દ્રવિડનો અર્થ જ થાય છે દ્રવ પાસે રહેનાર, એટલે કે પાણી,દરિયા પાસે રહેનાર  . શ્રીલંકામાં રહેનાર વર્ગ પણ દ્રવિડ લેખાય છે ને જાવા સુમાત્રામાં સ્થાયી થયેલી આ પ્રજાતિ આજે પણ ત્યાં હિન્દૂ નહીં દ્રવિડ લેખાય છે.

એક મોટો વર્ગ મને છે કે આર્ય ઈ.સ પૂર્વે લગભગ 1500 થી 5000 વર્ષ પૂર્વે આવ્યા હતા. હકીકતે છેલ્લાં 15000 વર્ષથી કોઈ એ પ્રકારની હિજરત , માઈગ્રેશન ઇતિહાસે નોંધી નથી. એક થિયરી પ્રમાણે આ જો થયું હોય તો તેનો ગાળો 30,000 વર્ષ પૂર્વેનો હોવો જોઈએ, આ એક થિયરી છે જેને રસ હોય તે એની પર સંશોધન કરી શકે છે. આ વિષે પુષ્કળ પુસ્તકો લખાયા છે અને એ ઓનલાઇન બુક સ્ટોરમાં મળી શકે છે. એટલે વાંચવા પહેલા
આર્યના નામે કે ધર્મને નામે  લડવા ઝગડવા ધસી આવવું નહીં  .


આર્ય શબ્દનો અર્થ છે પ્રગતિશીલ. પ્રાચીન આર્ય ધર્મમાં પ્રાકૃતિક દેવ પૂજાતાં હતા, જેને  આજે આપણે માત્ર હિન્દૂ જ નહીં ,પારસી અને ગ્રીક લોકો પૂજે છે. જે અંગે ઋગ્વેદમાં લખાયું છે તેને મળતી વાતો અવેસ્તામાં પણ છે ને ઇલિયાડ ને ઓડીસીમાં પણ , એના પરથી એક થિયરી એવી છે કે 5000 વર્ષ પૂર્વે ઈરાન અને ગ્રીસથી લોકો આવીને સરસ્વતી , સિંધુના કિનારે સ્થાયી થયા.  નદીના કિનારે સંસ્કૃતિનો ઉદ્ભવ સામાન્ય વાત છે. સિંધુ પરથી અસ્તિત્વમાં આવ્યો શબ્દ હિન્દૂ.
અંગ્રેજીમાં જેને ઇન્ડસ વેલી સિવિલાઈઝેશન કહેવાય છે એનો વિસ્તાર જોવાથી પિક્ચર વધુ આસાન થઇ જાય.

આપણા માટે ઈન્ડસની શાખાઓ tributaries  : દ્રાસ, સુરુ (કારગિલ)એટલે શતલજ , બિયાસ, ચેનાબ, જેલમ , રાબી , ઝંસ્કાર જે પંજાબ કાશ્મીર પૂરતી છે. 
આ નદીની શાખાઓ અને એની પાર વિસ્તરેલી સંસ્કૃતિ વિષે જાણવા પૂર્વે એનો વિસ્તાર જાણી લેવો જોઈએ  . એમ જ થોડું  કહેવાય છે કે નદીના મૂળ ને સંન્યાસીના કૂળ પૂછવા નહીં?

 લો શેંગે ઝાંમ્બો (તિબેટ) જે સિંધુનું મૂળ લેખાય છે.  હુંઝા, શ્યોક (ગિલગિટ, વિવાદાસ્પદ ઇન્ડિયન , પાક લેન્ડ), પંજનાદ (પાકિસ્તાન), કાબુલ (હિન્દૂ કુશ પર્વતમાળા, અફઘાનિસ્તાન ),  ગોમલ (પાક- અફઘાનિસ્તાન ), સુરુ ઝનોબ,સ્વાત (ખૈબર પાસ , બલુચિસ્તાન,પાકિસ્તાન), ગિલગિટ (ઉત્તર પાકિસ્તાન), સોન (પંજાબ પાકિસ્તાન) , કુનાર (અફઘાનિસ્તાન) , કુર્રમ (અફઘાનિસ્તાન).

આ નદીઓના ફળદ્રુપ વિસ્તારની લાલચ આર્યોને ખેંચી લાવી એમ મનાય છે. જે આ બહુ ચર્ચિત સિરિયલનો થીમ છે. વાસ્તવિકતા સત્ય કરતાં કંઈ ગણી વધુ હેરતકારી હોય શકે છે. એ વાત જુદી છે કે હવે આર્યને બહારના તત્વ કહેનારને સહુ કોઈ વખોડી કાઢે , અને એ પુરવાર કરવું માત્ર અઘરું નહીં અશક્ય પણ છે છતાં મનાય છે કે આર્ય ઈરાન , યુનાન , રોમ ને જર્મનીથી આવ્યા હતા.ખાસ કરીને ઈરાન જેમાં પિતૃ (ઈરાની ઉચ્ચાર પિત્રો)ની પૂજા થી લઇ અતિથિઓનો આદર સત્કાર શામેલ છે. જૈન , બૌદ્ધ ધર્મ નવા હતા, એમને પોતાના સિદ્ધાંતોને અલગ રીતે આ પ્રણાલીમાં જોડી લીધા  .

મહર્ષિ અરવિંદે ક્યાંક કહ્યું હતું કે આર્યો બહારથી આવ્યા હતા, જેની સંભાવના યુરેશિયા (આજનું)હોય શકે. પણ આ બધી થિયરીઓને હવે નકારી દેવામાં આવી છે. તે છતાં વિવાદ એવી ચીજ છે જે સમયાંતરે માથું ઊંચક્યા કરે છે , અને શું કામ નહીં ?
 પૌરાણિક ગ્રંથો, કહાની ને ઋગ્વેદને ટાંકીને ઘણાં વિદ્વાનોએ એવા ઉલ્લેખ કાર્ય છે કે આયોના આક્રમણ પછી દ્રવિડ પ્રજા દક્ષિણ અને પૂર્વ એશિયા તરફ  ખસી ગઈ. આર્યોએ હિમાલય , વિંધ્ય વચ્ચે આર્યાવર્ત (ઉત્તર ભારત)માં કબ્જો કર્યો હતો.જે આર્યોની આદિ ભૂમિ મનાય છે. 




આ વિવાદનું બીજ ક્યાંક તો જરૂર છે.આર્ય પ્રજાતિ માટે વિદ્વાનોમાં ભારે વાદવિવાદ છે. એમ મનાય છે કે એક જ ભાષા બોલનાર એક જ સ્થાને રહેનાર લોકો દુનિયાના વિવિધ  પ્રાંતમાં ગયા  જેમાંથી એક જૂથ મધ્ય એશિયા ને કાશ્મીર સુધી આવ્યું , અલબત્ત ભારતીય સાહિત્ય , પ્રાચીન ગ્રંથમાં એ વિષે કોઈ અછડતો ઉલ્લેખ પણ મળતો નથી. પણ એવું માનવાને કારણ છે કે એ વાતો દક્ષિણ ભારતીય સાહિત્યમાં ક્યાંક વણાઈ હોવી જોઈએ.
આગ વિના ધૂમાડો તો ક્યાંથી હોય ?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen