લગી કૈસી યે લગન ....

એવું તો ક્યારેય ન બને કે મેઘરાજા મન મૂકીને વરસે ને  આ ગીત મનમાં ન ગૂંજે  . ફિલ્મ અમિતાભની છે પણ ક્યારે આવી ને ક્યારે ગઈ ખ્યાલ નથી એટલે બિલકુલ ફ્લોપ હશે એવું ન માનવાને કારણ નથી. 
કોલેજમાં હતા ત્યારે પણ આ ગીત અતિશય પ્રિય હતું , માત્ર ને માત્ર મ્યુઝિક અને લિરિક્સ માટે, એ ક્યાં કઈ રીતે પિક્ચરાઇઝ થયું છે એ મહત્વનું નહોતું  . હા, મરીનડ્રાઈવ ફક્ત જાણીતું લાગતું કારણકે તે વખતે લગભગ દરેક હિન્દી ફિલ્મમાં એક સીન તો આવતો જ , અને પછી જયારે મુંબઈમાં વસવાટ કરવાનો આવ્યો ત્યારે અચાનક એક દિવસે ખ્યાલ આવ્યો અરે, આ તો ચર્ચગેટ, મરીનડ્રાઈવ, ચર્ચગેટ , ફોર્ટ , ક્રોસ મેદાન , બોમ્બે હાઇકોર્ટ, ફાઉન્ટન  .... જ્યાં રોજ સવાર ઉગે અને સાંજ આથમે  ...
ચાલીસ વર્ષ જૂનું આ ગીત હજી સદાબહાર છે. કશું જ જૂનું બોઝિલ નથી લાગતું , ન તો મૌસમીની મુગ્ધતા ન અમિતાભની નિર્દોષતા, અને સદા બહાર મુંબઈ , હા, થોડું જે બદલાયું છે તે છે મરીન ડ્રાઈવની પાળ. એ સમયે આટલી બધી બિસ્માર  હાલતમાં હશે એ કલ્પના નથી થતી. હવે એ ખરેખર માણવાલાયક બની છે , એ વાત જૂદી છે કે આપણે સરેરાશ ભારતીય સ્વચ્છતાના કોઈ પાઠ ભણ્યા નથી એટલે ક્યારેક ગંદકી દેખાય જાય , જો એ સચવાય તો ભલભલા વિદેશીઓ જેને જોઈને અભિભૂત થઇ જાય છે તેનો દમામ માનવો  લેવો પડે. 
આજે ચઢેલી હેલીને કારણે મરીન ડ્રાઈવને મળીને નહીં તો માણીને તો યાદ કરી લઈએ.
https://www.youtube.com/watch?v=cmD6GfZgKX8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen