Posts

ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડીયાં

Image
ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડી, ગુલાબ જલેબી  ઔર  કુલ્લડ કી મસાલા ચાય   જીને કો ઔર ક્યા ચાહિયે ?  જયપુર જવાનું  હોય એટલે શોપિંગ લિસ્ટ લાબું થઇ જાય , ભાઈઓનું તો ખબર નથી પણ બહેનો માટે ખરું જ ,  બાંધણી , લહેરિયાના દુપ્પટ્ટાથી લઇ ખુસ્સા , જૂતી , પાચી ને કુંદનની જ્વેલરી , એ પછી રિયલ હોય કે ચાંદી પર કે પછી આર્ટિફિશિયલ  .  બધાની ઉપરવટ હોય તો એક તે છે ગજક , ને પ્યાજ કચૌડી. પિંક સિટી જયપુરની મુલાકાત લઈને પાછા ફરવાનો સમય આવે ત્યારે એરપોર્ટ પર લગભગ દરેક પ્રવાસીના હાથમાં બ્રાઉન પેપરની  બેગ દેખાયા વિના ન રહે. ઉપર લાલ અક્ષરમાં લખ્યું હોય રાવત . હા એ જ રાવતની કચૌડી ને ગજક એટલે કે આપણી ચીકી  . એમાં પણ શિયાળો હોય ને ટેમ્પરેચર સવારે અગિયાર ને મધરાત્રે ચાર ડિગ્રી થતું હોય તો આ ગજક , કચૌડી ને મસાલા ચાયની લિજ્જત વિચારી લેવાની હોય. પ્યાજ  કી કાચોરી એ એક પ્રકારનો  રાજસ્થાની નાસ્તો છે, આપણાં ફરસાણ જેવું જ એક , પણ મસાલેદાર , તળેલું , મેંદાનું પડ એને ડાયેટ કરનાર માટે  વધુ  પાપ સમાન  . ઝીણી સમારેલા કાંદા...

જયપુરી પ્યાજ કચૌડી

Image
જયપુર જવાનું  હોય એટલે શોપિંગ લિસ્ટ લાબું થઇ જાય , ભાઈઓનું તો ખબર નથી પણ બહેનો માટે ખરું જ ,  બાંધણી , લહેરિયાના દુપ્પટ્ટાથીય લઇ ખુસ્સા , જૂતી , પાચી ને કુંદનની જ્વેલરી , એ પછી રિયલ હોય કે ચાંદી પર કે પછી આર્ટિફિશિયલ  .  આ બધાની ઉપરવટ હોય તો એક તે છે ગજક , ને પ્યાજ કચૌડી  .પિંક સિટી જયપુરની મુલાકાત લઈને પાછા ફરવાનો સમય આવે ત્યારે એરપોર્ટ પર લગભગ દરેક પ્રવાસીના હાથમાં બ્રાઉન પેપરની  બેગ દેખાયા વિના ન રહે. ઉપર લાલ અક્ષરમાં લખ્યું હોય રાવત . હા એ જ રાવતની કચૌડી ને ગજક એટલે કે આપણી ચીકી  . એમાં પણ શિયાળો હોય ને ટેમ્પરેચર સવારે અગિયાર ને મધરાત્રે ચાર ડિગ્રી થતું હોય તો આ ગજક , કચૌડી ને મસાલા ચાયની લિજ્જત વિચારી લેવાની હોય. પ્યાજ  કી કાચોરી એ એક પ્રકારનો  રાજસ્થાની નાસ્તો છે, આપણાં ફરસાણ જેવું જ એક , પણ મસાલેદાર , તળેલું , મેંદાનું પડ એને ડાયેટ કરનાર માટે  વધુ  પાપ સમાન  . ઝીણી સમારેલા કાંદા  સાંતળીને બાફેલા બટાટા સાથે મિક્સ કરીને મેંદાની પુરી વચ્ચે ભરેલો એ માવો  .આ કચૌડી એટલી તો મશહૂર છે કે જયપુ...

હાલ ને જાઈયે ગામડે

Image
એક જમાનો હતો , ગુજરાતી ફિલ્મો એટલે ભાભુ ઢોર ચારતાં જેવી ફિલ્મો  .  ચોયણી ને કળીબંધ ચુડીદાર , માથે સાફો , રંગરસિયા કલરફુલ પાઘ પહેરે , બસ એટલો જ ફેર. ગામડાની ગોરી એટલે ઘમ્મરિયાળો ઘાઘરો , લાલ બાંધણી , લહેરિયા , એમાં પણ માથે ઓઢ્યું હોય , હાથમાં બલોયા , ગાળામાં હાંસડી ,  પગમાં કડલાં  , માથે બેડું  ...  હવે એ યુગ ફિલ્મોમાંથી પણ ગયો તો રિયલ લાઈફની તો શું વાત કરવી ?  પણ જો, એક દિવસ એ વાતાવરણમાં રહેવાની મોજનો વિકલ્પ મળે તો ? ગુજરાતમાં હોય તો જાણ નથી પણ દિલ્હી પાસે એ વિકલ્પ મળે. અલબત્ત, વાસ્તવિક તો નહીં પણ વાસ્તવિકતાની એકદમ નજીક. દિલ્હીની અમારી ટ્રીપનું સ્ટાર અટ્રેક્શન જ હતું આ પ્રતાપગઢ ફાર્મ  . હોલીડે એટલે મોલ, મલ્ટીપ્લેક્સમાં મૂવી કે પછી પબ હૉપિંગ નહીં. ગામડાનો અનુભવ અને એની મઝા માત્ર એક દિવસ માટે  . જઝ્ઝર  રેલવે સ્ટેશન નજીક આવેલું પ્રતાપગઢ ફાર્મ છે તો  હરિયાણામાં , પણ દિલ્હીથી માત્ર બે કલાક દૂર. એક એવી જગ્યા , જે પ્રકૃતિની  મનોહર સુંદરતાને પ્રાકૃતિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે,  દિલ્હીવા...

ક્યા કહાની ક્યા સચ ?

Image
કહેવાય છે કે સત્ય કલ્પના કરતા વધુ વરવું હોય છે . તો ઘણીવાર સત્યના નામે દંતકથામાં મઢીને જન્માવેલી  કાલ્પનિક કથાઓ રસપ્રદ ભલે લાગે પણ વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે.  એવી જ કહાની છે અપૂર્વ સુંદરી ચિતોડની રાણી પદ્મિની એટલે કે પદ્માવતીની  . પ્રેમ, લોલુપતા ને સમર્પણ જેવા ઇમોશન્સથી ભરપૂર ડ્રામેટિક એવી  સંજય લીલા ભણસાલીની પદમાવતી આવી રહી છે ત્યારે એક બાજુ સર્જાયો છે તોડફોડનો માહોલ ને બીજી તરફ છે નરી ઉત્સુકતા. રાણા રતનસિંહ રાવલ ,રાણી પદ્મિની  ને અલ્લાઉદીન ખિલજી .  એક એવી દંતકથા જે  આજે પણ જીવે છે જેને કારણે  ચિતોડ જનાર પ્રવાસી  રાણી પદ્માવતીએ જ્યાં જૌહર કર્યું તે અગ્નિકુંડ જોવા ઉત્સુક હૉય છે અને દિલ્હીની મુલાકાત લેનાર મેહરૌલીમાં રહેલા અલ્લાઉદીન ખિલજીની યાદસમા ખંડહર જોઈને વૈમનસ્ય તાજું કરે છે.  આ આખી વાર્તા  આધારિત છે પદ્માવત નામના ગ્રંથ પર. મલિક મહોમ્મદ જાયસી નામના કવિએ અવધિ ભાષામાં લખેલો ગ્રંથ ખરેખર સત્યકથા પાર આધારિત છે ?  કે પછી જેને પોએટિક લિબર્ટી કહે છે તેવી કાલ્પનિ...

ખિચડી બારે માસ !!

Image
ખિચડી  ક્યારે અને કઈ રીતે  ભારતના તમામ લોકોની સિગ્નેચર ડિશ બની ગઈ ?  થોડા સમય પહેલા ઉઝબેકિસ્તાન જવાનું થયું. મનમાં હતું કે ભૂખે મરી જવાશે આ દેશમાં. એ વાત તદ્દન ખોટી પણ નહીં.ઉઝબેક લોકોને અમે વેજિટેરિયન છીએ એ જાણી એટલી તો નવાઈ લગતી હતી કે, માણસ ઘાસપાંદડા પર જીવી જ કઈ રીતે શકે ?  પણ, એ બધી વાત તો ઠીક પણ સહુથી મોટી નવાઈ તો અમને લાગી , એમની  કીચરી જોઈને .  હા,   આપણી ખીચડી તેમની કીચરી , ફર્ક એટલો કે આપણે ત્યાં મગ , તુવેરની દાળ કે પછી છોતરાંવાળા મગની દાળનો વિકલ્પ છે એમની પાસે દાળ જેવો કોઈ વિકલ્પ નથી, બલ્કે હાથમાં આવે એ બધા કઠોળ ને શાકભાજી પડે, રાજમા , મગ સાથે મસૂર પણ અને ચિકન કે મટન પણ , જો ચિકન મટનનો વિકલ્પ ન હોય તો એને દૂધમાં પકવાય અને જે લીલા શાકભાજી ઉગે તે પણ પડે જેમ કે ગાજર, ફણસી , વટાણા, પાલક,રોકેટ (ભાજી). પણ, હા આપણી જેમ એમની પાસે બારે માસ ખીચડી ખાઈ શકવાનો વૈભવ નથી. શિયાળો એટલો જાલિમ કે પાંદડું ન ઉગે , એમનું નવરોઝ એટલે કે પારસી નવરોઝને દિવસે જ નવું વર્ષ બેસે અને વસંત બેસવાની શરૂઆત થાય ને  ઘરે ઘર આ કીચરી ખીચડી મરચા...