Posts

Showing posts from July, 2017

જો તમારું ઘર ગંદુ તો મન ગંદુ

Image
હમણાં એક મિત્રને ત્યાં  અચાનક જવાનું થયું. ઘરના હાલહવાલ જોવા જેવા હતા. લિવિંગ રૂમમાં ધોવાયેલાં કપડાં ધોબીની રાહ જોતાં હોય એમ સોફા પાર બિરાજમાન હતા,  થોડું પાણી ઢોળાયેલું પડ્યું હતું ,  ડૉગીએ પાણી પીતાં ઢોળ્યું હોય કે પછી  ..... , ને બે ડોગી એવા ધમાલ ચડ્યા હતા ને તે પણ સોફા પર. સોફા કુશન્સ જમીન પર પડ્યા હતા. સવારના વંચાઈ ગયેલા છાપાં ફરફર થતાં સાઈડ પર ઢગલો થઈને બેઠાં હતા.  શૂઝ કાઢીને ક્યાં મૂકવા એની કોઈ તાલીમ જ ન મળી  હોય તેમ સોફાની નીચેથી ડોકિયાં કરતા ચપ્પલ પડ્યા હતા. કિચન ને બાથરૂમ તો એથીય જાય એવી અવસ્થામાં હતા. ટોઇલેટની સીટ ભીની, ફ્લોર પર પાણી , કિચનમાં સિંકમાં થોડો ઘણો એંઠવાડ ને સૌથી ડરામણું દ્રશ્ય ભરબપોરે વંદા બાગમાં ફરતા હોય એમ લટાર મારવા નીકળેલા  . તમને જો એવું લાગ્યું હોય કે મારા ચહેરાના હાવભાવ જોઈ મારી મિત્ર થોડી ક્ષોભિત થઇ હશે તો તમારી ધારણા બિલકુલ ખોટી છે. એને તો ખૂબ જ ઉમળકાભેર આવકાર આપ્યો એટલું જ નહીં સોફા પર પડેલા કપડાં ઉઠાવીને બેસવા માટે જગ્યા પણ કરી આપી ને સલાહ પણ આપી દીધી : આ બધું જોઈને આંખ ને મોઢું બં...

મેલ કરવત મોચીના મોચીના ન્યાયે ....

Image
આમ તો આ બ્લોગ પર પોલિટિકલ વાત કે લેખ ન જ લખવા એવું મનોમન નક્કી કર્યું હતું પણ કહેવાય છે ને મેલ કરવત મોચીના મોચી  , એ જ રીતે એકવાર પત્રકાર સદા પત્રકાર  . જે રીતની અફરાતફરી ચાલી રહી છે ગુજરાતમાં ત્યારે મનમાં એક પર્સનલ ફેવરિટ સોન્ગ આ સિચ્યુએશનને ફિટ થતું લાગ્યું  . મજરૂહ સાહેબનું લખેલું એ ગીત , અનુ મલિકે કમ્પોઝ કર્યું છે. ફિલ્મ છે અકેલે હમ અકેલે તુમ   .....આમિર ને મનીષા કોઈરાલા , કુમાર સાનુ ને અલકા યાજ્ઞિકે ગયેલું   .... 95માં આવેલી ફિલ્મનું સોન્ગ વન ઓફ ધ ફેવરિટસ  હતું પણ સાવ વિસરાઈ ગયેલું  . હવે શું કહેવું આગળ ? કોંગ્રેસના વિધાનસભ્યોએ યાદ કરાવ્યું ? લિરિક્સ  વાંચશો તો તમે પણ અમારા મત સાથે સહમત થશો.   आये न दामन अब हाथ मे पाना तुमको मुमकिन ही नही सोचे भी तो हम घबराते है दिल हमको कभी समझाता है हम दिल को कभी समझाते है https://www.youtube.com/watch?v=mCP6WVbvGLc

મુંબઈ મેરી જાન : બમ્બૈયા વારાણસીને ગ્રહણ લાગ્યું છે બેહાલીનું

Image
ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. રાજા ભીમદેવને યશકલગી પહેરાવાય છે મુંબઈમાં સભ્યતા સંસ્કૃતિ જનજીવન વિકસાવવા માટે પણ હકીકત તો એ છે કે ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. સમય હતો સમ્રાટ અશોકનો, મૌર્ય સામ્રાજ્યનો. એ વખતે આ ટાપુઓ પર હિન્દૂ અને બૌદ્ધ સંસ્કૃતિ વિકસી હતી. ખાસ કરીને બૌદ્ધ  ભિક્ષુઓ ધર્મપ્રચાર માટે ફરતા એટલે નિવાસ માટે જે વિહારનું નિર્માણ કરતાં તે માટેની મગધસમ્રાટ અશોકે આપી હતી તેના પુરાવા આજે પણ છે. જ બોરીવલીની કાન્હેરી કેવ્સ , અંધેરીમાં મહાકાલી ગુફાઓ આજે પણ અડીખમ છે. જેની વાત ફરી કોઈવાર  . મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી આ ટાપુઓ સાતવાહન રાજનો ભાગ બની રહ્યા અને ત્યાં સોપારા બંદર (આજનું નાલા સોપારા)વિકસ્યું હતું તેવું મનાય છે. સોપારાથી સીધો વહાણવ્યવહાર રોમ સુધી ચાલતો હતો. આ વાત છે ઈ.સ પૂર્વેની . આ ઉલ્લેખ વિખ્યાત ટ્રાવેલર ટોલોમીએ કર્યો છે, હેપ્તનેશિયા તરીકે. એ પછી ટાપુઓએ બહુ ચડતી પડતી જોઈ. સતવાહનની પડતી પછી પશ્ચિમ મહારાષ્ટ્રના અ...

ઈશ્વર સ્ત્રી હશે કે પુરુષ ?

Image
થોડા વર્ષ પૂર્વે બ્રિટનમાં એક અનોખી જંગ છેડાઈ હતી  કે ગોડને પુરુષ કહેવા કે સ્ત્રી ? એટલે ગોડ He   હશે કે She  ? તાજેતરમાં એક મિત્રે સુંદર વાત કહી. વાતનો સૂર હતો એ હતો  કે કહેવત એવી છે કે ઈશ્વર સર્વત્ર પહોંચી ન શકે એટલે એને સર્જન કર્યું માતાનું. એમાં દંભ ખરો  કે નહીં ? અલબત્ત, ગુજરાતીમાં આ વાતમાં રહેલો દંભ છાંટો છતો થતો નથી, પણ, મૂળ આ કહેવત છે અંગ્રેજીમાં। વાત એમ કહેવાય છે કે , God could not be everywhere, and therefore he made mothers. આ કહેનાર છે રૂડયાર્ડ કિપલિંગ પણ બાઇબલ તો એથી એક સ્ટેપ આગળ વધીને કહે છે કે ઈશ્વર જયારે સૃષ્ટિનું સર્જન કરીને થાક્યા ને છઠ્ઠે દિવસે સ્ત્રીનું સર્જનકર્યું , મન લગાવીને કર્યું , ને પછી સ્ત્રીને  આમ નાજુક હૈયું ને તેવું મગજ ને આમ આંસુ ને તેમ સ્મિત  .... ટૂંકમાં વખાણના ટનબંધ  પિંડ  સાથે  સ્ત્રીનું સર્જન થયું  .  હવે દંભની વાત ત્યાં આવી કે બાઇબલ ને વિદ્વાનો તમામે આપણા મનુની જેમ ધારી લીધું કે ઈશ્વર સ્ત્રી નહીં પુરુષ જ હશે. આ વાત દુનિ...

મુંબઈ મેરી જાન : જો ગઝની આવ્યો જ ન હોત તો ?

Image
આપણે ફિલમેકર્સને  કોસવામાં શૂરા છીએ. એમાં પણ ખાસ તો ઐતિહાસિક કે પછી કોઈક મહાન ક્લાસિક કૃતિ પર આધારિત ફિલ્મોમાં લેવાતી છૂટછાટ તો કોઈ હિસાબે માન્ય નથી હોતી. જોવાની ખૂબી તો એ છે કે આપણી માહિતી સાથે બંધબેસે તો જ એ ઇતિહાસ સાચો બાકી નહીં એવું જડત્વ પણ ખરું. પણ, મહાન ઇતિહાસકારોની માહિતી ખોટી હોય શકે એ સ્વીકારવી રહી. એક ઉદાહરણ છે રાજા ભીમદેવ સોલંકી , એમના વિષે લખાયેલી વિગતો અને માહિતી માની લેવા ચાહિયે તો પણ એમનું  જન્મવર્ષ આપણને વિચાર કરતાં મૂકી દે. એ હકીકત છે કે મુંબઈ ભીમદેવનું નિવાસસ્થાન રહ્યું , પણ કયા ભીમદેવ ? ભીમદેવ પહેલા વિષે ઇતિહાસ લેખે છે. ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો  , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો  સાલ ઈ.સ 1025, જાન્યુઆરી મહિનો. મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું ગુજરાતના હાર્દ એવા સંસ્કૃતિધામ સોમનાથ મં...

લગી કૈસી યે લગન ....

Image
એવું તો ક્યારેય ન બને કે મેઘરાજા મન મૂકીને વરસે ને  આ ગીત મનમાં ન ગૂંજે  . ફિલ્મ અમિતાભની છે પણ ક્યારે આવી ને ક્યારે ગઈ ખ્યાલ નથી એટલે બિલકુલ ફ્લોપ હશે એવું ન માનવાને કારણ નથી.  કોલેજમાં હતા ત્યારે પણ આ ગીત અતિશય પ્રિય હતું , માત્ર ને માત્ર મ્યુઝિક અને લિરિક્સ માટે, એ ક્યાં કઈ રીતે પિક્ચરાઇઝ થયું છે એ મહત્વનું નહોતું  . હા, મરીનડ્રાઈવ ફક્ત જાણીતું લાગતું કારણકે તે વખતે લગભગ દરેક હિન્દી ફિલ્મમાં એક સીન તો આવતો જ , અને પછી જયારે મુંબઈમાં વસવાટ કરવાનો આવ્યો ત્યારે અચાનક એક દિવસે ખ્યાલ આવ્યો અરે, આ તો ચર્ચગેટ, મરીનડ્રાઈવ, ચર્ચગેટ , ફોર્ટ , ક્રોસ મેદાન , બોમ્બે હાઇકોર્ટ, ફાઉન્ટન  .... જ્યાં રોજ સવાર ઉગે અને સાંજ આથમે  ... ચાલીસ વર્ષ જૂનું આ ગીત હજી સદાબહાર છે. કશું જ જૂનું બોઝિલ નથી લાગતું , ન તો મૌસમીની મુગ્ધતા ન અમિતાભની નિર્દોષતા, અને સદા બહાર મુંબઈ , હા, થોડું જે બદલાયું છે તે છે મરીન ડ્રાઈવની પાળ. એ સમયે આટલી બધી બિસ્માર  હાલતમાં હશે એ કલ્પના નથી થતી. હવે એ ખરેખર માણવાલાયક બની છે , એ વાત જૂદી છે કે આપણે સરેરાશ ભારતીય સ્વચ્છતાન...

બમ્બૈયા : મુંબઈ મેરી જાન

Image
એક સાંજ છે. અમારી કાર સી લિંક પસાર કરી બાંદરા જઈ રહી છે, માત્ર દસ મિનિટમાં , જે અંતર સામાન્યરીતે વર્લીથી પહોંચતા એક કલાક લાગતો હતો એ અંતર બાર  મિનિટમાં સમેટાઈ ગયું છે. એક તરફ નજર ચડે છે દક્ષિણ મુંબઈનો શાંઘાઈની વરવી પ્રતિકૃતિ જેવો નઝારો . બીજી તરફ સામે કિનારે નજરે ચઢે છે વરલીનું કોલીવાડા , માછીમારોનું એ જ વર્ષોના કોશેટામાં ઢબુરાઇને શ્વસી રહેલું ગામ.જેને જોઈને લાગે છે કે મુંબઈ પાર વહેતી હવા આ ગામને સ્પર્શ્યા વિના જ પસાર થઇ જતી હશે. આ છે આજનું મુંબઈ ,21મી સદીનું વર્ડક્લાસ બનાવના હવાતિયાં મારતું , થાકતું , હારતું છતાં મક્કમતાથી આગેકૂચ કરવા ઝઝુમતું .... આજે મુંબઈની ઓળખ બોલિવૂડથી છે , પચરંગીપણાંથી છે. વસ્તીથી ફાટફાટ થઇ રહેલા આ મહાન ગરીને જોતાં 350 વર્ષ પૂર્વે મુંબઈના ગવર્નરે ભાખેલું ભાવિ તાજું થઇ આવે. ઈ.સ 1669ની સાલ અને એ વખતે અંગ્રેજ ગવર્નર જતા જિરાલ્ડ ઑન્જીયર. એમના શબ્દો હતા : આ જગ્યાને મહાનગર બનાવવાનું નિયતિએ મન બનાવી લીધું છે. જો એ વખતનું મુંબઈ જોયું હોય એ કદાચ જિરાલ્ડ ઑન્જીયરને પાગલ સમજી બેસે!! હેપ્તનેશિયા : સમૂહ સાત ટાપુનો : કુલાબા, માઝાગાંઉ , ઓલ્ડ વુમન્સ આઇલે...

નામ જેટલું જ મનોહર ગુણકારી : કૈલાશપતિ

Image
આપણી આસપાસ હોવા છતાં ક્યારેય ધ્યાન ન ખેંચી શકતા થોડાં તત્વ એવા હોય છે કે હાથ પર જરા ફુરસદનો સમય હોય અને ભૂમિ અજાણી હોય તો એકદમ મનને આકર્ષી જાય છે. એવું જ થયું કલકત્તામાં બેલુર મઠની મુલાકાત સમયે  . બેલુર મઠ વિષે લખાયું પણ ઘણું છે , લોકો પાસે જાણકારી પણ હોય જ છે પણ ચોખ્ખાચણાંક કોમ્પ્લેક્સમાં હરિયાળો વૈભવ બેલુર મઠના પથ્થરોને એક નવી આભા બક્ષે છે. કદાચ વરસાદની મોસમ હોય કે પછી ત્યાંની ભેજવાળી હવા, વનરાજી એટલી તાજી જાણે સવારે જ ખીલી મહોરી હોય. બેલુર મઠની વિઝિટમાં સૌથી વધુ ધ્યાન આકર્ષ્યું હોય તો એક સુંદર , ઊંચા વૃક્ષે. નામ એનું કૈલાશપતિ કે પછી શિવકમળ. આ વૃક્ષ પહેલા ક્યાંક જોયું છે તેમ  લાગી તો રહ્યું  હતું પણ અસ્પષ્ટરૂપે. બરાબર યાદ નહોતું આવી રહ્યું  . આ કૈલાશપતિ નામ તો પછી મળ્યું પણ ત્યાંના સ્થાનિકો એને નાગલિંગા કે શિવલિંગ વૃક્ષ તરીકે ઓળખતા હતા. એનું કારણ એટલું જ કે ફૂલનો આકાર શિવલિંગની ઉપર નાગની ફેણ હોય તેવો છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં શિવમંદિર હોય ત્યાં આસપાસના વિસ્તારમાં આ વૃક્ષ જોવા મળશે  .  બેલુર મઠમાં કદાચ આધ્યાત્મિક વાતાવરણમાં આ...

કાચમાં મઢેલી અદભૂત શાંતિ

Image
કલકત્તા એટલે સંસ્કૃતિધામ, નામ પડતા સૌથી પહેલા યાદ આવે ટાગોર, શરદબાબુ અને પછી મહાન  ફિલ્મ મેકર્સ , કલકત્તાની ઢાકાઈ ને તાન્ગાઇલ સાડીઓ, જેમાં કોલેજ જવાની મજા શર્મિલા ટાગોર ને શબાના આઝમીને કારણે આવતી. રાજેશ ખન્નાએ અમર બનવેલો હાવરા બ્રિજ, દક્ષિણેશ્વર,બેલુર મઠ, રામ કૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, કાલી મા અને દુર્ગા પૂજાના વિદ્યા બાલનની કહાની વનના ફિલ્મી સીન્સ .. કલકતા જોવાનો જોગ મોડો મોડો આવ્યો ખરો પણ એ ઉંમરે જયારે શરદબાબુનું કોલકોતા ક્યાંક સરી ગયું હતું  . કોલકાતાના જાણીતાં માનીતાં સ્થળ, ખાણીપીણી , શોપિંગ અને મોજની  વાત તો થતી રહેશે પણ સહુથી પહેલી એક મનમાં મઢાઈ ગયેલી યાદ.  અમારા મિત્ર સુનિલ મહેતાએ  અમને કલકત્તાનો કોઈ ખૂણો દેખાડવો બાકી છોડવો નહોતો અને અમારે છોડવો પણ ક્યાં હતો ? પણ તન ક્યારેક મનની વાત જ ન સાંભળે ત્યારે ભારે દુવિધા થાય.  કોલકતાની  ગરમી , કઈંક અજબ છે. મુંબઈ કરતાં કદાચ 50 ટકા વધુ ભેજ અને ગરમી, ઉફ્ફ , અડધા દિવસમાં લાગે તમે ચાર દિવસથી ફરી રહ્યા છે.  એની વે, પણ જલસો જરૂર પડ્યો , એમાં એક સામાન્ય યાદીમાં ન હોય તેવું...

મુસાફિર હું યારોં

Image
દસ વર્ષમાં 173 સ્થળ ઇન્ડિયામાં ને 54 દેશ ઘૂમી વળનારને ટુરિસ્ટ કહેવાય કે ટ્રાવેલર ? મળો આ  સુનિલ મહેતાને , આ 10મી જુલાઈએ પૂરાં 60ના થશે. કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ? એટલે વાત કરવી છે એમના જુસ્સાની  . પોતાની સાથે કરેલ કમિટમેન્ટને નિભાવવાની શક્તિ ભાગ્યે જ કોઈમાં હોય શકે. એકદમ ટૂંકમાં કહેવું છે. આ સુનિલભાઈની સગાઇ થઇ નીલાબેન સાથે  . ઉંમર હશે જે સામાન્યરીતે સગાઇ સમયે હોય , પણ જુઓ તો ખરા , એમને તો એમની વાગ્દત્તાને ત્યારે જ કહી દીધું હતું કે , લગ્ન કરીએ, સંસાર માંડીશું , પરિવાર હશે એ બધું ખરું પણ 50 વર્ષે જે કરતો હોઈશ નિવૃત્ત થઇ જઈશ , અને પછી ? .... પછી માત્ર ફરીશું  . કોઈ માની શકે કે કોઈ આવી વાત કરે એ પણ સગાઇટાણે ને પછી બરાબર 50 વર્ષે ચારે તરફ ફેલાવેલા બિઝનેસને સંકેલીને માત્ર ફરવાનું કામ કરે ? કામ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સુનિલભાઈના પ્રવાસ અને તેમની આઇટનરી જુઓ તો ટ્રાવેલ એજન્ટ કરતાં વધુ ઝીણવટથી પ્લાન થઇ હોય. (એક જોવા જેવું સ્થળ , પ્રખ્યાત ખાણીપીણી છૂટી ન જાય એવી તકેદારી સાથે  . એ હું દાવા સાથે કહી શકુ...