બમ્બૈયા : મુંબઈ મેરી જાન

એક સાંજ છે. અમારી કાર સી લિંક પસાર કરી બાંદરા જઈ રહી છે, માત્ર દસ મિનિટમાં , જે અંતર સામાન્યરીતે વર્લીથી પહોંચતા એક કલાક લાગતો હતો એ અંતર બાર  મિનિટમાં સમેટાઈ ગયું છે.
એક તરફ નજર ચડે છે દક્ષિણ મુંબઈનો શાંઘાઈની વરવી પ્રતિકૃતિ જેવો નઝારો . બીજી તરફ સામે કિનારે નજરે ચઢે છે વરલીનું કોલીવાડા , માછીમારોનું એ જ વર્ષોના કોશેટામાં ઢબુરાઇને શ્વસી રહેલું ગામ.જેને જોઈને લાગે છે કે મુંબઈ પાર વહેતી હવા આ ગામને સ્પર્શ્યા વિના જ પસાર થઇ જતી હશે.

આ છે આજનું મુંબઈ ,21મી સદીનું વર્ડક્લાસ બનાવના હવાતિયાં મારતું , થાકતું , હારતું છતાં મક્કમતાથી આગેકૂચ કરવા ઝઝુમતું ....

આજે મુંબઈની ઓળખ બોલિવૂડથી છે , પચરંગીપણાંથી છે. વસ્તીથી ફાટફાટ થઇ રહેલા આ મહાન
ગરીને જોતાં 350 વર્ષ પૂર્વે મુંબઈના ગવર્નરે ભાખેલું ભાવિ તાજું થઇ આવે. ઈ.સ 1669ની સાલ અને એ વખતે અંગ્રેજ ગવર્નર જતા જિરાલ્ડ ઑન્જીયર. એમના શબ્દો હતા : આ જગ્યાને મહાનગર બનાવવાનું નિયતિએ મન બનાવી લીધું છે. જો એ વખતનું મુંબઈ જોયું હોય એ કદાચ જિરાલ્ડ ઑન્જીયરને પાગલ સમજી બેસે!!

હેપ્તનેશિયા : સમૂહ સાત ટાપુનો :

કુલાબા, માઝાગાંઉ , ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ ,વડાલા , માહિમ ,પરળ ,શિવ આ થયા છૂટાં છવાયાં સાત ટાપુ  , જેને નામ તો ઇ.સ પછીના વર્ષોમાં મળ્યા બાકી આ સાત ટાપુઓના સમૂહને વિશ્વ વિખ્યાત ઇજિપ્શિયન પ્રવાસી ટોલોમી લેખાવે છે હેપ્તનેશિયા નામે  .
આ સાત ટાપુ સર્જન છે જ્વાળામુખી ને ધરતીકંપનું , જેની સાક્ષીરુપ પહાડી એટલે મલબાર હિલ ને કમ્બાલા હિલ, મુંબઈમાં દુનિયામાં અજોડ એવી એક હિલ છે તેની વાત પછી આવશે પણ કહેવાનું તાતપર્ય એ છે કે મુંબઈનો દબદબો તો પછીના વર્ષમાં થયો પરંતુ સદીઓ પૂર્વે બંદર તરીકે નામ ગાજતાં હોય તો તે છે ગુજરાતના સુરત , ભરૂચ, કચ્છ ને શૂર્પારક  . એટલે કે જેને આપણે સોપારા તરીકે લખતા થયા અને હવે નાલા સોપારા  .
સોપારા એટલું ધમધમતું બૅંડર હતું કે ત્યાં જૈન અને બુદ્ધ ધર્મ વિકસી ચુક્યો હતો. ઈ.સ 160માં કાબેલ કડિયા કારીગરો , કંસારા , સોનીનું ધામ લેખાતું હતું  . બૌદ્ધ ધર્મનું એક વિકસિત સેન્ટર  .  સોપારાનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં મળે છે તે પ્રમાણે જે શ્રીપાલ રાજા મયણાસુંદરી સાથે વિવાહ કરે છે તે શૂર્પારકના રાજવી રાજા મહાસેનની દીકરી છે. સદીઓ સુધી સાતવાહન વંશજના રાજનો ઉલ્લેખ મળે છે.એ પછી હિન્દૂ રાજાઓની આપસી લડાઈ , મુઘલ સામ્રાજ્યનું આધિપત્ય , પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને બ્રિટિશર્સનું આગમન  .આ બંદરથી ઇજિપ્ત અને આફ્રિકા સુધીનો વહાણવહેવાર ચાલતો રહ્યો છતાં મુંબઈના ટાપુઓને વિકસાવવાનો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો  .
કદાચ આ ટાપુઓનો વિકાસ વિદેશી કહેવાય એ લોકોના હાથે લખાયો હોવો જોઈએ  .
ઈ.સ 810થી બે શતાબ્દી  સુધી સ્થિરતા આ ટાપુઓએ જોઈ , ત્યારે રાજ હતું શિલાહાર વંશજનું  .
હવે એક નાટકીય વળાંક આવવાનો હતો આ ભૂમિના ભાવિનો  . જેને આ વગડાઉ ટાપુની નિયતિ બદલી નાખી  .
અને એ હતો મુસ્લિમ આક્રમણનો દોર, સાલ 1025
, 31 જાન્યુઆરી , સોમનાથ પાર ગઝનીનું આક્રમણ  ...
ત્યાંથી શરૂઆત થઇ એક નવી ઓળખની  .





જિરાલ્ડ ઑન્જીયરે એવું તો શું જોઈ લીધું હશે આ સાત વગડાઉ ટાપુની સૃષ્ટિમાં ? પણ, એ દીર્ઘદ્રષ્ટા અંગ્રેજ ઓફિસરની દૂરંદેશી , સૂઝબૂઝને સલામ આપવી જ પડે. એવી જાણીતી અજાણી મુંબઈની વાતો  .
કોઈ પાસે શેર કરવા જેવી એવી કોઈ વાત , પિક્ચર્સ , ડોક્યુમેન્ટ્સ કે કિસ્સા હોય તો જરૂરથી મોકલશો .
pinkidalal@gmail.com પર.

તો બસ મળીશું અહીં જ ...મન ચાહે ત્યારે .... ડિજિટલ દુનિયાને ક્યાં સમય , સ્થળ કે સંજોગોની પાબંદી નડે છે !!

Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...