Posts

અજંતા ગુફાઓ : જીવંત ચિત્રોની દુનિયા

Image
અજંતા ઇલોરાની ટ્રીપ પ્લાન કરી હતી દિવાળી પછી. નવેમ્બર મહિનો આ ટ્રીપ માટે આદર્શ એ  હેતુથી કે વાતાવરણમાં ઠંડક હોય. ઉનાળામાં આ જગ્યાએ જવાનો વિચાર સુધ્ધાં ન કરી શકાય. ટેમ્પરેચર 40 થી 48 ડિગ્રી હોય અને એ વખતે ચાલીને ગુફાઓ જોવાનો પ્લાન અસહ્ય બની  રહે.  મારો પ્લાન જાણ્યા પછી મિત્ર હેતલ દેસાઈએ મને મરાઠી ફિલ્મ અજીન્થા જોઈને જવાનો અનુરોધ કર્યો હતો. ત્યારે ખબર નહોતી કે આ ફિલ્મના છેડા ક્યાં જોડાવાના છે.  અમારા ડ્રાઈવર ઉત્તમભાઉએ જણાવ્યું હતું એમ અમે સાતને ટકોરે હોટલ છોડી. ઔરંગાબાદથી અજંતા કેવ્સ છે 110 કિલોમીટરના અંતરે. આમ જોવા જાવ તો પહોંચતાં બે કલાકથી વધુ સમય ન લાગવો જોઈએ. પણ, જેવી સિટીની હદ છોડી કે સમજાયું કે શા માટે અજંતા પહોંચતા ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય લાગે છે.  આવી સુંદર, વર્લ્ડ કલાસ કહેવાય તેવી સાઈટ પર પહોંચવા માટે ઢંગનો રસ્તો નથી. 75 ટકા રસ્તો હજી બની રહ્યો છે.  આ સ્ટેટ્સ છેલ્લાં દસ વર્ષથી છે. જે સાઈટ પર આટલાં ટુરિસ્ટ આવતાં હોય , નેશનલ હાઇવે સાથે જોડાતો હોય એ સાવ ખસ્તેહાલ છે.  અમે નીકળ્યા હતા આ વાત ગણતરીમાં લઈને. સાત વાગ્યે નીકળ્યા પછી મોડામાં મોડું...

કૈલાસ મંદિર : નિર્માણ કરાવનાર કોણ ? માનવી કે પછી કોઈ પરગ્રહવાસી ?

Image
આખું મંદિર અંગ્રેજી U શેપમાં બન્યું છે. જે કઈ રીતે નિર્માણ પામ્યું તે વાત જ કોયડો છે. ઇમેજ : ગૂગલ  તમને કોઈ વ્યક્તિ એવી મળી છે જેને ઇજિપ્તના પિરામિડ કે ગુમાયેલા એટ્લાંટિસ કે પછી બર્મ્યુડા ટ્રાયેન્ગલ વિશેના રહસ્ય જાણવા વિષે રસ ન પડ્યો હોય ?  એવી જ એક મિસ્ટ્રી છે ઈલોરાનું કૈલાસ મંદિર. જે દેશી વિદેશીઓને માટે જબરું આકર્ષણ જન્માવે છે પણ ખબર નહીં કેમ આ મંદિર  કોણાર્કના સૂર્યમંદિર જેવી પ્રસિદ્ધિ મેળવી શકવામાં નાકામ રહ્યું છે.  એ મંદિરની જાજરમાન રચના ન તો શબ્દોથી વર્ણવી શકાય ન પિક્ચરથી. એ માટે પોતાની આંખ જ જોઈએ.  બે લાખ ટન વજનની એક શિલામાં કોતરાયેલું આ મંદિર વિશ્વમાં અજોડ તો ખરું જ ,પ્રાચીન સ્થાપત્યમાં પણ અજોડ છે. દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વની અજાયબીમાં તેને સ્થાન મળ્યું નથી.   આજે જયારે આપણે નેનો ટેક્નોલોજી સુધી પહોંચી ગયા છીએ ત્યારે પણ આ સ્થાપત્ય કઈ રીતે આકાર પામ્યું હશે તે કલ્પના હેરત પમાડે છે.  એટલે સાચે પ્રશ્ન થાય કે આ મંદિરના નિર્માતા કોણ હશે  ? રાજવીઓ ? એટલે કે માણસજાતિ ? કે પછી પરગ્રહવાસીઓ ?  એ પ્રશ્ન એટલા માટે થાય  કારણ...

પથ્થરમાં કોતરાયેલું મહાકાવ્ય

Image
વિશ્વની કહેવાતી    અજાયબી    જોઈ આવ્યા હો ને ઈલોરાની મુલાકાત લીધી ન હોય તો મનમાં પ્રશ્ન તો જરૂર ઉઠવો જોઈએ કે આટલી વૈચારિક દરિદ્રતાના શિકાર આપણે કઈ રીતે થયા ? મહાકાય શિલાઓમાં કોતરાયેલી ગુફાઓ , મંદિર , મૂર્તિઓ   સ્થાપત્યકલા તે સમય દરમ્યાન સ્થાપત્ય   નિર્માણ શૈલી કેવી    જાનદાર   હોય શકે   તેનો બોલતો પુરાવો એટલે આ ઇલોરાની   ગુફાઓ છે . વિશ્વમાં માત્ર એક ને એક એવા રોક કટ   સ્થાપત્યનો   અજોડ નમૂનો જે UNESCO વર્લ્ડ હેરિટેજ દ્વારા 1983 માં નવાજવામાં આવ્યા   પછી એની મહાનતા નું જ્ઞાન વિશ્વભરમાં થયું .    આખા   વિશ્વભરમાં એક અને એક માત્ર એવું પ્રાચીન   અજોડ    મોનોલિથિક સ્કલ્પચર છે કૈલાસ મંદિર  . જે બે   લાખ ટનની શિલા કોતરીને બનાવાયું છે . તેની વાત વિસ્તારથી કરવી પડે .     અમે અજંતા કેવ્ઝ જોવા જવાનો પ્લાન બીજા દિવસ પર મુલતવી રાખી ઈલોરા કેવ્ઝની વિઝીટ લેવાનું નક્કી કર્યું . કારણ...