દિલ ચાહતા હૈ




સામાન્યરીતે કોલમ કે બ્લોગ રીડરને ધ્યાનમાં રાખીને લખાય છે. 

વિષય, લંબાઈ, ફોર્મેટ , ફોટોગ્રાફની સંખ્યા, ભાષા બધું જ ફિક્સ્ડ . બરફીનાં ચોસલાંની જેમ બરાબર ગોઠવાયેલું , પણ, જરા  કશુંક જુદું , પોતાને માટે , પોતાને મજા પડે તેવું લખવાનું હોય તો ??


ન ઉમ્ર  કી સીમા હો ન જન્મો કા  હો બંધનની જેમ ન કોઈ સીમા વિષયને કે પછી ન કોઈ બંધન ફોર્મેટને.

માત્ર ને માત્ર મનની મસ્તી . એમાં વાત મળવા જેવા માણસોની હોય કે પછી લિજ્જતદાર ફાલુદાની. દિવસો સુધી ન ભૂલાય એવી ફિલ્મની  કે પછી દિલોદિમાગ પાર છવાઈ રહેતા ગીતસંગીતની ,મન પર અવિસ્મરીણયપણે અંકિત થઇ ગયેલી યાદની , દિલમાં કોઈક ખૂણે શ્વસતી ફિલ્મની ,પુસ્તકની ,તવારીખનાં કદીય ન ભૂલાયેલા જાજરમાન વ્યક્તિત્વની , તેમની સાથે જોડાયેલા પાત્રોની, તેમની અસલિયતની , આલેખાયેલાં  નકલી ઇતિહાસને કારણે વટલાઈ ગયેલી તવારીખ અને સાથે જોડાયેલી  વાયકાઓની  .

વિષય કોઈ પણ હોય ,લંબાઈ,ફોટોગ્રાફ્સ  ... Everything under the Sun   ..
ઉપર ગગન વિશાલ ને એની નીચે એક પરમાણુંની  જેમ ધબકતાં અસ્તિત્વની  .



બસ માત્ર મનને કશુંક સ્પર્શવું જોઈએ , અને એવી એક વાત ,એવી એક બિલકુલ મનમૌજીની કોલમ જે ખરેખર લખી છે  મેં મારા માટે  પણ  મને મારા રસિકજન મિત્રો સાથે શેર કરવી જરૂર ગમશે. 
મનમાં આવે, મઝા આવે તો વાંચવાની , સમય હોય તો પ્રતિભાવ આપવાનો.. નહીં તો?  વન ક્લિક ને અદ્રશ્ય થઇ જઈશું  ....
અત્યારે મનમાં તો શું લખું શું ન લખવું એટલા બધા વિષય હિલ્લોળે ચઢ્યા છે પણ તમને પણ કોઈક મસ્ત ચીજ મળે તો શેર જરૂર કરજો  . 

લફઝ મેરી પહેચાન બને તો બહેતર હૈ 
ચહેરે કે ક્યા હૈ 
મેરે સાથ હી ચલા જાયેગા એક દિન ...
pinkidalal@gmail.com 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen