Posts

Showing posts from 2023

લેખક તરીકે પ્રયાસ આત્માની બારી ઉઘાડી આપવાનો છે : મુરાકામી

Image
 જ્યારે ચંદ્રકાંતા નામની ઐતિહાસિક સિરિયલ રજૂ થવાની હતી જ્યારે  એવું ક્યાંક વાંચવામાં આવેલું કે દેવકીનંદન ખત્રી દ્વારા 1888માં લખાયેલી નવલકથા ચંદ્રકાંતા ખરીદવા માટે લોકો રાત્રે પણ  દુકાન સામે કતાર લગાવતા હતા. આ વાત કેટલી સાચી ને કેટલી પબ્લિસિટી સ્ટંટ ભગવાન જાણે પણ જે કે રોલિંગની હેરી પોટર ને બાદ કરતાં કોઈ પુસ્તક માટે આવી ચાહત જોઈ નહોતી.  આ ઉન્માદ જોવા મળ્યો 2020માં . કોરોના લોકડાઉન પછી જાપાની લેખક હાકિરો મુરાકામીના પુસ્તક માટે એવો ઉત્સાહ જોવા મળ્યો. જેની નોંધ વિશ્વના મીડિયાએ લેવી પડી.  જ્યારે કિતાબકથાની શરૂઆતી બેઠકમાં નોબેલ પુરસ્કાર વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્સિયા માર્કિસને વાંચ્યા હતા ત્યારે થયેલી ચર્ચામાં અતિપ્રસિદ્ધ એવા આ જાપાની લેખક હાકીરો મુરાકામી વિશે પણ વાત થઇ હતી.  મેજીકલ રિયાલિઝમ માટે જાણીતા ગેબ્રિએલ ગાર્સિયાની જેમ મુરાકામી પણ એટલા જ જાણીતા અને ચાહીતા છે.    પુસ્તકના નામ હતા એક, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને બીજું હતું Abandoning a Cat: Memories of my Father. આ બે પુસ્તકો માટે લાગેલી કતારના પ્રસિદ્ધ થયેલા ફોટોગ્રાફ્સ કોઈ પણ પુસ્તકપ્...

नष्टो मोहः

Image
   વાત તો એકદમ સહજ હતી. સોશિયલ મીડિયા શું આવ્યું બાળપણની ગુમાઈ ગયેલી સખીઓ ફરી જીવંત થઇ ઉઠી. છેલ્લે મળવાનું થયેલું શેફાલીના લગ્નમાં. એ સૌથી છેલ્લે પરણેલી. ત્યાં સુધીમાં અલકા ,અમીતા , ઝંખના , તારિણી ,રૂબી , મમતા , પૂર્વી સહુ કોઈ પરણીને પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગયા હતા. શેફાલીના લગ્નમાં સહુએ આવવાનું મન હતું પણ , પણ કોઈને ત્યાં દિયરના લગ્ન હતા કોઈને ત્યાં નણંદ ડિલિવરી માટે આવી હતી એટલે મળવાનો આનંદ અધૂરો રહી ગયો હતો પણ હવે જઈને કોઈ  યોગ બન્યો હતો.  શેફાલી તો લગ્ન કરીને યુએસ ગઈ હતી. સહુ કોઈ લગ્નગાળામાં ક્યારેય મળી પણ જાય પણ શેફાલી ? એ ઇન્ડિયા આવતી જ નહોતી એવો પણ પ્રશ્ન થાય. ફેસબુકમાં સહુને શોધ્યા પછી અમૃતાએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવી દીધું . જે રોજ કલબલાટથી ભરાઈ જતું.  એ દિવસો યાદ આવતા જયારે ક્લાસમાં આવો શોર મચાવ્યો હોય ત્યારે મિસ મેકવાન સહુને ઠપકો આપીને ચૂપ કરતા. પણ. આ કલબલાટ ઝાઝો ના ટક્યો. તે વખતે આ બધી મુગ્ધા હતી . હવે એ પ્રગલ્ભ પ્રૌઢાઓ. જેને માથે હતી કુટુંબની જવાબદારી , સ્વાસ્થ્યની સમસ્યા ને બાકી હોય તેમ પોત...

આપણે કોણ ?

Image
આજકાલ પૌરાણિક , ઐતિહાસિક સિરિયલોનો યુગ શરુ રહયો છે. સાસ બહુના ઝગડા દાયકા સુધી સહન કાર્ય પછી ઇતિહાસ જોવામાં રુચિ થઇ ત્યાં તો ઇતિહાસમાં તોડમરોડ શરુ થઇ ગઈ. પોએટિક લિબર્ટીને નામે   . હવે એ વાત હજારો વર્ષ પહેલાના ઇતિહાસનું રૂપ લઈને સામે આવી છે. જોવાની  ખૂબી એ રહેશે આ વિષે આપણી પાસે ક્રોસ ચેક કરવા , આપણી કુતુહલતા સંતોષવા માટે પણ સાચા સંદર્ભ ગ્રંથ નથી. એક જમાનો હતો જયારે એમ કહેવાતું કે હિન્દી ફિલ્મોમાં હિરોઈન મોકલવાનો ઈજારો સાઉથનો છે ને હીરો , હીરો તો પંજાબ કે ઉત્તર ભારતથી જ હોય. પૃથ્વી રાજ કપૂર ,રાજ કપૂર, દેવ આનંદ , દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર  થી શરૂ કરીને રાજેશ ખન્ના , વિનોદ ખન્ના , શશી રિશી જે બોર્ન  એન્ડ બ્રોટ અપ ભલે મુંબઈમાં થયા હોય પણ મૂળ ઉત્તરભારતના, ત્યાંથી લઈને  શાહરુખ , સલમાન ,અક્ષય  .... યાદી બહુ લાંબી છે. હા, કોઈક અપવાદ હોય શકે જેમ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોલકોત્તા, આમિર ખાન મુંબઈ ચા પોરગા  પણ મૂળ તાપસો તો પછી નવી ચર્ચાને સ્થાન મળે. આ વાત અકારણે જ ધ્યાનમાં આવી. થોડા દિવસ પહેલા change,org  foundation પર થયેલી એક અપીલને...

Come September....

Image
Come September....  The festive season is near and all of us look forward to setting our wardrobe. Be it for Ganesh, Navratri, Diwali and followed by the wedding season. Shopping doesn't need any reason or excuse. We go shopping even if we are in a good mood. Even if depressed, the easiest way to buy happiness is getting home new clothes. The cycle keeps on going. It gives a boost to the fashion industry, work force, economy... year after year, decade after decade. Every season, sales come with big lucrative offers. But do we wonder where these leftover, unsold clothes go ? If you try to find out you will be shocked with the answer.  As per one official record published on a newspaper 's site at least 39,000 tons of discarded fast fashion is being left in rubbish dumps in Chile’s Atacama, the driest desert in the world. Every year, around 59,000 tons of secondhand and unsold clothing, often from China or Bangladesh, reaches Chile after passi...

મન્નુ ભંડારીનું ભાવજગત

Image
આ વખતે કિતાબઃકથાનો વિષય હતો  હિન્દી સાહિત્ય અને યોગાનુયોગે બેઠકને દિવસે હતો હિન્દી દિન.  હિન્દી સાહિત્ય વિષે શું વાંચવું અને શું ન વાંચવું એ મોટી દ્વિધા હતી. કોલેજકાળમાં જોયેલા રજનીગંધા થોડા સમય પૂર્વે ફરી જોઈ હતી એટલે મન પર તાજી હતી. મનુજીની મૂળ નવલિકા પર આધારિત ફિલ્મની વાત પછી પણ સૌથી વધુ ભાવાત્મક લેખાતી નવલકથા આપ કા બંટી વિષે ખાસ જાણ નહોતી . શરૂઆત જેની પરથી રજનીગંધા બની તે કહાની ' યે હી સચ હૈ ' થી કરી. એ પછી સાવ ઓછી જાણીતી એવી ત્રિશંકુ પણ એક એવી કહાની છે જે લેખિકાની આપકહાણી ન લાગતે  લાગે જો એમની કથક ડાન્સર દીકરી  રચના યાદવનો ઇન્ટરવ્યુ ન વાંચ્યો હોત.   અલબત્ત આ બેઉ નવલિકા હતી એટલે એક નવલકથા વાંચવી તો બનતી હતી. મન્નુ ભંડારીની સૌથી ચર્ચિત નવલકથા છે આપ કા બંટી . એટલે સૌપ્રથમ વાત એની કરવી રહી.  કથાની નાયિકા શકુન પતિ અજયથી અલગ રહે છે પોતાના આઠ વર્ષના દીકરા બંટીની સાથે. શકુન જેટલી ચીવટ પોતાના કામમાં વર્તે છે એટલી જ જવાબદારીથી બંટીને ઉછેરે છે. એટલે બંટીને માટે મા એવી વ્યક્તિ છે જેને કોઈ સાથે શેર કરી શકાય નહીં. અજય કોલકોત્તામાં રહે છે. સેપરેશન છે...

Climate Apocalypse

Image
It was a rainy afternoon of Month of July , I was having coffee with my travel agent friend. Generally months from April to August are busiest period for my friend due to tourist season in Europe . I could sense it that my friend was little low on  this year. He shared his view on European weather. Due to very hard summer in Europe most of the travellers are avoiding the trip. Ofcourse, it seems unbelievable but true. Year by year European countries are being witnessed of scorchy heatwave. End result reflects in to low tourism.  Majority of environment scientists agree on one opinion. Global temperatures set to reach new records in next five years. Since last few years European countries are facing the historical heat strokes.  From March Venice became the major headlines for this.   Many of us must have seen photos of Venice over the social media. There’s one thing you won’t have missed: the half-dry canals, containing more mud than water. Gondolas,...

Taj Triology : The Twentieth Wife by #InduSundersen

Image
ધ ટ્વેન્ટીઅથ વાઇફ તાજ ટ્રાયોલોજી - ઈન્દુ સુંદરસેન  ઇન્દુ સુંદરસેન મૂળ ભારતીય પણ અમેરિકામાં સ્થાયી લેખિકા છે. પિતા ફાઈટર પાઈલટ હતા. દિવસે પાઈલટ ને રાતે વાર્તાકાર. નાની દીકરીને ઇતિહાસ , રાજ રજવાડાંની વાર્તા કહેતા . મ્યુઝિયમ, મહેલો જોવા લઈ જતા. એ દીકરીએ પિતાને  અકસ્માતમાં ગુમાવ્યા , પછી બેંગ્લોરથી અમેરિકા ભણવા ગયા પછી ત્યાં સ્થાયી થયા છે.  અતિ ચર્ચિત રહેલી આ તાજ ટ્રાયલોજીમાં સૌથી પ્રથમ પુસ્તક છે ધ ટવેન્ટીએથ વાઈફ . બીજું છે ફીસ્ટ ઓફ રોઝીસ અને ત્રીજી છે  શેડો પ્રિન્સેસ . આ સિરીઝને વોશિંગ્ટન સ્ટેટ બુક એવોર્ડ મળ્યો છે. વાત સૌથી વખણાયેલી એવી ટવેન્ટીએથ વાઈફની  છે.  સમય છે ઈ.સ 1577 . પર્શિયાથી એક ઉમરાવ પોતાના કુટુંબ સાથે ભાગી રહ્યો છે. મંઝિલ છે  હિન્દુસ્તાન , જ્યાં અકબરનું શાસન છે. કંદહાર પાસે નિર્જન વગડામાં બેહાલ કુટુંબ વિસામો લે છે. ઉમરાવ તેની પત્ની , બે દીકરા અને એક દાસી. પાસે કોઈ સરસામાન નથી અને મોટી સમસ્યાએ છે કે ઉમરાવ ગિયાસ બેગની પત્ની અસ્મત બેગમ ગર્ભવતી છે અને એ કોઈ પણ ક્ષણે બાળકને જન્મ આપી શકે એમ છે.ગિયાસ બેગ પોતાના નસીબને કોસે છે...

બ્લાસફેમી : ધર્મને નામે અમાનુષી અત્યાચાર માટે પરવાનગી આપતી કવાયત

Image
 તહેમીના દુર્રાની પાકિસ્તાનમાં નારીવાદી ચળવળ ચલાવવા માટે જાણીતું નામ છે. અલબત્ત, એ પોતે એક  વિવાદસ્પદ ચરિત્ર રહ્યા છે એમ કહી શકાય. પોતાની આત્મકથા માય ફ્યુડલ લોર્ડથી જાણીતા થયેલા આ લેખિકા તત્કાલીન પાક પીએમ શાહબાઝ શરીફના ચોથા  પત્ની છે , અને શરીફ તહેમીનાના ત્રીજા પતિ છે.  સત્ય ઘટના પર આધારિત, નવલકથા બ્લેસ્ફેમી નવલકથા તહેમીના દુર્રાની જેવી સ્ત્રીએ ન લખતાં જો કોઈ પોલિટિકલ પાવર વિનાની , સામાન્ય લેખિકાએ કે લેખકે લખી હોત તો એને મૃત્યુદંડની સજા ફરમાવાઈ હોત એ એટલી જ જાહેર વાત છે.  પુસ્તકનો મહોલ દક્ષિણ પાકિસ્તાનમાં સેટ છે. જયાં  પિતૃસત્તા અને પુરૂષનું વર્ચસ્વ તેની ટોચ પર છે, સ્ત્રીઓ અને વંચિત લોકોની સ્થિતિ તેમના સૌથી નીચા સ્તરે છે અને ધાર્મિક કટ્ટરવાદ  ચરમ પર છે. તહેમીના દંભી અને હિંસક કહેવાતા ધાર્મિક નેતાઓ દ્વારા ઇસ્લામની સરળ વિકૃતિને આગળ લાવે છે. વર્ણનો ભયંકર  છે અને આજે પણ હજારો મહિલાઓ આ પ્રકારના જીવનમાં કેદ  છે તેવો વિચાર હચમચાવી જાય છે.  શરૂઆત થાય છે એક કહેવાતા મહાન પીરબાબાના મૃત્યુથી. ઘરમાં શબ પડ્યું છે અને તેની પત્ની હીરની મનોવ્યથા. એ દુઃખી...

તાજ : ડિવાઈડેડ બાય બ્લડ

Image
સિરીઝમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે મુગલ રાજવી અકબરના માથાનો દુખાવો હતા તેના ત્રણ દીકરાઓ. એક તો સંતતિ  થતી નહોતી એટલે સલીમ ચિશ્તી પાસે દુઆએ માંગીને સંતતિ પ્રાપ્ત કરી. સલીમ ચિશ્તીના નામ પાછળ નામ રાખ્યું સલીમ. જે એક નંબરનો ઐયાશ પ્રિન્સ હતો. બીજો હતો મુરાદ જે બહાદુર હતો પણ બેરહમ હતો . ત્રીજો પાંચ સમયનો નમાઝી ,ભાવુક ને ગે  હતો. અકબરે નક્કી કર્યું કે પોતાના પિતરાઈ ભાઈ સાથે કલહના બીજ વવાયાં હતા પહેલા પુત્રને ગાદી મળે એ વાતથી તેથી  હવે  પાટવી કુંવર જેવી કોઈ પ્રથા ન હોય. જે કાબેલ હશે તેને રાજ મળશે એટલે આ ત્રણ ભાઈઓ વચ્ચે જામે છે જંગ.  પહેલી સીઝનમાં માત્ર 10 એપિસોડ છે. સલીમ ચિસ્તીની પાંચ મિનિટની ભૂમિકામાં છે ધર્મેન્દ્ર. જેને જોઈને લાગે કે ધરમ પાજીએ હવે એક્ટીંગ છોડીને લોનાવલાના બંગલામાં ડોગીઓ સાથે રમતાં પિક્ચર્સ ઇન્સ્ટા પર મૂકવા સિવાય બીજું કોઈ કામ ન કરવું જોઈએ.  અકબર છે નસીરુદ્દીન શાહ , જેની ચાહત છે કે સલીમ જવાબદાર બને, મુરાદ રહેમદિલ બને ને દાનિયલ બહાદુર બને.  અકબરન...