Posts

Showing posts from September, 2021

પથ્થર બોલે છે

Image
એક એવું ગામ જ્યાં હોય મેડીબંધ મકાનો, ઝરુખાવાળી હવેલીના અવશેષો, સુંદર દેવાલયો, સાંકડી પણ ચોખ્ખી ગલીઓ, ગામની સમૃદ્ધિ સભ્યતાનું બયાન કરતી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને આ બધા વચ્ચે આખા ગામમાં રાજ હોય સ્મશાનવત શાંતિનું, તો બધી રીતે આદર્શ લાગતાં ગામને સાવ આમ રેઢું અવાવરું અવસ્થામાં જોઇને આશ્ચર્યનો ઝટકો લાગે કે નહીં ?  જો કે હવે ભારતભરમાં તૂટતાં ગામડાની કોઈ નવાઈ નથી રહી. એ પછી કચ્છ કે ગુજરાતનું હોય કે પછી તમિલનાડુનું , પણ રાજસ્થાનના આ ગામને આવી અવસ્થામાં જોઇને નવાઈ ચોક્કસ લાગે . કારણ સાફ છે, એક તો ગામના અવશેષો જ કહે કે આ ગામની બુલંદી કેવી હશે અને સૂર્ય કેવો તપતો હશે અને એ પછી એવું તો શું અઘટિત બની ગયું કે એક જમાનામાં બિઝનેસ હબની નામના પામેલું આ ગામ એક જ રાતમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું?  Facebook પણ જાદુઈ રમકડું છે. તમે સાવ વીસરી ચૂક્યા હો ને વર્ષો પૂર્વેની રળિયામણી ઘડી અચાનક તાજી કરાવી દે. અમે આ ગામની મુલાકાત લીધી હતી સાત વર્ષ પહેલાં, પણ આજે પરિસ્થિતિમાં કોઈ ફરક નથી. તો પછી હવે  વર્ષ પૂર્વે કરેલા પ્રવાસને આજે કેમ યાદ કર્યો તેવો પ્રશ્ન થાય.  વાત એવી...

ફિર મિલોગે કભી... ઇસ બાત કા વાદા કર લો...

Image
  અમારી સવારી ચાલી નીકળી શ્રી નગર માટે.  સામાન્યરીતે લોકો પહેલા શ્રી નગરમાં સ્ટે કરે ને પછી આગળ જાય. અમે વિપરીત આઇટેનરી ગોઠવી હતી. કારણ હતું શોપિંગ. એ વાત તો પછી  પણ પહેલા તો શ્રી નગરની વાત કરવી પડે.  મુગલ બાદશાહ જહાંગીરને કાશ્મીર એટલું તો પસંદ હતું કે એનો ઈરાદો તો કાશ્મીરમાં જ રહેવાનો હતો. આમ તો સમર કેપિટલ હતું જ.  જહાંગીર મોટેભાગે ત્યાં જ પડ્યો પાથર્યો રહેતો. માદક વાતાવરણ અને અફીણનો નશો , એમ કહેવાય છે કે જહાંગીરના પાછલા વર્ષો ઐયાશીમાં જ ગુજર્યા. તેસમયે ખરેખર તો નૂરજહાંનો સિક્કા  પડતાં. એ રાજ કરતી હતી. શ્રી નગરનું મૂળ નામ તો સૂર્યનગર, આ નામનો ઉલ્લેખ રાજતરંગિણી નામનો ગ્રંથ કરે છે. સંસ્કૃત લેખક કલ્હણે લખી છે. કારણ હતું હિન્દુ સામ્રાજ્ય. કસમીર એટલે કે શુદ્ધ પાણીનો પ્રદેશ.કાશ્મીરમાં મોટાભાગે નામ હિન્દૂ જોવા મળે. જે અપભ્રંશ થઈને આજે પણ ચાલે છે. એક બીજો ઉલ્લેખ મળે છે તે પ્રમાણે  બારામુલ્લા , મૂળ નામ વરાહ મૂળ એટલે કે વરાહના દાંત સાથે જોડાયેલી વાત . હવે બારામુલ્લા ચાલે છે. દલ લેકનું મૂળ નામ હતું મહાસરિત , જૂના સંસ્કૃત પુસ્તકોમાંથી આ ...

એ સાંજ ગુલમર્ગને નામ

Image
જમવા પહેલાં જ ડિઝર્ટ ખવાઈ જાય તો પછી જમવામાં રસ રહે ? એવી સ્થિતિ અમારી હતી. બુટા પારથીની મુલાકાત પછી મન અપરિચિત પ્રસન્નતાથી ભરાઈ ગયું હતું. હવે કશું જોવામાં ખાસ રસ પડશે નહીં એવું મને સજ્જડપણે લાગી રહ્યું હતું. પણ, અમારા સાથીઓને હજી થોડું ઘૂમવું હતું. હાથ પર સમય તો હતો જ. અમે રૂખ કર્યો સમર પેલેસનો.  ગુલમર્ગમાં ડોગરા ડાયનેસ્ટીના રાજવીઓનો સમર પેલેસ એકદમ ખરાબ હાલતમાં છે એવું તો નથી પણ જેવી જાળવણી થવી જોઈએ એવી નથી થઇ.  મહેબૂબા મુફ્તી ચીફ મિનિસ્ટર હતા ત્યારે એનું રિસ્ટોરેશન કામ થયું હતું એવું જાણ્યું. હવે એ પેલેસ મ્યુઝિયમમાં તબદીલ થયો છે અને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો છે.  ચાલીસ રૂપિયાની ટિકિટ લઈને પ્રવેશ આપવામાં આવે છે. અમે ગયા તો ખરા. મનમાં હતું જમ્મુમાં જે પેલેસ છે એવો તો મહેલ હશે જ . પણ, આશા ઠગારી નીકળી. આ સમર પેલેસ હતો. એટલે કે ડોગરા રાજવી માટે શિકાર માટે  ગરજ સારનાર નાનકડો મહેલ.  આપણે હંમેશ મહારાજાઓના મહેલ ને રાજવી નિવાસની વાતો સાંભળીયે છીએ પણ એ વિષે, એ પાછળની સ્ટોરીઓ ભાગ્યે જ જાણવાની દરકાર કરીએ છીએ. ખરેખર તો એમની મરામત અને દેખરેખ એટલી ખર્ચાળ ...

બુટા પાથરી : પરબત કે ઉસ પાર...

Image
અમે ડ્રાઈવરને કહ્યું તો ખરું કે ચલ તો સહી પણ જવું ક્યાં ? અમને પોતાને જ ડેસ્ટિનેશન ખબર નહોતી.  રસ્તાની બંને બાજુએ પથરાયેલાં લીલાંછમ મેદાનોને અને પાઈન ટ્રીઝની હારમાળા એટલી રમ્ય હતી કે સહુ કોઈ તે જોવામાં મગ્ન હતા. રસ્તાની બંને બાજુ ક્યારેક નજરે ચઢતાં નાનાં નાનાં ઘર. જેમાં એક પણ ઈંટ નહોતી વપરાઈ. માત્રને માત્ર ગારા, લાકડાં, પથ્થર અને ઘાસની છતથી બનેલા પણ એટલાં તો સજી ધજીને હતા કે ઝુંપડી કોઈ હિસાબે ન કહેવાય.  સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત હતી કે તમામ ઘર મલ્ટીકલર્ડ. એક નહીં ભાતભાતના રંગથી રંગેલા. ખાસ કરીને આસમાની, ગુલાબી અને ઉઘડતો પીળો. આ ત્રણ રંગ ઉડીને આંખે વળગે. આ રંગ એમના ફેવરિટ હોવા જોઈએ. કોઈ ઘર તો પાંચ સાત રંગે રંગાયેલ હતા.  અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમે પાછા ફરી રહ્યા હતા. મનમાં ઈચ્છા તો હતી મુલાકાત લેવાની આવા કોઈ ઘરની ને તેમાં રહેનારને મળવાની. પણ એ ઈચ્છા પૂરી થાય એવા કોઈ અણસાર  લાગતા નહોતા. મોટાભાગના ઘર બંધ હોય એમ લાગતું હતું. એમાં રહેનાર અત્યારે ક્યાં ગયા હશે એવો પ્રશ્ન થયો. ડ્રાઈવરે કહ્યું કે સહુ પોતપોતના કામે ગયા છે. કામ એટલે કામ. નાઈન ...

મુકામ પોસ્ટ કાશ્મીર

Image
 #Kashmir Diary #PinkiDalal  શ્રીનગરથી પહેલગામ જતો રસ્તો કેસર અને ડાંગરના ખેતરોમાં વચ્ચેથી પસાર થાય છે. એમ થાય કે આ રસ્તો પૂરો જ ન થાય..  કોઈક ફંક્શનમાં રોટરી ફ્રેન્ડ ભારતી ભતીજા એ એમ જ પૂછ્યું : ચલ ,આતી હૈ કશ્મીર ?  ભારતીને પણ અંદાજ નહીં હોય કે હું  પલક ઝપકાવ્યા  વિના બીજી જ ક્ષણે હા પાડી દઈશ.  ને બની ગયો અમારો કશ્મીર પ્રોગ્રામ. જનાર હતા ભારતી અને તેની એક ફ્રેન્ડ , ત્રીજી હું. જો પાર્ટનર શોધું તો ચાર થઇ જાય.  મારે માટે મૂંઝવણ હતો છેલ્લી ઘડીએ કોને શોધવા જવું ? એટલે નક્કી કર્યું ચોથું કોઈ જોઈતું નથી. આપણે ત્રણ ઠીક છે. આ વાત થઇ સવારે અને બીજી સવારે ખબર પડી બીજા એક નહીં પાંચ મિત્રો થનગનતી ઉભી છે કાશ્મીર જવા માટે. એટલે અમારો સંઘ થયો કુલ 8 મૈત્રિણીઓનો.  કશ્મીર મારા માટે હંમેશ ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે. બાળક હતા ત્યારે હિન્દી ફિલ્મોમાં જોયેલા કશ્મીર કરતાં હજારગણું સુંદર હોવાની વાત તો 1996માં જયારે  ઉગ્રવાદ ચરમસીમા પર હતો ત્યારે સમજાઈ.  સ્કૂલમાં હતા ત્યારે કશ્મીર જવાનો મોકો મળ્યો...

ગુલમર્ગ : ફિરદૌસ રુહે ઝમીં .....

Image
અમારી પહેલગામ  મુલાકાત પૂરી થતી હતી.  અમારે હવે જવાનું હતું ગુલમર્ગ. એ ગુલમર્ગ જેની પર લોકો સમરકંદ બુખારા ઓવારી જાય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી એ હકીકત છે.  પહેલગામથી ગુલમર્ગ જવા માટે વળી શ્રીનગર પસાર કરવું પડે. ગુલમર્ગ ને પહેલગામ બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે પહેલગામથી ગુલમર્ગનું અંતર છે લગભગ 140 કિલોમીટર. અમારા ડ્રાઈવર માટે આ અંતર અધધ  હતું. એટલે એને ગાઈ વગાડીને કહ્યું હતું  કે ગુલમર્ગ પહોંચતા પૂરાં પાંચ કલાક લાગી જશે એટલે બધા નવ વાગ્યે તૈયાર રહેજો. સહુ તૈયાર પણ હતા ને જેમ થાય તેમ જ આઇએસટી ,ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પર અમે સ્ટાર્ટ થયા.  પહેલગામ છોડ્યું કે ગરમી વર્તાવા લાગી. કાશ્મીરમાં હોઈએ તો 25 ડિગ્રી પણ વધુ લાગે. રસ્તા પર અવરજવર હતી પણ ટ્રાફિક કહેવાય તેવી નહીં. અંતર વધુ હતું પણ બહારનો નઝારો, વનરાજી અને ચાલતી રસપ્રદ વાતો વચ્ચે ક્યારે શ્રીનગર આવી ગયું ખબર ન પડી. શ્રીનગરથી તો ગુલમર્ગ માંડ 50 કિલોમીટર દૂર છે.   બારામુલ્લા ડિસ્ટ્રિક્ટમાં પડતાં ગુલમર્ગથી કોઈ હિન્દુસ્તાની અજાણ હોય...

કશ્મીર ડાયરી : મુકામ પોસ્ટ પહલગામ

Image
શ્રીનગરથી પહેલગામ સુધીનું અંતર છે માત્ર 75 કિલોમીટર  , એ પણ સુંદર રમણીય રસ્તો અને લિદ્દર નદીની સાથે સાથે ચાલતો રહેતો , એટલે થાક લાગવાનો તો પ્રશ્ન જ નહોતો. પ્રશ્ન હતો કે  અમે પહોંચ્યા હતા એવા સમયે કે ન તો ક્યાંય સાઈટસીઇંગ માટે જઈ શકાય ન તો કલાકએક  સિએસ્ટા  ફરમાવી શકાય .  હોટેલ ખૂબસુરત હતી. ઊંચા ઊંચા પહાડો પર ઉગેલા પાઈન ટ્રીઝ વચ્ચે કોઈ નાનું બાળક બેઠું હોય એવી નાની , બુટિક હોટેલ. ગણીને રૂમ હતા 10 . એમાં ચાર તો અમે લીધા હતા અને બાકીના રૂમમાં બેંગ્લોરથી આવેલી બે યુવતી ઉતરી હતી. એમનો ઉદ્દેશ હતો ટ્રેકિંગ.  સાંજે કોઈ પ્રવૃત્તિ કરવાની નહોતી એટલે અમે રૂમની બહાર પડતાં નાનાં સુંદર ગાર્ડનમાં જમાવ્યું . ઘરેથી લઇ ગયેલા ગિરનારની મસાલા ચા  અને શાશ્વતા થેપલાં ગુજરાતી ટ્રાવેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે, અમારી ચા થેપલા ખાખરા પાર્ટી જોઈને સહુ સમજ્યા કે અમે ગુજરાતથી આવ્યા હોઈશું. જોવાની ખૂબી એ હતી કે સાથે સિંધી  મારવાડી મિત્રો પણ હતી પણ થેપલા ખાય તે ગુજરાતી એ ન્યાયે તેમની ઓળખાણ પણ ગુજરાતી તરીકે થઇ ગઈ.  ...