Posts

Showing posts from November, 2017

હાલ ને જાઈયે ગામડે

Image
એક જમાનો હતો , ગુજરાતી ફિલ્મો એટલે ભાભુ ઢોર ચારતાં જેવી ફિલ્મો  .  ચોયણી ને કળીબંધ ચુડીદાર , માથે સાફો , રંગરસિયા કલરફુલ પાઘ પહેરે , બસ એટલો જ ફેર. ગામડાની ગોરી એટલે ઘમ્મરિયાળો ઘાઘરો , લાલ બાંધણી , લહેરિયા , એમાં પણ માથે ઓઢ્યું હોય , હાથમાં બલોયા , ગાળામાં હાંસડી ,  પગમાં કડલાં  , માથે બેડું  ...  હવે એ યુગ ફિલ્મોમાંથી પણ ગયો તો રિયલ લાઈફની તો શું વાત કરવી ?  પણ જો, એક દિવસ એ વાતાવરણમાં રહેવાની મોજનો વિકલ્પ મળે તો ? ગુજરાતમાં હોય તો જાણ નથી પણ દિલ્હી પાસે એ વિકલ્પ મળે. અલબત્ત, વાસ્તવિક તો નહીં પણ વાસ્તવિકતાની એકદમ નજીક. દિલ્હીની અમારી ટ્રીપનું સ્ટાર અટ્રેક્શન જ હતું આ પ્રતાપગઢ ફાર્મ  . હોલીડે એટલે મોલ, મલ્ટીપ્લેક્સમાં મૂવી કે પછી પબ હૉપિંગ નહીં. ગામડાનો અનુભવ અને એની મઝા માત્ર એક દિવસ માટે  . જઝ્ઝર  રેલવે સ્ટેશન નજીક આવેલું પ્રતાપગઢ ફાર્મ છે તો  હરિયાણામાં , પણ દિલ્હીથી માત્ર બે કલાક દૂર. એક એવી જગ્યા , જે પ્રકૃતિની  મનોહર સુંદરતાને પ્રાકૃતિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે,  દિલ્હીવા...

ક્યા કહાની ક્યા સચ ?

Image
કહેવાય છે કે સત્ય કલ્પના કરતા વધુ વરવું હોય છે . તો ઘણીવાર સત્યના નામે દંતકથામાં મઢીને જન્માવેલી  કાલ્પનિક કથાઓ રસપ્રદ ભલે લાગે પણ વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે.  એવી જ કહાની છે અપૂર્વ સુંદરી ચિતોડની રાણી પદ્મિની એટલે કે પદ્માવતીની  . પ્રેમ, લોલુપતા ને સમર્પણ જેવા ઇમોશન્સથી ભરપૂર ડ્રામેટિક એવી  સંજય લીલા ભણસાલીની પદમાવતી આવી રહી છે ત્યારે એક બાજુ સર્જાયો છે તોડફોડનો માહોલ ને બીજી તરફ છે નરી ઉત્સુકતા. રાણા રતનસિંહ રાવલ ,રાણી પદ્મિની  ને અલ્લાઉદીન ખિલજી .  એક એવી દંતકથા જે  આજે પણ જીવે છે જેને કારણે  ચિતોડ જનાર પ્રવાસી  રાણી પદ્માવતીએ જ્યાં જૌહર કર્યું તે અગ્નિકુંડ જોવા ઉત્સુક હૉય છે અને દિલ્હીની મુલાકાત લેનાર મેહરૌલીમાં રહેલા અલ્લાઉદીન ખિલજીની યાદસમા ખંડહર જોઈને વૈમનસ્ય તાજું કરે છે.  આ આખી વાર્તા  આધારિત છે પદ્માવત નામના ગ્રંથ પર. મલિક મહોમ્મદ જાયસી નામના કવિએ અવધિ ભાષામાં લખેલો ગ્રંથ ખરેખર સત્યકથા પાર આધારિત છે ?  કે પછી જેને પોએટિક લિબર્ટી કહે છે તેવી કાલ્પનિ...

ખિચડી બારે માસ !!

Image
ખિચડી  ક્યારે અને કઈ રીતે  ભારતના તમામ લોકોની સિગ્નેચર ડિશ બની ગઈ ?  થોડા સમય પહેલા ઉઝબેકિસ્તાન જવાનું થયું. મનમાં હતું કે ભૂખે મરી જવાશે આ દેશમાં. એ વાત તદ્દન ખોટી પણ નહીં.ઉઝબેક લોકોને અમે વેજિટેરિયન છીએ એ જાણી એટલી તો નવાઈ લગતી હતી કે, માણસ ઘાસપાંદડા પર જીવી જ કઈ રીતે શકે ?  પણ, એ બધી વાત તો ઠીક પણ સહુથી મોટી નવાઈ તો અમને લાગી , એમની  કીચરી જોઈને .  હા,   આપણી ખીચડી તેમની કીચરી , ફર્ક એટલો કે આપણે ત્યાં મગ , તુવેરની દાળ કે પછી છોતરાંવાળા મગની દાળનો વિકલ્પ છે એમની પાસે દાળ જેવો કોઈ વિકલ્પ નથી, બલ્કે હાથમાં આવે એ બધા કઠોળ ને શાકભાજી પડે, રાજમા , મગ સાથે મસૂર પણ અને ચિકન કે મટન પણ , જો ચિકન મટનનો વિકલ્પ ન હોય તો એને દૂધમાં પકવાય અને જે લીલા શાકભાજી ઉગે તે પણ પડે જેમ કે ગાજર, ફણસી , વટાણા, પાલક,રોકેટ (ભાજી). પણ, હા આપણી જેમ એમની પાસે બારે માસ ખીચડી ખાઈ શકવાનો વૈભવ નથી. શિયાળો એટલો જાલિમ કે પાંદડું ન ઉગે , એમનું નવરોઝ એટલે કે પારસી નવરોઝને દિવસે જ નવું વર્ષ બેસે અને વસંત બેસવાની શરૂઆત થાય ને  ઘરે ઘર આ કીચરી ખીચડી મરચા...

ચાલ એવા મુંબઈમાં જઈએ

Image
કાશી , લાહોર ને ઓપેરાહાઉસવાળું મુંબઈ  તાજેતરમાં જ જેમનું અવસાન થયું તે નામાંકિત ફિલ્મમેકર કૃષ્ણ શાહની વર્ષો પૂર્વે એક ફિલ્મ આવી હતી , સિનેમા સિનેમા  . એમાં હિન્દી ફિલ્મોની ચડતી પડતી અને એ વિષયક માહિતી સાથે એક સીન હતો ઓપેરા હાઉસ થિયેટરનો . આજની જેમ ત્યારે મલ્ટીપ્લેક્સ કલચર  તો હતું નહીં. વન સ્ક્રીન થિયેટરના યુગમાં એક જમાનાના જાજરમાન આ ઓપેરાહાઉસ થિયેટરની જે કંગાળ  હાલત હતી કે અત્યારે એ જોઈને  તો મનાય નહીં કે એક જમાનાના જાજરમાન યુગનો આવો સમય પણ હોય શકે. પણ, ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી એ તો કુદરતી ક્રમ છે. એ જ ન્યાયે અત્યારે એ જ ઓપેરા હાઉસ ફરી એના સુવર્ણકાળના દૌરમાં આવી ચૂક્યું છે. થોડા વર્ષો જોવી પડેલી પનોતી એના રિનોવેશનમાં ધોવાઈ ચૂકી છે.  બ્રિટિશકાળ દરમ્યાન મુંબઈને મળેલા  જાજરમાન સ્થાપત્યો પૈકી એક છે રોયલ ઓપેરા હાઉસ. ભારતભરમાં એક કહી શકાય એવું  .જેનો શિલાન્યાસ થયો હતો 1909માં, બોમ્બે પ્રેસિડેન્સીના સમયમાં , અને માત્ર બે વર્ષમાં એનું ઉદ્ઘાટન ? ન મનાય પણ વાત થોડી જુદી છે.  હવે સ્વાભાવિક છે કે નિર્માણ કાર્ય પૂરું...

ટાઇમ ટુ સ્લો ડાઉન

Image
દક્ષિણ મુંબઇની ઓફિસમાં કાર્યરત પ૦ વર્ષનાં વિભાવરી યાજ્ઞિક વિટંબણા ખૂબ યુનિક છે. દૂર પરામાં રહેતાં વિભાવરી ધારે તો ઓફિસ પહોંચવા પોતાના ઘરની સામેના જ સ્ટોપ પર આવતી એરકંડિશન્ડ બસમાં આરામથી મ્યુઝિક સાંભળતાં સાંભળતાં, સવારનાં અખબારોની કંપની સાથે ઓફિસ પહોંચી શકે છે. વિભાવરી ઘરથી ઓફિસ પહોંચવાનો આ બે કલાકનો સમય ખરેખર ઓફિસવર્કમાં જ કે પછી પોતાના રચનાત્મક કામમાં જ ઉપયોગમાં લઇ શકે છે. પણ, બે કલાક! આ સમયગાળો જ અકળાવી નાખે છે. વિભાવરીને વળગણ છે ફાસ્ટ ટ્રેનનું. છેલ્લો કોળિયો ભર્યો ન ભર્યો અને ઉચકજીવે ખભે પર્સ લટકાવી દોટ મૂકવી, રિક્ષાવાળાને કાલાવાલા કરી સ્ટેશન પહોંચવું, ભર્યે પેટે કરેલી દોડાદોડીથી ભલેને હાંફ ચડે છતાં હાંફળાફાંફળા ચઢી પાંચ નંબરના પ્લેટફોર્મ પરથી ફાસ્ટ ટ્રેન દોડતાં દોડતાં ન પકડી તો યે જીના ભી ક્યા જીના હૈ દોસ્તો? આ ‘ફાસ્ટ ડિસઓર્ડર’નો શિકાર માત્ર વિભાવરી યાજ્ઞિક કે તેના જેવા પ્રોફેશનલ્સ જ હોય એ જરૂરી નથી. જ્યાં જુઓ ત્યાં આ જ પરિસ્થિતિ છે. થોડા સમય પૂર્વે જ અતિપ્રતિષ્ઠિત એવા એક લેખક પર કોઇના લખાણની ઉઠાંતરી કરવાનો ગંભીર આક્ષેપ થયો હતો. જેને માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એવા આ ...

સુગંધનો દરિયો

Image
દિવાળી આવે ત્યાં સુધી એક બે તકિયાકલામ જેવા વાક્યો પંદરસોવાર કાને અથડાયા વિના ન રહે. હવે તો બધું બધે મળે , દાગીના ખરીદવા ઝવેરીબજાર જવાની જરૂર જ નથી.  એક સમયે કવીન્સ રોડ પાર આવેલી સાડીઓની જાજરમાન દુકાનોનો વટ હતો. લગ્ન લીધા હોય ને ત્યાં ન જાઓ તો તમે તમારું શોપિંગ લો લેવલ , એ જ રીતે વેવાઈવેળાને શોભે એવી અસલ કાશ્મીરી ભારતની શાલ આપવા પણ ઝવેરી બજારની સામી ગલીમાં જવું પડે. ભુલેશ્વરમાં તો ભગવાન ભૂલો પડે પણ આપણે નહીં  . પૂજાપાની નાનીમોટી તમામ આઈટમ એક્જ્થ્થે મળી જાય. હવે આ કોઈ ચીજ માટે સ્પેશિયલી દક્ષિણ મુંબઈમાં આવવું પડે એ જમાના ગયા. હવે સાચે જ બધે બધું મળે. મુમ્બઈભરમાં ડિઝાઈનરની હાટડીઓ ચર્ચગેટથી માંડીને બોરીવલી દહિસર ને સાયં માટુંગાથી લઈને ઘાટકોપર ,મુલુન્ડ   .  એ છતાં વર્ષના કોઈપણ દિવસે આ વિસ્તારમાં જવા ટેક્સી તો કરી જોજો . પાર્કિંગનો દુકાળ તો આખા મુંબઈમાં પણ અહીં તો વિશેષ  . ત્યારે વિચાર આવે કે આ વિસ્તારમાં હાજી શું બાકી રહી ગયું હશે તે લોકો અહીં સુધી હડી કાઢીને આવે છે?  માત્ર ઝવેરી બજાર જ નહીં , કેટકેટલાય બજારો ઇન્ટરલિંક્ડ છે , એક પછી એક લિંક...