પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ , સુરમઈ ઉજાલા હૈ ચંપઈ અંધેરા હૈ....

         

 માર્તંડ મંદિરની મુલાકાત પછી અમારે પહોંચવાનું હતું પહેલગામ. જ્યાં પહોંચવાનો રસ્તો સફરજનના બગીચાઓ વચ્ચેથી ગુજરે છે. 

પહેલગામ નામને કોઈ પરિચયની જરૂર નથી. તે કાશ્મીરના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળોમાંનું એક છે, જ્યાં  શિયાળો હોય કે ઉનાળો, પાનખર કે વસંત કાશ્મીરના શ્રીનગરની જેમ વર્ષભર પ્રવાસીઓ આવે છે.  પહેલગામ પ્રવાસનો એક ભાગ ન હોય ત્યાં સુધી કાશ્મીરની કોઈ સફર પૂર્ણ થતી નથી.

આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા  પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે.
શ્રીનગરથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલું, પહેલગામ લીલાછમ ઘાસના મેદાનો, ગાઢ જંગલો અને નૈસર્ગિક જલસ્તોત્ર માટે જાણીતું છે. જુલાઈ અને ઓગસ્ટમાં અહીંથી શરૂ થતી અમરનાથ યાત્રાની વાર્ષિક યાત્રા અહીંથી શરૂ થાય છે એટલે નાની મોટી હોટલોનો પાર નથી. 
બેતાબ વેલી કદાચ પહેલગામમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે. તે મુખ્ય શહેરથી લગભગ 7 કિલોમીટરના અંતરે ચઢાવ પર છે.
આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા  પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે. 


પહેલગામમાં જ્યાં જાવ ત્યાં લિદ્દર નદી તમારી સાથે ચાલતી હોય તેવો આભાસ થાય છે.

તો, બેતાબ વેલી શું છે? 1983 પહેલા, તે માત્ર એક ઘાસનું મેદાન હતું જેમાં સ્થાનિક ચરવાહ પ્રજા તેમના પશુધનને ચરાવવા માટે ઉપયોગમાં લેતા હતા. તે સમયે, નામ હતું  હેગન વેલી અથવા હગૂન. અત્યારે પણ મૂળ નામ તો એ જ છે પણ કોઈને યાદ નથી. થયું એવું કે 1983માં સની દેઓલ અને અમૃતા સિંહ સ્ટારર ફિલ્મ બેતાબનું શૂટિંગ અહીં થયું હતું. ફિલ્મ અને વેલી બંને ઈન્સ્ટન્ટ હિટ થઈ ગઈ . બસ પછી શું? મૂવીની લોકપ્રિયતાને કારણે, ઘાસના મેદાનનું નામ પડી ગયું બેતાબ વેલી. હવે એ પોતાની પ્રાકૃતિક અવસ્થામાં રહી નથી. પાર્ક જેવા વિસ્તારમાં ફેરવાઈ ગઈ છે. ઠેકઠેકાણે ઉભા કરી દેવામાં આવેલા ગઝીબો, એકાદ બે ખાણીપીણી સ્ટોલ ને કારણે સ્થાનિકોમાં પણ તે પ્રિય છે.  

અહીં પિકનિક માટે ઘણાં કાશ્મીરી પરિવારો જોવા મળ્યા. તેની બાજુમાં જ વહેતી લિડર નદી સાથે સ્થળનું સમગ્ર સેટિંગ ખૂબ જ મનોહર છે. આ વખતે ચાન્સ ન મળ્યો બાકી બે વર્ષ પૂર્વે થયેલી ટ્રીપમાં મળ્યો હતો. પાર્કની મધ્યમમાં થઇને લિદ્દર નદી વહે છે. એના હિમ જેવા પાણીમાં પગ રાખીને બેસવું એક થેરાપી છે. એવું લાગે કે આ પાણી તમારા સ્ટ્રેસને પોતાની સાથે વહાવી જાય છે. 


બેતાબ વેલી કેટલી સુંદર છે તેની ઝલક ત્યાં ઊભા રહીને જુઓ તો ન મળે 
એને માટે ચંદનવાડી જવું પડે. આ એ જ ચંદનવાડી છે જ્યાં મોટરેબલ રસ્તો પૂરો થાય છે અને શરૂ થાય ટ્રેક જે યાત્રાધામ અમરનાથ સુધી જાય છે. 
ચંદનવાડી જતાં ઉપરથી નીચે નજર નાખો તો ખ્યાલ આવે કે બેતાબ વેલી શું ચીજ છે. આ ચંદનવાડી  જે બેતાબ વેલીથી લગભગ 8 કિલોમીટર અને પહેલગામથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે ઉનાળામાં, વસંતમાં ત્યાં પહોંચ્યા તો નિરાશા જ ઉપજે. ટીન શેડ ની બનેલી બંધ દુકાનો અને એકલદોકલ સ્થાનિક ભટકાઈ જાય તો ગનીમત. પણ આ ચંદનવાડી શિયાળામાં હોટ ડેસ્ટીનેશન હોય છે. તેનું કારણ હિમવર્ષા ને કારણે ત્યાં ઘણી સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે. 
સૌથી ખરાબ વાત હોય તો તે છે ટ્રાફિક. એ વિશે ત્યાં કોઈ યોગ્ય નિયમન નથી. છત્તાં આસપાસની પ્રાકૃતિક સુંદરતા જ તેને મુલાકાત લેવા યોગ્ય બનાવે છે. પહેલગામથી ચંદનવાડી સુધીની ડ્રાઇવ ખૂબ રમણીય છે.

જો તમે થોડું વધુ અન્વેષણ કરવા માંગતા હો, તો તમે ટટ્ટુ ભાડે રાખી શકો છો અને જંગલમાં સાહસ કરી શકો છો. નજીકમાં  એક ધોધ પણ છે, ઘણાં ટ્રેક કરીને જાય છે પણ ટટ્ટુ લેવો સલાહકારક છે. 

 આ પહેલગામ નજીકનું એક  રમણીય સ્થળ છે. અરુ નામનું નાનકડું ગામ. પહેલગામથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલું છે. તે ઘણા ટ્રેક્સનું પ્રારંભિક બિંદુ છે અને તે હંમેશા ટ્રેકર્સ સાથે તેમના પર્યટનની શરૂઆત કરતા હોય છે.

ગામના એક છેડે ઘાસનું મેદાન પણ છે જે થોડો સમય વિતાવવા અને મોજ કરવા માટે યોગ્ય છે.
પણ તમે બેતાબ વેલી પહેલાં ગયા તો અરૂ વેલી તમને નિરાશ કરી શકે છે. 

એક બીજી જગ્યા છે બૈસારન વેલી. લોકો બાઈસરણ કહે છે. 
તે પહેલગામથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલી ખીણ, ઘાસનું મેદાન છે. આ સ્થળ માત્ર પગપાળા અથવા ટટ્ટુ પર જ જઈ શકાય છે. પર્વતોમાં આવેલા બૈસારન નામના ગામમાં સમાપ્ત થતાં પહેલાં આ ટ્રેક તમને ગાઢ જંગલમાંથી પસાર થાય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જાણીતું સ્થળ છે. જંગલમાંથી પસાર થતો રસ્તો ઉપર અચાનક ખુલી જાય અને 360 ડિગ્રી વ્યૂ એટલો સુંદર છે કે ગમે તે  કેમેરા હોય, માનવીય આંખ આપે તેવો ન્યાય ન આપી શકે. તે જ ટ્રેક પછી બીજા ગામો જેવા કે કાની માર્ગ અને તુલિયન વેલી (તુલિયન તળાવ પણ) સુધી આગળ વધે છે. આ ટ્રેક શિખાઉ પણ કરી શકે  એવો સહેલો છે. 
અલબત્ત, બૈસારન  માટે ટટ્ટુ ભાડે રાખવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. સમગ્ર ટ્રેક થોડા કલાકોમાં સરળતાથી પૂર્ણ કરી શકાય છે અને ટટ્ટુ માલિકો સામાન્ય રીતે લગભગ રૂ. એક દિવસ માટે વ્યક્તિ દીઠ 1500 થી 2000 લે છે .
આ ઉપરાંત એક જગ્યા છે આશમુકામ. 
બજરંગી ભાઈજાન ફિલ્મનું ગીત ભર દો ઝોલી મેરી યાદ છે? તેનું શૂટિંગ પહેલગામ નજીક આશમુકામ નામના સ્થળે કરવામાં આવ્યું હતું. તે એક સૂફી સંત બાબા ઝૈના-ઉદ્દ-દીન વલીની દરગાહ છે, જેને ઝૈનો શાહ સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

એવું ગોલ્ફકોર્સ જે ભારતના ટોપ 50માં તો શામેલ છે પણ સૌથી વધુ ઊંચાઈએ આવેલા પૈકી એક પણ ખરું. 

પહેલગામમાં એક ગોલ્ફ કોર્સ પણ છે જે 7250 ફૂટની ઊંચાઈએ છે. ભારતના ટોપ 50 ગોલ્ફ કોર્સ માં નામ છે. સૌથી વધુ ઊંચાઈએ આવેલ ભારતીય ગોલ્ફ કોર્સ માં ગણના પામે છે. પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ છે. 18-હોલ ગોલ્ફ કોર્સ હોવાને કારણે કેટલીક નામાંકિત ગોલ્ફ ટુર્નામેન્ટ યોજાતી રહે છે. એક શિખાઉ  તરીકે પણ, તમે રૂ 500 એન્ટ્રી ફી અને કલાકના 500  રૂપિયા ચૂકવીને તમારો હાથ અજમાવી શકો છો. (આ ભાવ બે વર્ષ પહેલાના છે) જોકે ત્યાં અગાઉથી બૂકિંગ કરાવવું જરૂરી હોય છે ને જો તમને ગોલ્ફમાં રસ ન હોય તો પણ, તે મુલાકાત લેવા અને અન્વેષણ કરવા માટે એક ઉત્તમ સ્થળ છે. શિયાળા માં આ મેદાન Winter સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ખુલ્લું મૂકી દેવામાં આવે છે. ત્યાં સ્લાઈડ, સ્કીઇંગ જેવી પ્રવૃત્તિઓ થાય છે. 
પહેલગામમાં આપણે જ્યાં જઈએ ત્યાં લિદ્દર નદી સાથે સાથે ચાલતી હોય તેવી પ્રતીતિ થાય. 
જે એક હિમનદી નદી છે જે કોલાહોઈ ગ્લેશિયરમાંથી નીકળે છે, પહલગામની ખીણોમાંથી વહે છે અને અહીંની તમારી સફરના મોટાભાગના ભાગ માટે તે તમારી સાથી બની રહે છે. 
તેનું સ્ફટિક જેવું પાણી વિવિધ પ્રકારની માછલીઓનું ઘર છે અને સ્થાનિકો માટે જીવનરેખા પણ છે કારણ કે તેનો ઉપયોગ સિંચાઈના હેતુઓ માટે પણ થાય છે.

આ તો થઈ એક ટુરિસ્ટ સ્પોટ વિશે વાત. 
પહેલગામ પાસે આ સિવાય એક આગવી ઓળખ પણ છે. 
બહુ ઓછા લોકો જાણે છે કે પહેલગામને 
 ક્રિકેટ બેટ કેપિટલની  ઉપમા મળે છે. પહેલગામ આશ્ચર્યજનક રીતે ક્રિકેટ બેટ માટે નોંધપાત્ર હબ છે. ત્યાં આવતાં સહેલાણીના શૉપિંગ લિસ્ટમાં હવે અખરોટ કેસર સાથે સાથે ક્રિકેટ બેટ પણ  શામેલ હોય છે. અનંતનાગ જિલ્લામાં ઊગતાં કાશ્મીરી વીલો વૃક્ષના થડમાંથી આ બેટ બનાવાય છે. આ ઉદ્યોગ નવો નથી પણ ત્રાસવાદ દરમ્યાન મંદ પડી ગયો હતો. 370 કલમ રદ થઈ પછી ત્યાંની એક કંપનીએ સચિન તેંડુલકરને આમંત્રણ આપી તેડાવ્યા. પહેલગામના રસ્તા પર સચિને બે પાંચ ફટકા મારતાં શોટ્સ ને રીલ વાયરલ થયા ને અચાનક બેટ બનાવનાર મિરતને સ્થાને કાશ્મીરી બેટની બોલબાલા થઈ ગઈ. 
સચિન તેંડુલકરની એક મુલાકાતે કાશ્મીરી બેટને માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં ખ્યાતિ અપાવી દીધી. 



આ પ્રદેશના, અનંતનાગ વિસ્તારના વનપ્રદેશમાં ઊગતાં વિલો વૃક્ષો ઉચ્ચ-ગુણવત્તાવાળા બેટ બનાવવા માટે લાકડું પૂરું પાડે છે. આ વૃક્ષ 90 ફૂટ ઊંચું ઊગે છે. ઉગતા 20 થી 25 વર્ષ લાગે છે . 
 
બેટ બનાવવા માટે વિલોના વૃક્ષોને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે અને ચોક્કસ ઋતુઓ દરમિયાન લણવામાં આવે છે જેથી ખાતરી થાય કે લાકડું તેની શ્રેષ્ઠ ગુણવત્તામાં છે.
પછી સૂકવણી અને સીઝનીંગ થાય. લણેલા લાકડાને પછી ઘણા મહિનાઓ કે વર્ષો સુધી સૂકવવામાં અને સીઝન કરવામાં આવે છે. આ પ્રક્રિયા ભેજ દૂર કરવા અને લાકડાની ટકાઉપણું વધારવા માટે મહત્વપૂર્ણ છે.
પછીના સ્ટેજમાં  આકાર અપાય છે. કુશળ કારીગરો પરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને લાકડાને ઇચ્છિત ક્રિકેટ બેટ પ્રોફાઇલમાં આકાર આપે છે. હેન્ડલ અને બ્લેડને ચોક્કસ સ્પષ્ટીકરણોને પૂર્ણ કરવા માટે કાળજીપૂર્વક કોતરવામાં આવે છે.
કાશ્મીરી વિલો ટ્રી માંથી બનતા બેટ માટે હવે આ વૃક્ષો ખાસ રોપવામાં આવે છે. જેને ઊગતાં 20 થી 25 વર્ષ લાગે છે. આ ઉદ્યોગ હવે ઝડપથી વિસ્તરી રહ્યો છે. 


 ને છેલ્લે ફિનિશિંગ અને પોલિશિંગ થાય છે. બેટને પછી લેકર અથવા વાર્નિશ કોટથી  કરવામાં આવે છે અને તેને સરળ અને ચમકદાર દેખાવ આપવા માટે પોલિશ કરવામાં આવે છે.
 છેલ્લું સ્ટેજ છે  બ્રાન્ડિંગ અને લેબલિંગ. અંતિમ પગલામાં બેટને ઉત્પાદકનું નામ અથવા લોગો સાથે બ્રાન્ડ કરવામાં આવે છે અને તેને સંબંધિત માહિતી સાથે લેબલ કરવામાં આવે છે.

કશ્મીરમાં બેટ ઉદ્યોગ મુખ્યત્વે શ્રીનગર જિલ્લામાં, ખાસ કરીને બટામલુ, રાજબાગ અને હબ્બકદલ જેવા વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ પ્રદેશોમાં બેટ ઉત્પાદનનો લાંબો ઇતિહાસ છે અને ઉદ્યોગને સમર્થન આપવા માટે જરૂરી માળખા અને કુશળ વર્કફોર્સ છે.કશ્મીરમાં બેટ વ્યવસાયમાં સામેલ પરિવારોની ચોક્કસ સંખ્યા કહેવી મુશ્કેલ છે, કારણ કે ઉદ્યોગ અસંગઠિત છે. કાશ્મીરી બેટની નિકાસ જે  દેશોમાં ક્રિકેટની બોલબાલા હોય ત્યાં થાય છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા,  આફ્રિકા,  બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં થાય છે. એ ઉપરાંત એવો દાવો થાય છે કે બેટ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને રહેલા મિરતને સ્પર્ધા આપી રહ્યા છે. 

 કાશ્મીર એક સમયે પ્રાચીન સિલ્ક રૂટનો  ભાગ હતો, જે ભારતને મધ્ય એશિયા અને તેનાથી આગળ જોડતો હતો. આ ઐતિહાસિક મહત્વ તેના સાંસ્કૃતિક વારસામાં પ્રતિબિંબિત થાય છે.

પહેલગામ પછી હવે અમારો મુકામ હતો શ્રી નગર.....




Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...