જીના ઈસી કા નામ હૈ...

આજની સવાર તો જેમ પડે તેવી જ પડી. 
રવિવારના દિવસે આખો દિવસ ભરચક જલસા કર્યા પછી રાતે જરા થાક અનુભવાયો પણ દિવસભર કરેલી મજા એ થાકની શું વિસાત? 
રવિવારની સવાર Rotary fellowship ને નામે હતી. થીમ હતો મેળો. મેળે ગયાનો થાક લાગે પણ સાંજે પ્રિય મિત્રની Birthday પાર્ટી હોય તો થાક ક્યાંથી લાગે? 
મોડી રાત સુધી ચાલેલી પાર્ટી પછીની સુસ્ત સવાર. ને સમાચાર મળ્યા એક વડીલ પત્રકાર મિત્રે આત્મહત્યા કરી તેના. મેં એમને કદી ઉદાસ કે ગંભીર જોયા નથી. હમેશ એક ચિતપરિચિત સ્મિત અને અવાજમાં રહેલો સાચુકલો ઉમળકો. 
એ વ્યક્તિ એકલતા અને માંદગીથી ત્રાસી આવું કરે એ વિચાર મને ઉદાસ કરી રહ્યો છે. 
હવે રહી રહીને વિચાર એવો પણ આવે છે કે મસ્ત ફકીર જેવા આ મિત્ર ખરેખર મનથી ખુશ રહેતા હશે કે પછી ચહેરા પર ચહેરો પહેરી રાખતા હશે? 
અત્યારે એવો વિચાર પણ આવ્યો કે વ્યક્તિ જો કામ સિવાય બીજી કોઈ હોબી જિંદગીમાં ન વિકસાવી શકે તો આ સમસ્યા થાય. ઘણા લોકો સમજી જ શકતા નથી કે લોકો કેમ પાર્ટી Animals કે પછી ટોળા પ્રિય થઈ જાય. લોકોને isolation ને solitude ભેદ નથી સમજાતો. 

કદાચ એટલે જ પાછલી ઉમરમાં મિત્રોની સંખ્યા વધતી જાય. આખી જિંદગી કામ કરીને પૂરતા ધનસંપત્તિ એકઠા કર્યા હોય તો એ સમાજ ને ફૂલ નહીં તો પાંખડી તરીકે આપવાનું મન થાય. સમાજ માટે જ નહીં પોતાના આનંદ શોખ માટે જીવવાનું મન થાય તો ખોટું શું છે? 

એક દોઢડાહ્યો મિત્ર મારી ફેસબુક પોસ્ટ જોઈને  મારે શું કરવું કેમ કરવું એ વિશે ઉપદેશ આપતો ફરે છે. એ માત્ર એટલું જ જોઈ શકે છે જે જોઈ ઉપદેશ આપવો છે. સુખી થવું હોય તો આવા  જજમેન્ટલ લોકોને આસપાસ ફરકવા પણ ન દેવા. એ નેગેટિવ લોકો મેન્ટલ હેલ્થ વિશે સમસ્યા કરાવે. 

જોવાની ખૂબી એ છે કે પોતાની પ્રવૃત્તિ અને શોખમાં મગ્ન લોકો તમને માત્ર આનંદી સંતોષી જ નહીં શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત પણ જણાશે. 
.. તમને ક્યારેય એવું લાગે છે કે તમે વૃદ્ધ થઈ ગયા છો? 
કશું ન કર્યા પછી થાક લાગ્યા કરે. કંટાળો વર્તાય ત્યારે તમને લાગે કે હા થોડું થાક્યા છીએ પણ એને કઈ વૃદ્ધાવસ્થા થોડી કહેવાય? 
સાચી વાત છે એને વૃદ્ધાવસ્થા ન જ કહેવાય
પણ જ્યારે તમને બીજા જે પણ કરે તેમાં વાંધા દેખાય, હું જ સાચો કે સાચી જેવા જક્કી ઘેટાં જેવી માનસિકતા બનતી જાય અને અને કોઈ મિત્રો આજુબાજુ ફરકવા બંધ થઈ જાય ત્યારે સમજી જજો કે you are being Toxic. 

 લોકોને કોઈ સારી પ્રવૃતિ કરીને જલસાથી પાર્ટી કરતાં, ટ્રાવેલ કરતા, પોતાની પ્રકૃતિ અને તબિયતને ધ્યાનમાં રાખીને મોજ કરી શકો તો ઉત્તમ ન કરો તો પણ વાંધો નહીં પણ આમ કરતા લોકોને જુઓ
ને નકામો કકળાટ ન કરતા.. 
જરા મગજની બારી ખોલી તો ખ્યાલ આવે કે જિના ઈસી કા નામ હૈ. 

Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...