Posts

Showing posts from May, 2025

ગોવાનો એક ગોપિત ચહેરો

Image
આ ગોવાને કોણ જાણે છે ? હમણાં એક ગોવાની મિત્રને  મળવાનો પ્રોગ્રામ થયો. આમ પણ જૂનાં મિત્રો મળે ત્યારે સામાન્યરીતે ધર્મ અને રાજકારણ વિષે ચર્ચા કરવાનું ટાળી દીધું છે. આ બે વિષયમાં સમાન રસવાળા મિત્રો પણ ક્યારે તલવાર તાણીને સામસામે આવી જાય કહેવાય નહીં. થોડાં જૂનાં સંસ્મરણો વાગોળી લીધા પછી એ જ રસ રુચિની ચર્ચા હતી. સંસ્કૃતિ, સંગીત, સાહિત્યની વાતો વચ્ચે  બોબીના ગે ગે રે સાહિબા ગીતની વાત નીકળી. મૂળ તો એ છે ગોઅન ફોક સોંગ. લોકગીતનું એક આગવું વિશ્વ છે.  દરેક ભાષામાં મળતાં લોકગીત તેમના સમય,સંસ્કૃતિ, સમયકાળ અને સંજોગો વિષે ન જાણે કેટલું બધું કહી જાય છે. પણ, આપણે તો આ ગીત બોબીમાં જોયું. વળી સંગીતમર્મી રાજ કપૂરે એનાથી વાતાવરણ જ કેવું સર્જ્યું હતું કે આપણને લાગે કે નાયિકા પોતાના પ્રિયતમ ને મળવા જવા નદીને પાર ઉતારવા નાવિક ને વિનંતી કરતી હશે. અત્યાર સુધી મારા મનમાં આ જ છાપ હતી. પણ,  આ વાત અર્ધસત્ય છે તેની જાણ નહોતી. આ ગીત પાછળની સ્ટોરીથી તદ્દન અજાણ મને જે જાણવા મળ્યું , કદાચ ઘણાં આ વાતથી જ્ઞાત હોય તો ખ્યાલ નથી પણ મેં આ પહેલીવાર જાણ્યું એટલે લખ્યા વિના ન રહી શકી.  આ ગીત ...

સ્પેશિયલ ઓપ્સ ગમી હોય તો રીયલ ટાઈમ સ્પેશ્યલ ઓપ્સ ન ચૂકતાં ...

Image
તાજેતરમાં થયેલા ઓપેરશન સિંદૂરનો મૂડ બરકરાર હોય કે પછી વારંવાર આવી પહોંચતા વર્ષારાણી ઘરમાં ભજીયા સાથે સમથિંગ સ્પેશિયલ ડિમાન્ડ કરતા હોય તો અમેઝોન પ્રાઈમ પર The Ministry of Ungentlemanly Warfare ફિલ્મ જોઈ નાખો.  ચર્ચિલ વિષે ઝાઝો અભ્યાસ નથી . બાળપણમાં ચર્ચિલ વિષે ઘણી વાતો સાંભળી હતી તેમાં યાદ રહી ગયેલી એક વાત કે ભારતીયોને આઝાદી આપવી એટલે વાંદરાના હાથમાં જામ પકડાવવો. એટલું જ નહીં એવું પણ કહ્યું હતું કે  Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. આ સાથે સ્કૂલમાં ઇતિહાસના શિક્ષક ઘણું બધું કહેતા.જે થોડું ઘણું સાંભળ્યું જાણ્યું હતું ત્યારથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગયેલી કે એમને ભારત અને ભારતીય માટે ભારે પૂર્વગ્રહ હતા. તો આપણે શું કામ એમની પ્રત્યે આદરભાવ રાખવો ?  આપણે એમની સાથે પૂર્વગ્રહથી પીડાઈ કદી તેમના વિષે કશું વાંચ્યું વિચાર્યું નહોતું પણ છેલ્લા થોડા સમયથી એ વિષે ...

વાત બે તાજ વચ્ચે કુરબાન થયેલી એક પ્રિન્સેસની

Image
આજનું મુંબઈ,400 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે એ એક મહાનગર હશે.  દર વર્ષે જૂન મહિનો આવે તે પહેલા માત્ર BMC જ નહીં તમામ મુંબઈકર પણ સજ્જ થઇ જાય. ખાસ કરીને રોજ નોકરીધંધા માટે પરામાંથી મુંબઈ આવતા કે કામકાજ માટે સબર્બ માં જનાર મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજથી ખોફ ખાતા હોય છે. પ્રશ્ન એ થાય છે કે આજે આટલા વર્ષે પણ મુંબઈ કેમ દોહ્યલું છે? આટલા વર્ષ એટલે ? આજે મુંબઈને મુંબઈ બનવાની 361મી વર્ષગાંઠ છે. 21 મે 1662 , આ દિવસ જયારે પોર્ટુગલની રાજકુમારી કેથરીન ઓફ બ્રિગેન્ઝાને બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીય સાથે લગ્નમાં મુંબઈના ટાપુ કરિયાવરમાં આપવામાં આવ્યા.  મુંબઈ મુંબઈ  તો પછી બન્યું પહેલા તો હતો એક ટાપુનો સમૂહ. 23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા  . એ તો સહુને ખબર છે કે મુંબઈને મુંબઈ બનાવનાર હતા અંગ્રેજ. પણ એવું નહોતું કે આ પ્રદેશનું અસ્તિત્વ નહોતું.  અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ...

કિસ્સાગોઈ : ફોર મિલિયન

Image
 વાત છે એક પત્રકારની. એક કેમિસ્ટ કમ કમ્પાઉન્ડરની , એક મિકેનિકની.  નામ એનું વિલિયમ સિડની પોર્ટર . સાધારણ માણસ. જિંદગી ચલાવવા ઘણાં ઓડ જોબ કરી ચૂક્યો  હતો તેમાં એકવાર માથે આળ આવ્યું ચોરીનું. વિલિયમ થયો જેલ ભેગો. હવે થઇ સમસ્યા. ઘરમાં પત્ની અને બે નાના બાળકો . તેમને માટે આજીવિકા માટે કોઈ સાધન નહીં . હવે શું કરવું ? વિલિયમને વિચાર આવ્યો ટૂંકી વાર્તાઓ લખવાનો. જેલમાં બેઠાં બેઠાં જે અર્થોપાર્જન થાય તે ,  જો કોઈ છાપા મેગેઝીન છાપે તો એમાંથી મળનાર પુરસ્કારથી ઘર તો ચાલે. આઈડિયા કામ કરી ગયો. વિલિયમ પાસે એક હુન્નર હતો કોઈ પણ ઘટનાને રમૂજી રંગે રંગવાનો. પોતાની સાથે ,આજુબાજુ બનેલી ઘટના પર જ વાર્તાઓ લખવા માંડી, પ્રતિભાવ એવો મળ્યો કે એક અખબારના એડિટરે હાસ્યકથા કોલમ ચલાવવાનું પ્રોમિસ આપ્યું.  એ કોલમ એવી તો હિટ થઇ ગઈ કે વિલિયમ પોર્ટર રાતોરાત પંકાઈ ગયો.  એ કથા લાંબી ન ચાલી ,અને વ્યરંગકથા લેખક , હ્યુમરિસ્ટ એવા વિલિયમ પોર્ટરે હાથ અજમાવ્યો સંવેદનશીલ લેખન પર .  જે માટે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી , સંવેદનશીલ ટૂંકી વાર્તા માટે પ્રખ્યાત થયા તે આપણા આ લેખક વિલિયમે નવું એક પેન નેમ રાખ...