Posts

Showing posts from October, 2024

ચલ કહીં દૂર નિકલ જાયેં...

Image
યુઝમર્ગ જેવા સ્વર્ગમાંથી નીકળીને અમારે જવાનું હતું દૂધપથરી, એકથી બીજા સ્વર્ગમાં. શ્રીનગરથી ખાસ દૂર નથી, સવારે જઈને સાંજે પાછા ફરી શકાય એવા અંતરે. 40 કિલોમીટર દૂર. મોટાભાગે લોકો એ જ વિકલ્પ લે છે. આમ તો શ્રીનગરની આસપાસ જે નાનાં સુંદર ડેસ્ટિનેશન છે તે ભૂલ્યા ન ભુલાય પણ કુદરત ના વૈભવ ને મઢવાની વાત છોડી  selfie કે રીલભૂખ્યાં ટુરિસ્ટ ને ત્યાં જલસો પડી જાય .  દૂધપથરીના પણ રંગરૂપ અનેક. ગયા માર્ચ મહિનામાં જયારે મુલાકાત લીધી હતી ત્યારે ફર કોટ પહેરીને મહાલતી કોઈ લલના જેવું રૂપ હતું. ગ્રીષ્મની શરૂઆત અને હિમ પીગળવાની શરૂઆત થઇ ચૂકી હતી તેથી ઠેકઠેકાણે કીચડ પણ હતો. ફિલ્મોમાં સ્નોમાં  રોમેન્ટિક સીન્સ એક વાત છે ને હિમમાં એક કલાકથી વધુ ટકી શકવું બીજી વાત છે. એક ચોક્કસ પોઇન્ટથી નદી સુધી જતાં ઘૂંટણભેર સ્નોમાં પગ ખૂંપી જવાથી મજા સજા જેવી લાગી હતી.  ને એ જ વેલી સપ્ટેમ્બર મહિનામાં ગ્રીન કાર્પેટ પાથરીને અછોવાનાં કરતી હોય તેમ સાદ દેતી હતી.  કોઈ કહી ગયું છે ને બદલતે લોગ બદલતે રિશ્તે ઔર બદલાતા મૌસમ  ચાહે દિખાઈ ન દે પર મહસૂસ તો હોતે હૈ .. અહીં તો ખેલ જુદો હતો. આ કુદરત હતી મ...

દિલ ઢૂંઢતા હૈ ફિર વહી...

Image
ભારતમાં પણ આવી કોઈ જગ્યા છે , જુઓ તો જ માની શકો.  શ્રીનગરથી અમારે જવાનું હતું યુસમર્ગ.  ખરેખર તો મારા માટે  આ નામ જ ભારે વિસ્મયકારી હતું. આ પૂર્વે કોઈ પણ કાશ્મીર પ્રવાસ સમયે ક્યાંય કોઈ  પાસે સાંભળ્યું કે જાણ્યું નહોતું.  જયારે આઇટેનરીમાં યુસમર્ગનું નામ જોયું એટલે ગૂગલ પર  શોધ કરી. તેમાં પણ ખાસ જોઈએ તેવી માહિતી તો ન મળી. ખૂબ રમણીય જગ્યા છે, માત્ર નિસર્ગપ્રેમી વિદેશીઓ જ આવે છે તેવા સંદર્ભ જાણ્યા એટલે લાગ્યું કે ખાસ સુવિધા નક્કી નહીં હોય અન્યથા દેસીઓ તૂટી પડે. શ્રીનગરથી યૂઝમર્ગ જવાનું હતું. રસ્તો ખાસ લાંબો નથી, પણ વચ્ચે એક સુંદર ધોધ જોવાનો હતો. નામ અહરબલ ફોલ. કાશ્મીરીમાં અહરનો અર્થ થાય છે ઝરણું કે જેને ચશ્મા કહે છે અને બલ એટલે મુખ. ઝરણનું મૂળ , મુખ તે   અહરબલ ધોધ. શ્રીનગરથી છે તો માત્ર 75 કિલોમીટરના અંતરે પણ મુંબઈમાં 75 કિલોમીટર અને કાશ્મીરના પહાડી રસ્તા પર ટેમ્પો ટ્રાવેલરમાં  કિલોમીટર જુદી જ ગણતરી થાય. તેમાં પણ ત્યાં પહોંચાડતો રસ્તો પુલવામા ગામમાંથી પસાર થતો હતો. હા, એ જ પુલવામા જેના પર થયેલા એટેકથી એક એક હિન્દુસ્તાની હલબલી ગયા હતા. વચ્ચે ...

સોચો કી ઝીલોં કા શહર હો...

Image
  સોચો કી ઝીલો  કા શહર હો ... લહેરોં પે અપના એક ઘર હો ... શ્રીનગરમાં દલ લેક પરથી વહીને આવતી ઠંડી હવાની લહેરખી ચહેરા પર શું અડે , દિલ બાગ બાગ થઇ જાય.  સામાન્યરીતે લોકો શ્રીનગરથી પહેલગામ જાય, અમારો રૂટ જુદો જ હતો. અલગારીની રખડપટ્ટી જેવો.  પહેલગામ પછીનું અમારું ડેસ્ટિનેશન હતું શ્રીનગર . શ્રીનગર જમ્મુ કાશ્મીરનું  સમર કેપિટલ છે. શ્રીનગરનું નામ જ તેના અર્થને ફલિત કરે છે. સંસ્કૃત નામનો અર્થ થાય છે સમૃદ્ધિનું શહેર.  છેલ્લાં થોડા વર્ષોમાં ને ખાસ કરીને 370 કલમ નિર્મૂલન પછી શહેર એટલું બદલાયું છે કે ત્યાંના રહેવાસીઓ હેરાન પરેશાન છે.  એક તરફ છે સૌંદર્યનો નઝારો ને બીજી બાજુ છે આડેધડ થઇ રહેલું વિસ્તરીકરણ. વર્ષો સુધી ટુરિસ્ટની દ્રષ્ટિથી ઓઝલ રહેલું કાશ્મીર હવે સહુને વિઝીટ કરવા જેવું લાગે છે. જેથી દર વર્ષે લાખો ટુરિસ્ટ આવે છે. ટ્રાફિક, પ્રદૂષણ, શોરબકોરનો પાર નથી. ઉપરાંત જે રીતે વનરાજીનું આડેધડ નિકંદન કાઢીને નવા હોટેલ અને મકાનોનું નિર્માણ ચાલી રહ્યું છે તેનાથી સામાન્ય નાગરિક નહીં ટુરિસ્ટ પણ પરેશાન થઇ જાય છે.  અમે હોટેલની બદલે એક વિલામાં ઉતરવાનું નક્કી કર્યું હતું. દ...

પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ , સુરમઈ ઉજાલા હૈ ચંપઈ અંધેરા હૈ....

Image
           માર્તંડ મંદિરની મુલાકાત પછી અમારે પહોંચવાનું હતું પહેલગામ. જ્યાં પહોંચવાનો રસ્તો સફરજનના બગીચાઓ વચ્ચેથી ગુજરે છે.  પહેલગામ નામને કોઈ પરિચયની જરૂર નથી. તે કાશ્મીરના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળોમાંનું એક છે, જ્યાં  શિયાળો હોય કે ઉનાળો, પાનખર કે વસંત કાશ્મીરના શ્રીનગરની જેમ વર્ષભર પ્રવાસીઓ આવે છે.  પહેલગામ પ્રવાસનો એક ભાગ ન હોય ત્યાં સુધી કાશ્મીરની કોઈ સફર પૂર્ણ થતી નથી. આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા  પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે . શ્રીનગરથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલું, પહેલગામ લીલાછમ ઘાસના મેદાનો, ગાઢ જંગલો અને નૈસર્ગિક જલસ્તોત્ર માટે જાણીતું છે. જુલાઈ અને ઓગસ્ટમાં અહીંથી શરૂ થતી અમરનાથ યાત્રાની વાર્ષિક યાત્રા અહીંથી શરૂ થાય છે એટલે નાની મોટી હોટલોનો પાર નથી.  બેતાબ વેલી કદાચ પહેલગામમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે. તે મુખ્ય શહેરથી લગભગ 7 કિલોમીટરના અંતરે ચઢાવ પર છે. આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા  પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે.  પહેલગામમાં જ્યાં જાવ ત્યાં લિદ્દ...