મગજમાં છે કેમિકલ લોચા



થોડાં સમય પહેલાં એક મૂવી જોયું હતું.  The last witch hunter. મૂવી તો જાણે હતું જ ફ્લોપ પણ, 
  એની સ્ટોરી લાઈન વાંચી ત્યારથી જોવું એમ નક્કી કરેલું. ફિલ્મ છે નામ પ્રમાણે એક witch hunter પર, જે માનવજાતને કનડતી દુષ્ટ આત્માનો નાશ કરે છે. 

ભલભલા દુષ્ટ આત્મા જેર થઈ જાય છે. રહી છે એક માથાભારે ડાકણ (અલબત્ત, આ શબ્દ વાપરવો ખૂંચે છે).
આ આત્મા માણસજાતનો નાશ કરવા યુધ્ધે ચડી છે. પણ, એવું તો શું વેર છે એ પ્રશ્નનો જવાબ જાણ્યા પછી ડાકણ આપણી હીરોઈન બની જાય છે.  

ડાકણ માનવજાતને ધિક્કારવાનું કારણ છે માણસજાતનો કુદરત પ્રત્યેનો દુર્વ્યવહાર. જંગલનો વિનાશ. વાતાવરણનો વિનાશ.વિકાસ ને સંસ્કૃતિને નામે જંગલ સફાચટ કરનારને પરલોક પહોંડવાની જવાબદારી પોતાની સમજે છે. 

જોવાની ખૂબી એ છે કે લડત છે પર્યાવરણ બચાવવા માટે. હીરો વિધ્વંસકારી માનવજાતને બચાવવા લડે છે ને પર્યાવરણ માટે મેદાને પડેલી 'Witch' ને ઠેકાણે પાડે છે. 
એ જોઈને દિલમાં ભારે  ચચરાટ થયો ત્યારે મિત્રે કહયું કે, ઠીક હવે, આમ પણ પર્યાવરણની વાતો જગતમાં રહેલા 0.0000001 % લોકો કરતાં હશે.  ને તું એમાંની એક હોય તો what you need is a good psychiatric. 

એમાં ખોટું શું હતું? પર્યાવરણ બચાવવા ઝઝૂમી રહેલી એ witch મને  હિરોઇન લાગી એ હતો કેમિકલ લોચો, મારા મનનો. 

બાકી હતું તેમ આ સલમાન, એક તો ગરમી ને બીજો ઉકળાટ સમાચાર ને tv થતી  ચર્ચા. 
એ બિચારો કઈ રીતે થઈ ગયો? લુપ્ત થતી પ્રજાતિના હરણને હણી એને પૂરવાર શું કર્યું? હરણ એના સ્ટારડમને ન ઓળખી શકયું તેની ભડાસ કે પછી સુપર હીરો હોવાથી ભાઇ કો પકડના મુશ્કિલ હી નહીં નામુમકિન ભી હૈ... એવો મદ. 
અને એ સાથે મિત્રો સાથે ચર્ચા થઈ ,ફરી  મતભેદ, મનભેદ. 
જેમ થોડા દિવસથી ચર્ચા થઇ રહી હતી એ જ થઇ ને રહ્યું  . આ લખાઈ રહ્યું છે ને સલમાનને જમીન મળી ગયા છે. 
દિવાનાઓ ઝૂમી રહેવાના છે. બીજી બધી બબબતો બાજુ પાર મુકાઈ જશે. હવે ફરી વારો પડશે ત્યારની વાત ત્યારે  ..

તારીખ પર તારીખ  .. તારીખ પર તારીખ  .

લુપ્ત થતી જતી પશુ પંખી,  કીટક, જીવ જંતુની જાતિ, જંગલ નિકંદન, નોન બાયોડિગ્રેડેબલ ચીજોથી પૃથ્વીને ગુંગળાવી નાખવી એ મેન્ટલી મૂક બધિર પ્રજાને સમજાવવામાં અસફળ રહેવા પર ડિપ્રેશન અનુભવતા લોકો કેટલા? 
આ લખનારની જેમ કેમિકલ લોચાધારી અહીં કેટલા? 
#savetheearth 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen