શ્રાદ્ધ ન કરો તો વાંધો નહીં કાગડાભાઈને જમાડજો
જૂની તમામ પ્રથાને વખોડવી એ આજે આધુનિક દેખાવાની પહેલી વણલખી શરત છે. આજકાલ શ્રાદ્ધનો મહિનો છે. એ વિષે પિતૃઓને કાગડા સાથે સરખાવીને માઈન્ડલેસ કહી શકાય એવી હરકત તો વર્ષોથી કાર્ટૂનરૂપે ચાલતી હતી હવે વૉટ્સએપના માધ્યમથી ચાલે છે.

શ્રાદ્ધ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના દરમિયાન જ કેમ આવે છે ?
કાગવાસ શા માટે હોય છે ? એવા કદીય પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યા છે ? આ વિષે થોડું વિચારવાથી જવાબ મળી જશે.

હિન્દૂ ધર્મમાં જ નહીં બૌદ્ધ ધર્મમાં વડ અને પીપળો અતિશય પવિત્ર મનાય છે. એક વાત તો દરેકે સાંભળી હશે કે પીપળો કપાવનાર નિર્વંશ મારે કે પછી અકિંચન , દરિદ્રતા ભોગવે . આ વાત કેટલેક અંશે સાચી પડતા જોઈ છે પણ અહીં એ વાત અહીં કોઈ વહેમ કે અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી. બલ્કે આ ધાર્મિક રીતિરિવાજો વહેમ સ્વરૂપે મગજમાં ઠસાવવામાં આવ્યા એ પાછળનું કારણ પણ પર્યાવરણ સાથે જ જોડાયેલું છે.
શ્રી કૃષ્ણ પીપળ માટે કહે છે ,
હે ધનંજય વૃક્ષોમાં સર્વશ્રેષ્ઠ (અશ્વસ્થ ) હું છું. પીપળાનું મહત્વ કેવું હશે ને કેમ હશે ? સૌથી મુખ્ય કારણ છે પીપળો એ એકમાત્ર વૃક્ષ છે જે દિનરાત ઓક્સિજન છોડે છે. કોઈ પણ વૃક્ષ દિવસે ઓક્સિજન છોડે ને રાતે કાર્બન ડાયોક્સાઇડ એ વાત તો સ્કૂલમાં ભણાવાય છે પણ પીપળાની આ ખાસિયતથી સહુ કોઈ પરિચિત હોય એ શક્ય નથી.
અલબત્ત , વિપુલ પ્રમાણમાં નહીં છતાં તુલસીની જેમ રાત્રે ઓક્સિજન રિલીઝ કરે છે. પીપળો એટલે ધાર્મિક વિધિમાં સાંકળવામાં આવ્યો, વડની જેમ જ. વધુ હોય તેમ કૃષ્ણ ને બુદ્ધ ભગવાન સાથે પીપળ જોડાયેલું છે. બોધિ વૃક્ષ તરીકે પીપળને સ્થાન મળ્યું છે.
વડને પણ તેની ઉપયોગિતાને કારણે જ હિન્દૂ ધર્મમાં પૂજાય છે.

વડના ફાયદા પણ લીમડા જેવા જ છે . સૌથી મહત્વની વાત એ જ છે કે આ ગુણને લીધે એમને જનજીવનમાં અસાધારણ મહત્વ અપાયું પણ આ જ સીઝનમાં વાવવા અને કાગવાસ નાખવા પાછળનું રહસ્ય આશ્ચર્યચકિત કરી દે એવું છે.

એ સંબંઘી મેસેજ પણ ખૂબ ફરે છે પણ એનો અમલ થતો નથી.
તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડયા છે ?
જવાબ કદાચ હા હશે તો એનો અર્થ કે તમે સેપલિંગ વાવ્યા હશે. પણ, એના બીજ મળતાં નથી.
કેમ?
એનું કારણ અપાય છે કે વડના ટેટાં ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે કારણકે પ્રકૃતિ કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે . વડના ટેટાં કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવાલાયક થાય છે તે સિવાય નહિ .પીપળને પણ ફળ આવે છે એવું કહેવાય છે પણ આ લખનારે તો કદીય જોયા નથી. એક અવલોકન સહુનું હશે કે પીપળો સામાન્યરીતે અચાનક જ દીવાલ ફાડીને ઉગી આવે , કેમ ?
ઉત્તર છે કે પક્ષીની ચરકમાંના બીજ એને માટે કારણભૂત હોય છે. એ માટે સૌથી મોટી ભૂમિકા ભજવે છે કાગડાની જમાત .
કાગડા આ ફળ (ટેટાં )ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે .
જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે .
અને ત્યાં જ આવે છે કાગડાઓને ખવડાવવાનું મહત્વ , જેને ધાર્મિક માન્યતા સાથે જોડી દેવાનું જરૂરી એટલે સમજાયું હશે કે જે જમાનામાં વિજ્ઞાન ને કોઈ જાણતું માનતું નહોતું ત્યારે ધર્મએ જ વિજ્ઞાનનું કામ કરવાનું હતું .
ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો કાગડા માટે પ્રજનનકાળ છે. એ મહિનામાં માદા ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે, માટે ઋષિ ઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધની ગોઠવણ કરી કે નવજાત પક્ષીઓને ખાવાનું મળી શકે ને પર્યાવરણની કડી ન તૂટે .
આ પર્યાવરણ અને માનવજાત વચ્ચેની કડીઓ સમજવાનો ને સાચવવાનો સમય આવી ગયો છે.
એ સમજાય તો સારી વાત છે , ને ન સમજાય તો ?
ન સમજાય તો દર દસ હજાર વર્ષે પ્રલય આવે છે એવું તો દુનિયાભરની સંસ્કૃતિ માને છે ને !!
Very Nice Information !!!!
ReplyDeleteThanks .
Delete