શું ચઢે? : પ્રેમ કે સ્વતંત્રતા?

મોબાઈલ ફોન્સ, લેપટોપ, OTT પ્લેટફોર્મ નહોતા ત્યારે માણસો જીવતાં કઈ રીતે હતા એ પ્રશ્ન મને વારંવાર થાય છે. જો કે દરેક ચીજના અતિરેક્ના જે ગંભીર ખતરા હોય તેમ આ ડિજિટલ ટોક્સિન પણ જેવું તેવું નથી . છતાં, પ્રમાણસર ડોઝ મનદુરસ્તી માટે એટલું જ મહત્વનો છે. OTT પ્લેટફૉર્મે તો વર્લ્ડ સિનેમાને આપણું ઘર બતાવી દીધું છે. અંગ્રેજી તો ઠીક પણ કોરિયન, સ્પેનિશ ,જાપનીઝ જે ફિલ્મો બને છે અને તે પણ આઉટ ઓફ બોક્સ વિષય સાથે તો પછી ઘર જલસાઘર બની જ જાય ને. ટાઈમ ટ્રાવેલ વિષય પસંદ હોય તો હળવાશ સાથે ગંભીર સમસ્યાને રજુ કરતી રોમેન્ટિક ફિલ્મ જોવી રહી, અવર ટાઈમ્સ (મૂળ સ્પેનિશ શીર્ષક: Nuestros tiempos) ભૂલ્યા વિના જોઈ નાખજો. એ એક મેક્સિકન સાઇ-ફાઇ રોમેન્ટિક મુવી છે જે ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. પ્લોટ પહેલા તો ચીલાચાલુ લાગે છે. સમય છે ૧૯૬૬ નો . ડો નોરા ક્લાસમાં ભણાવી રહી છે. તે ભૌતિકશાસ્ત્રી છે , સંશોધક પણ ખરી. ક્લાસ પત્યા પછી એક વિદ્યાર્થીની નોરાને વિનંતી કરે છે કે મને તમારી આસિસ્ટન્ટ બનાવો. નોરા ચાહે છે કે આ હોનહાર છોકરીને તે પોતાની સહાયક બન...