Posts

Showing posts from 2024

....ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો ..

Image
હિમાચ્છાદિત શિખર, નિર્મળ પાણી , બર્ફીલા પવન અને મહેકતી વનરાજી મંત્રમુગ્ધ કરી દે તેવી ગુરેઝ વેલી  અમારું છેલ્લું ડેસ્ટિનેશન હતું ગુરેઝ વેલી.  આ એવી જગ્યા છે જે કાશ્મીર જતાં મોટાભાગના ટુરિસ્ટની નજર બહાર છે.  વર્ષોથી આ જગ્યા વિષે ઘણું બધું સાંભળ્યું હતું ત્યાં ખરેખર જવાનું છે તે વાત જ પહેલા તો માનવામાં ન આવી. તેના કારણ હતા. આ ગુરેઝ વિષે ઘણી રોચક કહાણીઓ 96ની વિઝીટ વખતે સાંભળી હતી. ત્યારે બકેટ લિસ્ટ જેવો અભિગમ અસ્તિત્વમાં નહોતો છતાં ત્યારથી મનના  કોઈ ખૂણે આ નામ ધરબાઈ રહ્યું હતું. ગુરેઝ વેલી પ્રદેશ એટલે આધુનિક દુનિયાની અંધાધૂંધીથી અલાયદું, અસ્પૃશ્ય એવું મંત્રમુગ્ધ કરી નાખે તેવું સ્વર્ગ, જે  હિમાલયના હિમાચ્છાદિત શિખરોથી ઘેરાઈને કિશનગંગા નદીના બર્ફીલા પાણીથી જીવંત, અદ્ભૂત લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ખીણના લીલાછમ ઘાસના મેદાનો, પ્રાચીન કિલ્લાઓ અને મોહક ગામડાઓ જુઓ તો તમને લાગે કે તમે ટાઈમ ટ્રાવેલ કરીને એવા યુગમાં પહોંચી ગયા છો જયારે પૃથ્વી અને સ્વર્ગ એકસમાન હતા. આવું વર્ણન જયારે સાંભળ્યું હતું ત્યારે અહીં જવા માટે કોઈ સ્કોપ નહોતો કારણ...

या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम :

Image
 કેરનની મુલાકાત પછી અમારે જવાનું હતું શારદા પીઠ. જે કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં છે.  થોડા વર્ષો પૂર્વે બનેલ નવી બનેલી શક્તિપીઠની પ્રતિકૃતિ, જે નિયંત્રણ રેખા પાસે છે.  દૈદીપ્યમાન મા સરસ્વતી શારદા ...નમસ્તે શારદે દેવી કાશ્મીરીપુર વાસિની  મૂળ ઐતિહાસિક શારદા પીઠ તો આઝાદ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી આશરે 150 કિલોમીટર અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 130 કિલોમીટર દૂર છે . નિયંત્રણ રેખા જે પાકિસ્તાન- અને ભારતીય-નિયંત્રિત વિસ્તારોને વિભાજિત કરે છે ત્યાં  દરિયાઈ સપાટીથી 6,499 ફૂટ ઊંચાઈએ આ શારદાપીઠ છે. જેને કાશ્મીરી પંડિતો  શારદા ગામમાં નીલમ નદીના કાંઠે, હરમુખ પર્વતની ખીણમાં આવેલું શિવનું નિવાસસ્થાન માને છે. સ્થાનિક લોકો દાવો કરે છે કે આ પીઠમાં દેવી શારદાની ત્રણ  અલગ-અલગ શક્તિઓનો સમન્વય છે.  પ્રથમ શારદા (શિક્ષણની દેવી), બીજી સરસ્વતી (જ્ઞાનની દેવી) અને ત્રીજી વાગ્દેવી (વાણીની દેવી) છે. એક હિન્દુ માટે કે પછી કાશ્મીરી પંડિત માટે નવી શારદા પીઠનું મહત્વ જેવું તેવું નથી તો વિચારવાનું એ રહે કે  મૂળ શારદાપીઠ કેવી હશે?  તે ટીટવાલ ગામની બરા...

પંછી નદિયા પવન કે ઝોંકે ...કોઈ સરહદ ના ઇન્હેં રોકે...

Image
નદી છે એક જ. ભારતીય નામ કિશનગંગા જે પાકિસ્તાન માટે નીલમ છે. આપણે ત્યાં ને સામે પાર વસેલા બંને ગામનું નામ કેરન છે.  કુપવાડા નૌતુસા ગામના રેશવારી ગેસ્ટ હાઉસમાં અમારે ચાર દિવસ રહેવાનું હતું. કારણ કે ત્યાંથી અમારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલા ગામની મુલાકાત લેવાની હતી. તેમાં એક હતું કેરન વેલીનું છેલ્લું ગામ કેરન. ભારત પાકિસ્તાન સીમા પર આવતું ભારતની છેલ્લી વસાહત. જે વસ્યું છે કિશનગંગા નદી પર. એ ઓળંગી ને સામે પાર જાવ તો પહોંચો કેરન ગામ જ, પણ પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર (POK) કેરનમાં. એ વસ્યું છે નીલમ નદીના કાંઠે.  એવું મનાય છે કે 10મી સદીમાં રાજા કરણે આ નગર વસાવ્યું હતું. ખાસ ઐતિહાસિક માહિતી મળતી નથી પણ સિલ્કરુટમાં અત્યંત મહત્વનું નગર હતું તેવો ઉલ્લેખ મળે છે. એટલે સ્વાભાવિક છે કે નગર સમૃદ્ધ જ હોવાનું. આ વિસ્તારમાં ઘણી વિદ્યાપીઠનો ઉલ્લેખ મળે છે. શારદાનગરી હોવાથી શિક્ષણ અને વેપાર વાણિજ્ય બંને વિકસિત થયા હોય તો તે સમૃદ્ધ જ હોય ને.  પણ, અત્યારે સુષુપ્તાવસ્થામાં છે.  તેનું કારણ છે એક સમયે થયેલું સીમાપારથી બેસુમાર બોમ્બિંગ, ઘૂસપેઠ ,ત્રાસવાદી તત્વોની કનડગત. સમય એવો આવ્યો ક...

ચૂપકે સે સુન.. ઈસ પલ કી ધૂન...

Image
જેને પણ કાશ્મીરને સ્વર્ગ કહ્યું છે તેને એ વાત  અહીંથી કહી હશે.  ગુલમર્ગથી અમારી જર્ની શરુ થઇ રેશવારી માટે.  અંતર છે 65 કિલોમીટર પણ આપણે પહેલા વાત કરી તેમ આ પ્રદેશમાં રસ્તા અને પહાડી ઇલાકાને કારણે સ્પીડ થઇ ન શકે. રેશવારી, કુપવાડા જવા માટે અમારે જે રસ્તો લેવાનો હતો તે સોપોર થઈને જતો હતો. રસ્તાની બંને બાજુ બગીચામાં રહેલા વૃક્ષો પર સફરજનના ઝૂમખાં ઝૂલી રહ્યા હતા.  મોટેભાગે લાલ કશ્મીરી સફરજન પણ ક્યાંક ક્યાંક ગ્રીન અને ગોલ્ડન ફળ પણ દેખાયા. સૌને બગીચાની મુલાકાત લેવી હતી. મોટું આકર્ષણ તેને જિંદગીભરની યાદગગીરીરૂપે ક્લીક કરી લેવાનું હતું. બગીચા ખાનગી માલિકીના હતા. જેમાં માલિકનું નિવાસસ્થાન પણ હોય. બગીચાના કદ અને તેમાં શોભતી વિલા કે મકાન પરથી આપણે અંદાજ લગાવી લેવાનો કે આ માલિકની હેસિયત શું હશે. મોટાભાગે ખાતાંપીતાં સુખી કુટુંબો હશે તેવું લાગ્યું. છતાં, કોઈક જગ્યાએ જૂનાં બિસ્માર મકાનો, મજૂરી કરનાર વર્ગ પણ જણાયો. સફરજનની સાથે સાથે ઘઉંનો પાક પણ તૈયાર લાગતો હોય તેમ જણાયું. ઘઉંને તડકો ખવડાવવાનો રિવાજ હોય તેમ આંગણામાં, રસ્તા પર, રસ્તાની હારોહાર લાગીને કપડાં પર પાથરેલા જોવા મળ્યા. કાશ્મ...