Posts

Showing posts from February, 2022

ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ નેશનલ પાર્ક 3

Image
સામાન્યરીતે જંગલ સફારી માટે વધુ ઉચિત મનાતો હોય તે સમય ઉનાળો  છે. કારણ છે ગરમી. ભારતભરના  અભ્યારણોમાં વાઘ , સિંહ કે પછી કોઈપણ પશુ પંખી જીવ જંતુની ગતિવિધિ વધી જાય છે. તરસ તો સહુને લાગે. એટલે ઉનાળાના સમયમાં પાણીના સ્ત્રોત જેવાકે તળાવ, નદી પાસે આ પ્રાણીઓની અવરજવર વધી જાય છે. અમે જે સીઝનમાં હતા એ તો હતો શિયાળો ને પાછી ઠંડી કહે મારું કામ.  અમે  પહોંચ્યા એવા જ સફારી માટે નીકળવાનું હતું. ઢીકાલામાં સવાર અને બપોર એટલે કે દિવસના બે વાર સફારી માટે ફાળવાયા છે. એ સિવાય કોઈપણ વ્યક્તિ  લોજનો ગેટ  ક્રોસ કરી ન શકે. એ પ્રતિબંધનું કારણ અમને બીજા દિવસે સમજાયું. અમે અમારા મિત્રની સલાહ માનીને ત્રણ દિવસમાં છ સફારી બુક કરી હતી. બપોરની સફારી હતી 1.45 થી 5.45 સુધી. ભૂખ તો કકડીને લાગી હતી પણ હાથ પાર સમય નહોતો કે લંચ કરી શકાય. એટલે કેન્ટીનમાં જઈને મેગી ને ચાથી કામ ચલાવી ઝટપટ ખુલ્લી જીપમાં ગોઠવાઈ ગયા.  અમારી સાથે હતા ડ્રાઈવર હારુન અને ગાઈડ વિજય. હારુન જંગલનો આબાદ જાણકાર હતો. ગાઈડનું કામ હતું બાઇનોક્યુલરથી નજર રાખવાનું, કોલ જાણવાનું. જંગલનો કોલ પણ જોવા સાં...

ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ પાર્ક ૨

Image
કોર્બેટ નેશનલ પાર્કમાં એન્ટ્રી કરવા માટે અમે રાતવાસો કર્યો હતો નજીક આવેલા રામનગરની એક હોટેલમાં. રામનગરમાં ઠંડીનો ચમકારો જબરદસ્ત હતો. એક વાત સમજાઈ કે જંગલ વિસ્તાર રામનગર કસ્બા સાથે જ શરુ થઇ જાય છે. એટલે રામનગરની સીમમાં માંડ પાંચ છ કિલોમીટર દૂરી પર રિસોર્ટ્સનું જંગલ શરુ થઇ જાય છે. જે નેટ પર કોર્બેટ પાર્કની રિસોર્ટ લાગે પણ હકીકતે હોતી નથી, નામ ફેન્સી ,કોર્બેટ અને જંગલ સાથે જોડાયેલા હોય એટલે 500 કિલોમીટર દૂરથી બુકીંગ કરાવનાર બિચારા ટૂરિસ્ટ્સ માને કે આપણે તો જંગલમાં બુકીંગ કરાવ્યું છે. ત્યાં જઈને પરિસ્થિતિ સમજાય કે આ જંગલ નહીં બફર ઝોન કહેવાય એવા કસ્બામાં જ આ હોટેલ છે ,પણ કશું કરવાને લાચાર હોવાથી એક બે દિવસ 40 સિટર કેન્ટરમાં જઈને જંગલમાં આંટા ફેરા ને આશીર્વાદ કરી આવે, વાઘ તો શું હરણ કે શિયાળ જોવા મળે તો નસીબ. એ લોકો માને છે કે કોર્બેટમાં વાઘ જ નથી.  અમે તૈયાર હતા સવારના નવ વાગે ,અમારે થોડી ફોર્માલિટી પતાવીને પાર્કમાં એન્ટ્રી કરવાની હતી. આ માટે મેનેજમેન્ટ અતિશય ચુસ્ત છે. આધાર કાર્ડ સાથે અન્ય પ્રુફ આપીને એન્ટ્રી મળે ને એક્ઝીટ માટે પણ ફોર્માલિટી પછી બહાર જવા મળે . એ પતાવીને અમે ...

ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ નેશનલ પાર્ક

Image
             Pic by Kaushik Ghelani  થોડાં વર્ષ પહેલાં એક ફિલ્મ જોઈ હતી: કાલ. અજય દેવગણ અને  મોટી સ્ટારકાસ્ટની આ ફિલ્મ આમ તો ભૂતકથા હતી. બોક્સઓફિસ પર એવી સફળ  નહોતી થઇ ,પણ એમાં દર્શાવાયેલું જંગલ મનમાં રહી ગયું હતું.  મનમાં વર્ષોથી રમી રહેલા કોર્બેટ પાર્ક માટે જયારે વિચારવા માંડ્યું ત્યારે મિત્રોની સલાહસૂચન શરુ થઇ ગયા.  'ત્યાં જવાય જ નહીં. ત્યાં વાઘ તો દેખાતાં  જ નથી. એના કરતાં રણથંભોર વધુ બહેતર .. ' 'કેટલું દૂર, દિલ્હીથી છ સાત કલાક ...ન જવાય ..' કોઈકે તો ઠંડીનું કારણ આપ્યું કોઈકે અન્ય બીજા કારણો ને ડેસ્ટિનેશન સૂચવ્યા. પણ, મનમાં નક્કી કરી રાખ્યું હતું કે આ વખતે તો કોર્બેટ પાર્કમાં  ઈચ્છાનો મોક્ષ કરવો જ રહ્યો એટલે નક્કી કર્યું કે જો હોના હૈ હો,પણ જવું તો કોર્બેટ નેશનલ પાર્ક.  ઉત્તરાખંડમાં આવેલા આ અભ્યારણ્યનું નામ છે કોર્બેટ નેશનલ પાર્ક પણ સહુ કોઈ એને જિમ કોર્બેટ પાર્ક કહે છે.  વિગતે વાત કરીએ એ પહેલા સહુની કુતુહલતાને રજા આપી દેવી જરૂરી છે. એટલે ખાસ કહેવાનું કે કોર્બેટપાર્કમાં વાઘ તો જોવા મ...