Posts

Showing posts from 2025

શું ચઢે? : પ્રેમ કે સ્વતંત્રતા?

Image
મોબાઈલ ફોન્સ, લેપટોપ, OTT પ્લેટફોર્મ નહોતા ત્યારે માણસો જીવતાં કઈ રીતે હતા એ પ્રશ્ન મને વારંવાર થાય છે. જો કે દરેક ચીજના અતિરેક્ના જે ગંભીર ખતરા હોય તેમ આ ડિજિટલ ટોક્સિન પણ જેવું તેવું નથી . છતાં, પ્રમાણસર ડોઝ મનદુરસ્તી માટે એટલું જ મહત્વનો છે. OTT પ્લેટફૉર્મે તો વર્લ્ડ સિનેમાને આપણું ઘર બતાવી દીધું છે. અંગ્રેજી તો ઠીક પણ કોરિયન, સ્પેનિશ ,જાપનીઝ જે ફિલ્મો બને છે અને તે પણ આઉટ ઓફ બોક્સ વિષય સાથે તો પછી ઘર જલસાઘર બની જ જાય ને.   ટાઈમ ટ્રાવેલ વિષય પસંદ હોય તો હળવાશ સાથે  ગંભીર સમસ્યાને રજુ કરતી  રોમેન્ટિક ફિલ્મ જોવી રહી,  અવર ટાઈમ્સ  (મૂળ સ્પેનિશ શીર્ષક: Nuestros tiempos) ભૂલ્યા વિના જોઈ નાખજો. એ એક મેક્સિકન  સાઇ-ફાઇ રોમેન્ટિક મુવી  છે જે ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.  પ્લોટ પહેલા તો ચીલાચાલુ લાગે છે. સમય છે ૧૯૬૬ નો . ડો નોરા ક્લાસમાં ભણાવી રહી છે. તે ભૌતિકશાસ્ત્રી છે , સંશોધક પણ ખરી.  ક્લાસ પત્યા પછી એક વિદ્યાર્થીની નોરાને  વિનંતી કરે છે કે મને તમારી આસિસ્ટન્ટ બનાવો. નોરા ચાહે છે કે આ હોનહાર છોકરીને તે પોતાની સહાયક બન...

ક્રેશ & કવર અપ..

Image
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના આંચકા શમી રહ્યા છે છતાં તે પાછળના કારણો વિચારવાની પ્રક્રિયા નિરંતર રહેવાની છે. દરેક ચેનલો માધ્યમો પોતપોતાની રીતે ઘટનાનું મૂલ્યાંકન કરે સ્વાભાવિક છે. ખાસ કરીને મોટાભાગના પોડકાસ્ટર પોતપોતાની થિયરીને પ્રસ્તુત કરતા રહ્યા અને એમાં કોઈ શંકા નથી કે તેઓએ પોતપોતાની રીતે સંશોધન કર્યું  જ હશે. સહુ પ્રથમ થિયરી ચાલી ત્રાસવાદી હુમલાની.ખાસ કરીને સેલીબી એવિએશન હોલ્ડિંગ દ્વારા એરપોર્ટ માટે જે વિવાદ ચાલી રહ્યો હતો તેને હવા આપતી વાતો કે ગુબ્બારા ચાલવા લાગ્યા. સેલેબી એવિએશન કંપની ઇન્ડિયામાં વર્ષોથી કાર્યરત હતી. 2009ની સાલમાં આ કંપનીનો પ્રવેશ વિધિવત રીતે ઇન્ડિયામાં થયો. તેને લાવવા પાછળનું મુખ્ય કારણ હતું ઝડપથી વિકસી રહેલું  ઉડ્ડયન ક્ષેત્ર. 2005 પછી જેટ, કિંગફિશર, ઇન્ડીગોના આગમન પછી જે તેજીથી વિકાસ થઇ રહ્યો હતો ત્યારે સરકારે PPP મોડેલ હેઠળ ખાનગી કંપનીઓને આમંત્રણ આપ્યું હતું. મોટા એરપોર્ટ્સ જેવા કે દિલ્હી, મુંબઈ પ્રાઇવેટ કંપની સાથે સંયુક્ત ભાગીદારીમાં આપવાનો નિર્ણય કર્યો. જેના ભાગ રૂપે સેલેબીને આ કોન્ટ્રાકટ મળ્યો હતો. સેલેબી ટર્કીશ કંપની હતી પણ તેની લાયકાતમાં હતો વર્ષો...

ફાઇનલ ટેક ઓફ : ૐ શાંતિ

Image
                                                                                                                                              ફોટો:ગૂગલ  અમદાવાદની  વિમાન દુર્ઘટનાથી મૃત્યુ પામેલાં પેસેન્જરના સ્નેહીઓ જ આઘાત પામ્યા હોય તેવું નથી.  માત્ર ગુજરાત જ નહીં આ આંચકો સમગ્ર ભારત અને વિદેશમાં પણ લાગ્યો છે. અત્યારે તો જાતજાતની થિયરી ચાલી રહી છે. તેમાં કેટલી સાચી એ તો આવનાર સમય પૂરવાર કરશે પણ બે વાત નિશ્ચિત છે જેની પર વિશ્વભરના મીડિયાનું ફોકસ છે. સહુ પહેલા તો વાત એ છે કે કોસ્ટ કેટિંગમાં ભારતની એર લાઇન્સ માહિર છે. તેમાં પણ ખાસ તો કોવિડ પછી મોટાભાગની એરલાઇન્સ ઓક્સિજન પર હતી. આમ તો સમગ્ર વિશ્વમાં પણ ખાસ ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર...

કલ્પનાથી વિજ્ઞાન, વિજ્ઞાાનથી વાસ્તવિકતા : જુલ વનૅની દુનિયામાં એક લટાર..

Image
અમારી કિતાબકથામાં સામાન્યરીતે તો વિશ્વભરની ભાષામાં લખાયેલી કૃતિઓ વાંચવાનો પ્રયાસ હોય છે. પણ, એક મિટિંગમાં નક્કી થયું કે સૌએ પોતપોતાની મનપસંદ કૃતિઓ વાંચીને આવવાનું રહેશે. એ પછી કોઈપણ ભાષામાં હોય, કોઈપણ રસની હોય, ફક્ત પોતાને ગમી હોય તેવી, મનપસંદ.  પહેલી નજરે તો સારું લાગે પણ પસંદગી કરવાની હોય તો ? આ તો એવી વાત થઇ જલેબી રબડી ખાવી કે ચીઝ કેક ?  મારા માટે ફેવરિટ તો બે  હોય શકે , એક તો હરિપ્રસાદ વ્યાસની બકોર પટેલ સિરીઝ અને બીજી જુલ વર્નની સાહસકથાઓ. ફેવરિટ એટલે બાળપણથી અત્યાર સુધી મનપસંદ. જ્યારે મન પડે ત્યારે વાંચીને હળવા થઈ જવા માટેનું અકસીર સ્ટ્રેસ બસ્ટર.  તેથી વિચાર્યું કે જુલ વર્નની મારી ફેવરિટ એવી પાંચ છ વાર્તામાંથી જ એક સિલેક્ટ કરવી. તેમાંથી પણ દ્વિધા. બે મોસ્ટ ફેવરિટ એક જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ અને અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન 80 ડેઝ .  આ સ્ટોરી કેમ મારી ફેવરિટ છે તે પાછળ પણ સ્ટોરી છે.  સ્કૂલમાં ભણતાં હતા ત્યારે ઘરમાં આવતાં ફૂલવાડી , રમકડું ,ચાંદામામા નામના મેગેઝીન. બાલ સાહિત્ય સાથે એટલો જ પરિચય. ત્યારે અમારા એક પાડોશી ભાઈએ જે કર્યું , એ માટે એમનો આભાર કઈ રીતે મા...

જીવો ને જીવવા દો

Image
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે પરિસ્થિતિ ભયજનક સપાટી વટાવી રહી છે , જો અને તો ની પરિસ્થિતિમાં  ન્યુક્લિયર વોરના ભણકારા ત્રીજા વિશ્વયુદ્ધ દોરી જશે તેવી ચિંતામાં ફરી એકવાર આવ્યો છે વિશ્વ પર્યાવરણ દિન.  જયારે માણસ ન્યુક્લિયર વોરથી આખી પૃથ્વીને જ રસાતાળ કરવા માંગતો હોય , માનવજીવન જ ન બચ્યું હોય તો આ દિવસની અહેમિયત કોઈને શું સમજાવાની છે?  દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસે, આપણને કુદરત પ્રત્યેની જવાબદારી યાદ અપાવાય છે. પણ, પથ્થર પર પાણી . એ દિવસ ઢળતાં વાત પૂરી , નવા દિવસથી ફિર વોહી રફ્તાર.  2025ની થીમ છે: આપણી જમીન. આપણું ભવિષ્ય. જે સૂચવે છે કે હવે સમય છે પૃથ્વીને બચાવવાનો, પ્રદૂષણ ઘટાડવાનો અને  જીવનશૈલી વિષે ફરી વિચારવાનો. આ બદલાવમાં સૌથી મોટો વિરોધાભાસી શત્રુ છે: પ્લાસ્ટિક, ખાસ કરીને પ્લાસ્ટિકની કેરીબેગ.આપણને થાય શું વાહિયાત વાત છે ? મારા એક પ્લાસ્ટિકના ઝબલાના વપરાશથી શું આભ તૂટી પાડવાનું છે? આ લખતી હતી ત્યારે જૂની વાત યાદ આવી .  થોડાં વર્ષ પૂર્વે ઓસ્ટ્રિયા જવાનું થયું હતું. નાનો શાંત સુંદર એવો એક યુરોપિયન દેશ. એકોમોડેશન માટે અમે...

જીના ઈસી કા નામ હૈ...

Image
આજની સવાર તો જેમ પડે તેવી જ પડી.  રવિવારના દિવસે આખો દિવસ ભરચક જલસા કર્યા પછી રાતે જરા થાક અનુભવાયો પણ દિવસભર કરેલી મજા એ થાકની શું વિસાત?  રવિવારની સવાર Rotary fellowship ને નામે હતી. થીમ હતો મેળો. મેળે ગયાનો થાક લાગે પણ સાંજે પ્રિય મિત્રની Birthday પાર્ટી હોય તો થાક ક્યાંથી લાગે?  મોડી રાત સુધી ચાલેલી પાર્ટી પછીની સુસ્ત સવાર. ને સમાચાર મળ્યા એક વડીલ પત્રકાર મિત્રે આત્મહત્યા કરી તેના. મેં એમને કદી ઉદાસ કે ગંભીર જોયા નથી. હમેશ એક ચિતપરિચિત સ્મિત અને અવાજમાં રહેલો સાચુકલો ઉમળકો.  એ વ્યક્તિ એકલતા અને માંદગીથી ત્રાસી આવું કરે એ વિચાર મને ઉદાસ કરી રહ્યો છે.  હવે રહી રહીને વિચાર એવો પણ આવે છે કે મસ્ત ફકીર જેવા આ મિત્ર ખરેખર મનથી ખુશ રહેતા હશે કે પછી ચહેરા પર ચહેરો પહેરી રાખતા હશે?  અત્યારે એવો વિચાર પણ આવ્યો કે વ્યક્તિ જો કામ સિવાય બીજી કોઈ હોબી જિંદગીમાં ન વિકસાવી શકે તો આ સમસ્યા થાય. ઘણા લોકો સમજી જ શકતા નથી કે લોકો કેમ પાર્ટી Animals કે પછી ટોળા પ્રિય થઈ જાય. લોકોને isolation ને solitude ભેદ નથી સમજાતો.  કદાચ એટલે જ પાછલી ઉમરમાં મ...

ફણસપ્રેમીઓ સાવધાન,આ તમારા માટે નથી

Image
થોડાં વર્ષો પૂર્વે એક દિલ્હીમાં આઇએએસ અધિકારીમિત્રના ઘરે મહેમાન બનવાનો પ્રસંગ નિર્માણ થયો હતો. મારા માટે રાત્રે ડિનરમાં અધિકારીના પત્નીએ સ્પેશિયલ કોફતાં બનાવ્યા હતા. જે રીતે સર્વ કર્યા હતા તે જોવાલાયક હતું. પહેલા કોળિયો ભર્યો ને મારા ગળે અટકી ગયો.  મેં યજમાન દંપતિ સામે જોઈને કહ્યું, તમને તો ખબર છે કે હું વેજિટેરિયન છું..  અફકોર્સ, બેઝિઝક ખાવ આ તો કટહલ કોફતાં છે. મેં તો આ નામ સાંભળેલું નહોતું ( ત્યારે પેલી સિરીઝ નહોતી આવી).  મારા ચહેરો જોઈને તેમને ખ્યાલ આવ્યો હોય કે કેમ તે પેલા મિત્રપત્ની એ આ પાછળ કેટલી મહેનત કરી તે વિગતવાર સમજાવ્યું. ફણસને ઝાડ પરથી ઉતારવા , તેને કરામતથી કાપવા ને પછી આ શાક બનાવવા સુધીની જહેમત. એમની મહેનતની કથા સાંભળીને પણ મારું દિલ ન પીગળ્યું જે  તેમને અપમાન જેવું લાગ્યું તે સમજી શકાય તેમ હતું પણ સોડમમાં,સ્વાદમાં અજબ લાગતી ચીજ ન ખાય શકાય તેમાં વાંક કોનો?  બાળપણમાં ફણસ તો નહીં પણ તેના ચાંપા ઘરે આવતા હતા તેવું થોડું યાદ છે ત્યારે પણ ભાવ્યું  હોય તેમ યાદ નથી. હા ભાવે તેની ગોટલીનું શાક.  ગુજરાતમાં કદાચ તેનું મહત્વ નથી પણ સમગ્ર સ...

ગોવાનો એક ગોપિત ચહેરો

Image
આ ગોવાને કોણ જાણે છે ? હમણાં એક ગોવાની મિત્રને  મળવાનો પ્રોગ્રામ થયો. આમ પણ જૂનાં મિત્રો મળે ત્યારે સામાન્યરીતે ધર્મ અને રાજકારણ વિષે ચર્ચા કરવાનું ટાળી દીધું છે. આ બે વિષયમાં સમાન રસવાળા મિત્રો પણ ક્યારે તલવાર તાણીને સામસામે આવી જાય કહેવાય નહીં. થોડાં જૂનાં સંસ્મરણો વાગોળી લીધા પછી એ જ રસ રુચિની ચર્ચા હતી. સંસ્કૃતિ, સંગીત, સાહિત્યની વાતો વચ્ચે  બોબીના ગે ગે રે સાહિબા ગીતની વાત નીકળી. મૂળ તો એ છે ગોઅન ફોક સોંગ. લોકગીતનું એક આગવું વિશ્વ છે.  દરેક ભાષામાં મળતાં લોકગીત તેમના સમય,સંસ્કૃતિ, સમયકાળ અને સંજોગો વિષે ન જાણે કેટલું બધું કહી જાય છે. પણ, આપણે તો આ ગીત બોબીમાં જોયું. વળી સંગીતમર્મી રાજ કપૂરે એનાથી વાતાવરણ જ કેવું સર્જ્યું હતું કે આપણને લાગે કે નાયિકા પોતાના પ્રિયતમ ને મળવા જવા નદીને પાર ઉતારવા નાવિક ને વિનંતી કરતી હશે. અત્યાર સુધી મારા મનમાં આ જ છાપ હતી. પણ,  આ વાત અર્ધસત્ય છે તેની જાણ નહોતી. આ ગીત પાછળની સ્ટોરીથી તદ્દન અજાણ મને જે જાણવા મળ્યું , કદાચ ઘણાં આ વાતથી જ્ઞાત હોય તો ખ્યાલ નથી પણ મેં આ પહેલીવાર જાણ્યું એટલે લખ્યા વિના ન રહી શકી.  આ ગીત ...

સ્પેશિયલ ઓપ્સ ગમી હોય તો રીયલ ટાઈમ સ્પેશ્યલ ઓપ્સ ન ચૂકતાં ...

Image
તાજેતરમાં થયેલા ઓપેરશન સિંદૂરનો મૂડ બરકરાર હોય કે પછી વારંવાર આવી પહોંચતા વર્ષારાણી ઘરમાં ભજીયા સાથે સમથિંગ સ્પેશિયલ ડિમાન્ડ કરતા હોય તો અમેઝોન પ્રાઈમ પર The Ministry of Ungentlemanly Warfare ફિલ્મ જોઈ નાખો.  ચર્ચિલ વિષે ઝાઝો અભ્યાસ નથી . બાળપણમાં ચર્ચિલ વિષે ઘણી વાતો સાંભળી હતી તેમાં યાદ રહી ગયેલી એક વાત કે ભારતીયોને આઝાદી આપવી એટલે વાંદરાના હાથમાં જામ પકડાવવો. એટલું જ નહીં એવું પણ કહ્યું હતું કે  Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. આ સાથે સ્કૂલમાં ઇતિહાસના શિક્ષક ઘણું બધું કહેતા.જે થોડું ઘણું સાંભળ્યું જાણ્યું હતું ત્યારથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગયેલી કે એમને ભારત અને ભારતીય માટે ભારે પૂર્વગ્રહ હતા. તો આપણે શું કામ એમની પ્રત્યે આદરભાવ રાખવો ?  આપણે એમની સાથે પૂર્વગ્રહથી પીડાઈ કદી તેમના વિષે કશું વાંચ્યું વિચાર્યું નહોતું પણ છેલ્લા થોડા સમયથી એ વિષે ...

વાત બે તાજ વચ્ચે કુરબાન થયેલી એક પ્રિન્સેસની

Image
આજનું મુંબઈ,400 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે એ એક મહાનગર હશે.  દર વર્ષે જૂન મહિનો આવે તે પહેલા માત્ર BMC જ નહીં તમામ મુંબઈકર પણ સજ્જ થઇ જાય. ખાસ કરીને રોજ નોકરીધંધા માટે પરામાંથી મુંબઈ આવતા કે કામકાજ માટે સબર્બ માં જનાર મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજથી ખોફ ખાતા હોય છે. પ્રશ્ન એ થાય છે કે આજે આટલા વર્ષે પણ મુંબઈ કેમ દોહ્યલું છે? આટલા વર્ષ એટલે ? આજે મુંબઈને મુંબઈ બનવાની 361મી વર્ષગાંઠ છે. 21 મે 1662 , આ દિવસ જયારે પોર્ટુગલની રાજકુમારી કેથરીન ઓફ બ્રિગેન્ઝાને બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીય સાથે લગ્નમાં મુંબઈના ટાપુ કરિયાવરમાં આપવામાં આવ્યા.  મુંબઈ મુંબઈ  તો પછી બન્યું પહેલા તો હતો એક ટાપુનો સમૂહ. 23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા  . એ તો સહુને ખબર છે કે મુંબઈને મુંબઈ બનાવનાર હતા અંગ્રેજ. પણ એવું નહોતું કે આ પ્રદેશનું અસ્તિત્વ નહોતું.  અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ...