ધીમી બળે, વધુ લિજ્જત આપે તેવી #theStoryteller
હમણાં ઘણાં સમયથી OTT પ્લેટફોર્મ પર સમય ફાળવી શકાયો નથી. એવામાં મિત્રે મેસેજ મોકલ્યો કે #storyteller જોઈ કે નહીં? એ પછી સાથે હિન્દી પોસ્ટ પણ મોકલી હતી. એ વાંચીને થયું કે આ ફિલ્મ વિશે થોડાં સમય પહેલાં કયાંક કશુંક વાંચ્યું છે પણ યાદ આવ્યું નહીં. સમય મળતાં જ ફિલ્મ જોઈ ત્યારે પણ લાગતું રહ્યું કે આ વિશે વાંચ્યું છે જ. એ યાદ રહી જવાનું કારણ અનિદ્રાની વ્યાધિ સમજો ને. ત્યારે એવી શક્યતા લાગી કે કદાચ કહાની સત્યજીત રેની છે તો કદાચ એ ક્યારેક વાંચવામાં આવી હોય ને ફિલ્મ વિશે વાંચ્યું એમ યાદ રહી ગયું હોય. ફિલ્મ જોયા પછી ચેન ન પડ્યું એટલે googling કર્યા વિના ઊંઘ આવવાની નહોતી. ત્યારે જાણવા મળ્યું કે એ વિશે વાંચ્યું હોય એવો વહેમ નહોતો, પૂરેપૂરી શક્યતા હતી. કારણકે પ્રીમિયર busan ફિલ્મ ફેસ્ટિવલમાં પછી બીજા બે માતબર વિદેશી ફેસ્ટીવલમાં screening થયું ત્યારે મીડિયામાં થોડું કવરેજ થયું હતું, પણ ફિલ્મ જોઈને લાગ્યું કે આ કવરેજ થવું જોઈએ તેવું નહોતું. જો OTT પ્લેટફોર્મ પર ન આવત તો મોટો વર્ગ માણવાથી વંચિત રહી જાત. આ ફિલ્મ દરેક માટે નથી, પરંતુ એ લોકો માટે છે જેમનામાં સંવેદના હોય, તેમના હૃદયને નક્કી...