Posts

Showing posts from July, 2024

કલ આજ ઔર કલ

Image
આજકાલ ક્યાંય તમે  જોયું કે પ્રેમપત્ર લખાતાં હોય?  ના, ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ નહીં.  ચીમનલાલ કે સત્યમ કલેક્શનમાંથી ખરીદેલી સ્ટેશનરી પછી રાતના દસના ટકોરા શું થાય  ઘરમાં સોપો પડી જાય ત્યારે રેશમી અંધારા ને ઝાંખા પ્રકાશમાં એ પાનાં પર  મરોડદાર અક્ષરે થતી શરૂઆત.  પહેલી પાંચ સાત મિનિટ તો નવું સંબોધન શું કરવું એ વિચારવામાં વીતી જાય.  પત્ર લખાઈ રહે ત્યારે મધરાત વીતી ગઈ હોય. બીજે દિવસે એના પર ચાર્લી કે કોઈ એવું સેન્ટ છાંટી કે પછી પરબીડિયામાં ચોરીછૂપીથી એક તજ બે ત્રણ એલચી મૂકીને ટપાલ પેટીમાં નાખવાની મજા. પછી પૂરા ચાર દિવસ ભૂલી જવાનું. પાંચમા દિવસથી જવાબી પત્રની ઈંતેજારી શરૂ.  આ જમાનો યાદ છે?  તમામ હમઉમ્ર દોસ્તો ન જ ભૂલ્યા હોય..  મારું હંમેશા માનવું રહ્યુ કે દુનિયામાં જેટલો બદલાવ આપણી પેઢીએ જોયો છે, તે ન તો  પહેલાં કોઈ પેઢીએ જોયો છે અને ન જ આ પછી પેઢી જોશે. આ છેલ્લી પેઢી છીએ જેણે કટી પતંગમાં વિધવા સ્વરૂપ માધવી (આશા પારેખ) સાથે આંસુ વહાવ્યા હશે.. જે રાજેશ ખન્ના કે ઋષિ કપૂરના દીવાનગીભર્યાં પ્રેમમાં ન હોય. છોકરાઓ થોડાં ડાહ્યા. તેમણે ખબર કે મુમતાઝ ક...