Posts

Showing posts from June, 2021

આ સંસ્કાર કે પછી...?

Image
ઉત્તરપ્રદેશમાં બનેલી બે ધટનાઓ. જેમાંની એક નોંધ તો રશિયાના સ્પુટનિકે લીધી છે.  બનાવ નં 1. લગ્નની ચોરીમાં સપ્તપદીના ફેરાં ફરતી વખતે કન્યાને મેસીવ હાટૅઅટેક આવ્યો ને ત્યાં જ એનું મરણ થયું. ડઘાઈ ગયેલા જાનૈયાઓ અને કન્યાના સંબંધી પહેલાં તો ડઘાઈ ગયા. પરંતુ, ' ગામના ડાહ્યાં માણસો' 'પરિસ્થિતિને સાચવી લેવા' કન્યાની નાની બહેનને પરણાવી દેવાનું સૂચન કર્યું.  એટલે કે જ્યારે લગ્નની  વિધિ ચાલી રહી હતી ઘરના એક ખૂણામાં મોટી બહેનનો મૃતદેહ પડ્યો હતો.  2 એક ગામમાં હિંદુ અને મુસ્લિમ રમખાણ થઈ ગયું. વાત એમ બની હતી કે ગામમાં  એક પરિવારમાં લગ્ન સાથે લીધાં હતા. બારાત જ્યાંથી પસાર થવાની હતી તેના  માર્ગમાં મસ્જિદ આવતી હતી. ઝગડાનું કારણ હતું બારાતમાં ચાલી રહેલું લાઉડસ્પીકર.  નાની વાતે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. ઘણાં લોકો કહ્યું કે આવી રહેલી ચૂંટણીના મુદ્દા તરીકે વાપરવા આ બધી બબાલ ચગાવી દેવામાં આવી.  વાત એ વિશે નથી.  વાત એ છે કે જ્યારે એક પત્રકારે સ્વાભાવિક રીતે પૂછ્યું કે પણ, વરઘોડા માટે પોલીસ પરમિશન મળી હશે ને?  હવે ઈન્ટરવ્યુ આપનાર કન્યાના પિતા કે સ...